પેપર …પેપર.. અવાજ કાને પડ્યો ને અભય ની આંખ ખુલી,ઉઠી ને બહાર આવ્યો ને દરવાજો ખોલી પેપર ઉઠાવ્યું. ખુશનુમા વાતાવરણ, ઝરમર ઝરમર વરસતો વરસાદ, ઘરના આંગણામાં બહાર ઉગી નીકળેલા નાના ઘાસ ને લીધે લીલીછમ ધરતી((લૉન),કોયલ ના ટહુકા ઓ વિગેરે જોતા અને સાંભળતા અભય એ આળસ મરડી.”શૈલી આજે આપણે અહીં બહાર આંગણામાં બેસી ચા નાસ્તો કરીએ તો!”

શૈલી એ કહ્યું.”પહેલા નિત્યક્રમ તો પતાવો! મારે ચા નાસ્તો તૈયાર કરવામાં વાર નહીં લાગે.”

અભય પોતે સીએ થયેલ હતો તેની પોતાની ઓફીસ હતી અને તેની નીચે 35 જણા કામ કરતા હતાં. અને શૈલી એક એન.જી.ઓ. ચલાવતી હતી.બને ખૂબ જ સુખી જિંદગી ગાળતા હતા. તેઓ ખુબજ આર્થિક પછાત કુટુંબ માં ઉછરી મોટા થયા હતાં. અભય એ ખુબજ મહેનત કરી પાર્ટ ટાઈમ નોકરી કરી સી.એ. થયેલ હતો.અને શૈલીએ પણ જેમ તેમ કરી ને સ્નાતક ની પદવી મેળવી હતી પણ કુદરત એ તેઓને સંતાન સુખ થી વંચિત રાખ્યા હતાં.પણ તેઓ ઈશ્વર ની ઇચ્છા સમજી દુઃખી દરિદ્ર ની સેવા કરવી તે જીવન નો મુખ્ય ધ્યેય રાખ્યો હતો.

અભય તેનો નિત્યક્રમ પતાવી બહાર આંગણામાં બાંધેલા ઝુલા પર બેઠો. અને પેપર હાથમાં લીઘું. પહેલા જ પેઇજ પર હેડલાઈન હતી આખું શહેર જળબંબાકાર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાંચતાની સાથે અભય વિચાર માં પડ્યો , બિચારા એક તો આવક ઓછી હોય ને તેમાં આવી અણધારી આફત કેમ રહેતા હશે લોકો? ત્યાં સાયકલ ની ઘંટડી રણકી પેપરમેન બધા પેપર વહેચી પરત ફરતો હતો.અભય  ઉભા થઈ દોડતા”એ પેપર મેન..ઉભો રહે ” પેપરમેન એ બ્રેક મારી ને પાછળ જોતા “મેં તમારા ઘરે પેપર નાખ્યું” એકદમ હાંફળા ફાંફળા થઈ ને.

“હા. હા એતો મળ્યું ,આતો તને ચા નાસ્તા માટે બોલવું છું,આવ અંદર આવ.” કહી અભય ફરી ઝુલા તરફ વળ્યો અને પેપરમેન અવઢવમાં પડ્યો જો જઈશ નહીં તો તેને ખરાબ લાગશે તેથી હા પાડી તેની પાછળ ગયો.

અભય: શુ નામ છે તારું? અને ક્યાં રહે છે?

પેપરમેન: જી ..સાહેબ સમીર. શહેર ના પાદરમાં આવેલ ચાલી માં રહું છું.

અભય: ઓહો તો તે તો લગભગ 5 કિમિ દૂર છે તો ત્યાંથી અહીં? અને ત્યાં તો પાણી ભરાયા છે તો અહીં કઇ રીતે આવ્યો?

સમીર: જી..શુ કરવું! ગમે તે પરિસ્થિતિ હોય પેપર તો પહોંચાડવું જ પડે ને! જો પેપર ન પહોંચે તો ઘણાં લોકો નો દિવસ બગડે.

