તન્વી,નિશા,રતન, રોનક,અને હાર્દિક એક્ટિવિટી હોલ પર પહોંચતા રોયને હોલની વેરવિખેર વસ્તુઓ ને ગોઠવતા જુએ છે.
હાર્દિક- રોનકને ઠોસો મારી “અરે આતો નવા મેંટર લાગે છે.આમને મેં સવારે કોલેજ માં પ્રિન્સિપલ સાહેબની ઓફીસ માં જતા જોયેલા.”
જવાબમાં રોનક, “અરે પ્રિન્સિપલ સાહેબની ઓફિસમાં જાય તે એવું થોડું હોય કે એ નવા મેંટર જ હશે.!!”
હાર્દિક અને રોનકને ખૂંસુર પુસુર કરતા સાંભળી રોયનું ધ્યાન પડે છે.
“ઓ… હેલો!! હું રોય આજથી તમારી કોલેજમાં આર્ટ અને કલચરલ એક્ટિવિટી મેંટર છું” રોય પોતાની ઓળખ આપતા તેનું ધ્યાન તન્વી પર પડયું,તેને જોતાં જ રોયની આંખો તન્વી પર ચોંટી જ ગઈ,અને મનોમન
હૈયાં ની રાહત છે તું,
ગમતી તું આદત છે….
મારા આ પાગલ મન ની,
પહેલી તું ઈબાદત છે…
પળ માં તું એક ઉખાણું,
પળ માં તું સાદગી…
દુઆ જેવી નિર્મળ-કોમળ,
તું જ મારી બંદગી……
બસ નામે કરી દવ તારા,
મારી આ જિંદગી….
મેઘધનુષ તું હૈયાં નું મારા ..તું તાજગી છે શ્વાસો ની,
મહેફિલ ની મારા તું છે ગઝલ ને તું ચાંદની છે રાતો ની.(રાકેશ શુક્લા)રોયને તન્વી સાથે પ્રથમ નજરના પ્રેમની અનુભૂતિ થવા લાગી.એક પછી એક મનમાં શાયરીઓ દોડવા લાગી.
રોય બેઝિકલી ખુબજ સામન્ય કુટુંબ માંથી આવતો 31 વર્ષનો યુવાન હતો એને બાળપણથી પોસ્ટર પેઇન્ટિંગ, હેનડીક્રાફટસ,પેન્સિલ સ્કેચમાં માહિર હતો.તેના આર્ટ પ્રત્યેનો શોખના લીધે બીજી કલાઓ તરફ ખેંચાતો ગયો અને ત્યારબાદ સંગીત ,વાદ્ય, નાટય વિગેરે દરેકમાં નિપુણતા મેળવતો ગયો.તેમણે આર્ટ એન્ડ કલચરલ એક્ટિવિટીના વિષય સાથે સ્નાતક ની પદવી મેળવી.જેના આધારે ઘણી સ્ટ્રગલ બાદ આ મેંટર તરીકે નોકરી મળી હતી.
તન્વી:”સર ! તમે કંઇક કહેતા હતાં?”
રોય તન્વીના પ્રશ્નથી વિચલિત થઈ “હા.. હું એમ કહેતો હતો કે મને બધું ગોઠવવામાં હેલ્પ કરો… અને હા…. એ પેલા તમારો ઈન્ટ્રો તો આપો!!”
બધા વારાફરતી પોત પોતાનો ઈન્ટ્રો આપે છે. રોય બધાને ઇન્સ્ટ્રક્શન આપી પ્રિન્સીપલ સાહેબની ઓફિસમાં જાય છે યુથફેસ્ટિવલમાં પાર્ટ લેવાના એનાઉન્સમેન્ટ કરાવાં બાબતે.અને પ્રિન્સિપલ સાહેબને વિશ્વાસમાં લઈ દરેક ક્લાસમાં એનાઉન્સ કરાવે છે.