અભય ને વાત માં વધુ રસ પડ્યો તેને પુછ્યું, ” ગમે તે પરિસ્થિતિ મતલબ! અભય સમજી ગયો હતો પણ સમીરના મોઢે જાણવા તેને વધું પૂછ પરછ કરી. સમીર કહે સાહેબ ગમે તે મતલબ ટાઢ,તડકો, વરસાદ,ભુકંપ, પૂર ,હુલ્લડ વગેરે. હા પણ હુલ્લડ માં કોઈ ન નીકળે પણ અમારે તો નીકળવું જ પડે અને અમને કોઈ રોકે પણ નહી,ન પોલીસવાળા કે ન બંડ પોકારનાર.

અભય : ” તો પછી ડર ના લાગે?”

સમીર: “સાહેબ ડર કોને ન લાગે પણ ઘરની પરિસ્થિતિ જોવ એટલે એની પાસે ડર કાંઈ ન લાગે”

ઘરની પરિસ્થિતિ ની વાત આવી એટલે શૈલીએ થોડા ગંભીર થઈ ને પૂછ્યું કેમ ઘરની પરિસ્થિતિ અમે કાઈ સમજ્યા નહીં થોડું વિસ્તૃત વાત કર.

સમીર :આન્ટી જવા દયો ફરી ક્યારેક વાત કરીશ.અત્યારે મોડું થાય છે મારી બીજી નોકરી નો સમય થઈ ગયો.

શૈલી એ તેને રોક્યો ને કહ્યું ,બેટા આમ અધૂરી વાત નહીં પુરી વાત કર.હું તને કદાચ મદદ રૂપ બની શકું.

સમીરને શૈલી ના વાકયમાં અનેક આશા ઓ જન્મી અને અપેક્ષા ના પહાડ સાથે તેને આપવીતી શરૂ કરી.”આન્ટી મારુ બાળપણ ખુબજ જાહોજલાલી માં વીત્યું છે.મારા પિતાને એક મોટી પેઢી હતી અને અમો ગર્ભશ્રીમંત હતાં. પણ અમારા પર કાળની ગતી એ એવી કરવટ બદલી કે શેર માર્કેટ ના ઉત્તર ચઢાવ માં અમારી પેઢી ડુબી ગઈ જેના શોક માં મારા પિતા ને પેરાલિસિસનો એટેક આવ્યો ને તેનું અડધું અંગ ખોટું પડી ગયું.મારી માતા ને વ્યવહારુ જ્ઞાન ન હોવાથી ઘર ખર્ચ કાઢવા ટીફીન શરૂ કર્યા હતા. હું ત્યારે 8 વર્ષ નો હતો એટલે બહુ ખબર ન પડતી તેથી માં કહે તેમ કરે રાખતો.પૈસાની ખેંચ એ મારું ભણવાનું છોડાવી નાંખ્યું. પણ નસીબ ની કેવી બલીયારી, એ સમયે ભુકંપ આવ્યો ને અમારી છત્ર છાંયા સમાન મકાન કદદ્દભૂસ થઈ ગયું.અને મારી મા અને બાપુજી એ કાટમાળમાં દબાઈ ગયા. બચાવ રાહત વાળાએ જ્યારે કાટમાળ ઉપાડ્યો ત્યારે મારી માં બેભાન અવસ્થામાં મળી તેની કરોડ ભાંગી ગઈ હતી અને બાપુજીનો એક પગ કપાયેલો.હું ત્યારે ઘર ની બહાર રમતો હતો તે બચી ગયો. આ બચાવ રાહત વાળા કોઈ એનજીઓ માંથી આવેલ લોકો હતા.તેઓ અમને અમારા ગામથી અહીં લાવ્યા અને ચાલી માં રહેવાની વ્યવસ્થા કરાવી દીધી. હું નાનો હતો અને મારી મા અને બાપુજી ની આ હાલતને લીધે ત્યાના લોકો એ યથાશક્તિ મદદ કરતા રહ્યા પણ મારી નાની ઉમર માં એ સમજ પાડવા લાગી કે હવે માત્ર એક જ વસ્તુ ની તાતી જરૂર છે અને એ છે પૈસા ,ત્યારે પરિસ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે એવી હતી.હું ચાની લારી પર જવા માંડ્યો, ત્યારબાદ હોટલમાં, બુટ પોલીસ પણ કર્યુ અને હવે પેપરમેન સવારે અને ત્યારબાદ હોટેલમાં વેઇટર તરીકે જાવ છું. મહિનામાં 3000 કમાઉ છું તેમાંથી માં-બાપુજી ની દવા અને બે ટંક ખાવાનું મળી રહે છે.