“યુથફેસ્ટિવલ માં પાર્ટલેવા ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ એ એમના નામ એક્ટિવિટી હોલમાં આવી દિવસ બે માં નોંધાવી જવું. સિલેક્શન માટેની તારીખ નોટિસ બોર્ડ પર લગાવવામાં આવશે.”
તન્વી, નિશા,હાર્દિક,રતન,રોનક ને પોતાની મદદ માં લઇ રોય દરેક સ્પર્ધાઓના સિલેક્શનનું અયૉજન બનાવે છે.સંગીત અને વાદ્ય ની જવાબદારી તન્વીને… મોનો એક્ટિંગ,નાટક ની જવાબદારી રતનને, ડિબેટ, નિબંધની જવાબદારી હાર્દિકને ,નિશા અને રોનક ને તેની મદદમાં અને આર્ટ,ક્રાફટ,બીજી ગ્રૂપ ઇવેન્ટની જવાબદારી પોતાની પાસે રાખી સિલેક્શન પ્રકિયા કરે છે.
હોશિયાર અને પ્રભાવશાળી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સિલેક્શન થોડું અઘરું બની જાય છે.પણ છેલ્લે બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે.
જે રીતે સિલેક્શન માં જવાબદારીઓ સોંપી હતી તેજ રીતે પ્રેક્ટિસ નું પણ સોંપવામાં આવ્યું. દિવસ ઓછા હોવાથી સમયનું આયોજન પણ કોલેજ પછી એક્સ્ટ્રા અવર્સ માં ગોઠવવામાં આવ્યું.
હવે પ્રેક્ટિસની પળો માં રોય તન્વી તરફ વધુ ને વધુ આકર્ષવા લાગ્યો. રતન પણ આ રોયનું તન્વી તરફનું આકર્ષણ સમજી શકતો પણ એ સતત તે વાત ઇગ્નોર કરતો. તન્વી જ્યારે એના સોલો સોંગ ની પ્રેક્ટિસ કરતી હોય ત્યારે રોય અચૂક ત્યાંજ પહોંચી જતો.
જયારે તન્વીતો પહેલેથી જ રતન પાછળ જ પાગલ હતી.રતન એક ઉચ્ચ દરજ્જાનો નાટ્યકલાકાર હતો એ જ્યારે પાત્ર ભજવવા નું શરૂ કરે ત્યારે તન્વી પણ બધું જ મૂકી ત્યાં પહોંચી જતી.
પ્રેક્ટિસનો દોર અંતિમ તબક્કે પહોંચી રહ્યો હતો.એવામાં પ્રિન્સિપલ સાહેબ નો સંદેશ આવે છે કોલેજના ટ્રસ્ટીઓ સ્પર્ધકોની તૈયારી જોવા આવવાના છે.ત્યારે રોયને વિચાર આવે છે “તન્વીના પિતાજી પણ ટ્રસ્ટીમંડળ માં છે અને એ વિવિધ કલાના ચાહક પણ છે તો એક કોલેજનું મસ્ત પોસ્ટર પેન્ટિંગ બનાવી તેઓનું દિલ જીતવા પ્રયાસ કરવો જોઈએ.”
રોય તેના અત્યાર સુધીના પેઇન્ટિંગ માં સૌથી અદભુત,અંતરના રંગો ને કેનવાસ પર ઉતારી કોલેજનું આબેહૂબ 3D ચિત્ર બનાવે છે.
ટ્રસ્ટી મંડળ યુથફેસ્ટિવલના દરેક સ્પર્ધકોની તૈયારી જોઈ અભિભૂત થઈ જાય છે અને રોયની કામગીરીથી પ્રભાવિત થાય છે. “રોય તમે ખૂબ સરસ તૈયારીઓ કરાવી છે. હવે આશા રાખીએ કે યુથફેસ્ટિવલમાં ફરી પંડિત દીનદયાળ સાયન્સ કોલેજ છવાય જાય,વિશ યુ ઓલ ધ બેસ્ટ.”
***********