શૈલીની અને અભય બંને ની આંખ માં આંસુ આવી ગયા.અભય એ સમીર ને પૂછ્યું તને ભણવાનું મન થાય છે?મોકો મળે તો ભણીસ? સમીર જવાબ માં”સાહેબ, આ પરિસ્થિતિમાં પણ મેં વાંચન ચાલુ જ રાખ્યું છે હું પેપર વાંચીને વાંચતાં શિખ્યો છું. મને મોકો મળે તો હું જરૂર ભણું.” અભય તો કાલથી તારા માં -બાપુજી ને શૈલી ના એન.જી.ઓ માં મૂકી આવજે ત્યાં તેઓ ની ખુબજ સરસ સાર-સંભાળ રખાશે. અને તું ભણવાનું શરૂ કરજે જો ફાવેતો અહીં અમારી સાથે રહેજે.

સમીર આ બધું થોડું અજુગતું લાગ્યું તેને પુછ્યું સાહેબ મારા પર આટલી મહેરબાની કેમ?

અભય એ હળવું સ્મિત આપીને કહ્યું ” બેટા અમે બંને પણ સામાન્ય અવસ્થા માંથી જ ઉપર આવ્યા છીએ. તારા જેટલો નહીં પણ અમે સંઘર્ષ કર્યો છે. ઉપરાંત અમારે સંતાન નથી તું અમારી સાથે રહીશ તો અમને સંતાન સુખ મળશે.તારે ભણવું છે તને ભણવાનું મળશે અને તારા માં-બાપુજીનું ધ્યાન પણ રહેશે તેમજ જરૂરી ઈલાજ પણ થઈ શકશે.સમીર એ અપેક્ષાસહ આપવીતી કહી પણ અહીં તો કહેવત સાચી પડી “ઈશ્વર જયારે કાઈ આપે તો છપ્પર ફાડી ને આપે”.


Newspaper Delivery Boys

In India, newspaper delivery boys are a crucial component of many people’s everyday lives. These young children, often between the ages of 8 and 15, distribute newspapers to homes all around India.

Delivering newspapers is a profession that demands a lot of effort, commitment, and timeliness. The normal job for a newspaper boy begins early in the morning, sometimes before sunrise. After picking up the newspapers at the distribution facility, they depart for their designated routes. They have to make sure that the newspaper is delivered on time to every house along their route.

The typical compensation for the newspaper boy is based on the quantity of papers delivered, making it a commission-based position. They are able to maintain their families and their educational expenses thanks to their small income.

Newspapers continue to be a significant source of information for many Indians despite the rise of digital media. The newspaper boy is crucial in making sure that the paper gets to the readers on schedule. They take considerable pleasure in their job and are frequently the readers’ initial point of contact.

Being a newspaper boy in India is not an easy profession since they frequently have to deal with difficulties including inclement weather, traffic, and the possibility of dog attacks. They are respected for their commitment and dependability, however they continue to be dedicated to their profession.

The number of newspaper boys has decreased recently as more families switch to digital media for their news needs. Yet, newspaper boys continue to play a significant role in India and remain an essential component of many Indians’ everyday life.

 

 

1 COMMENT

  1. Very nice interesting article, this type of situation only who understand who had struggle in past.

Comments are closed.