દોસ્તો હાલ તમને ખુબ જ નજીવી પણ બહુ જ અગત્ય ની વાત કરવા જઈ રહ્યો છુ. જેના વિશે દરેક ઘર ની સાર – સંભાળ રાખતી સ્ત્રી ને માહિતી હોવી જોઈએ. તમને ખ્યાલ છે મિત્રો કે રસોઈ ના સ્વાદ ને પૂર્ણ કરતુ નમક એ તમને રસ્તા પર થી મહેલ મા અને મહેલ મા થી રસ્તા પર લાવી શકે છે ? તો આ વિશે માહીતી મેળવી એ કે આવુ કઈ રીતે બને.

નમક ને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા તથા શુક્ર ગ્રહ નુ ચિહ્ન ગણવામા આવે છે. ચંદ્રમા મન ની ઈચ્છા ઓ ને પુર્ણ કરનાર છે જ્યારે શુક્ર ગ્રહ ભૌતિક સુખ – સગવડ પુર્ણ પાડનાર છે. આમ , નમક તમારી જીભ ને સ્વાદ પુરો પાડે જ છે પણ સાથે સાથે ભૌતિક સુખ – સગવડો તથા મન ની ઈચ્છા ઓપુર્ણ કરવા માટે પણ હિતકારી છે.

દોસ્તો નમક ને જો તમે સ્ટીલ તથા લોખંડધાતુ ના પાત્રમા સંગ્રહિત કરો તો ચંદ્રમા તથા શનિ ગ્રહ ના મેળાપ થી તમારા પર સંકટ ના વાદળો છવાઈ જાય છે. દોસ્તો સ્ટીલ તથા લોખંડ શનિ ગ્રહ ના ચિહ્ન મનાય છે. તેથી જો નમક તેમા સંગ્રહિત થાય તો સંકટ નો યોગ સર્જાઈ.

તમે અનુભવશો કે જો તમે સ્ટીલ તથા લોખંડ ના પાત્ર મા નમક સંગ્રહિત કરશો તો ઘર ની મહીલા મા મૂંઝવણ , માનસિક ત્રાસ તથા ઈર્ષા , દ્વેષ જેવા ગુણો ઉદ્દભવશે. જેથી થયેલા કાર્યો પણ બગડવા લાગશે. આમ ક્યારેય પણ નમક નો સંગ્રહ આ બે ધાતુ ના પાત્ર મા ન કરવો.

અન્ય એક માન્યતા એવી પણ છે કે નમક ને ક્યારેય પણ પ્લાસ્ટિક ના પાત્ર મા સંગ્રહિત ના કરવુ જોઈએ. કારણ કે , નમક ને પ્લાસ્ટિક ના પાત્ર મા સંગ્રહ કરવા થી તમારા ઘર મા ક્યારેય પણ લક્ષ્મિ નો વાસ થતો નથી તથા આવેલ લક્ષ્મિ પણ પાછી ચાલી જાય છે.

અને તમે આ પરીસ્થિતિ વિશે વિચારીને મૂંઝવણ મા મુકાઈ જશો કે આ બધુ શુ થાય છે ? આથી બને ત્યા સુધી અમક ને પ્લાસ્ટિક ના પાત્ર મા સંગ્રહિત કરવા નુ ટાળવુ. તો હવે એક મુંઝવણ એવી પણ ઊભી થાય છે કે નમક ને પ્લાસ્ટિક , સ્ટીલ કે લોખંડ એ કઈ ધાતુ ના પાત્ર મા સંગ્રહ ના કરી શકાય તો તેનો સંગ્રહ શેમા કરવો ?

તો આપની આ મુંઝવણ નો ઉત્તર છે કાચ. હા મિત્રો કાચ એ રાહુ નુ ચિહ્ન છે. માટે જો કાચ ના પાત્ર મા નમક નો સંગ્રહ કરવા મા આવે તો આપણા માટે લાભદાયી છે. આ ઉપરાંત નમક ને સંલગ્ન એવી ઘણી બાબતો છે જેનુ ધ્યાન રાખવુ આવશ્યક છે. દોસ્તો , નમક ને બને ત્યા સુધી ક્યારેય પણ જમીન પર ના પડવા દો. કારણકે તેના થી તમારૂ નસીબ કમજોર પડી જાય છે. બીજી બાબત એ છે કે જ્યારે પણ આપણે ઘર મા રસોઈ બનાવતા હોઈએ ત્યારે તેમા નમક નો ઉપયોગ કર્યા બાદ તેને ટેસ્ટ કરવુ નહી.

કારણ કે તેના કારણે આહાર અશુદ્ધ થઈ જાય છે તથા ઘર મા ધન ની અછત સર્જાય છે. આ ઉપરાંત નમક કોઈ ને હથોહથ ના આપવુ તથા જો આપવુ હોય તો કોઈ વસ્તુ સાથે રાખી ને આપવુ. નમક બને ત્યા સુધી કોઈ પેકેટ મા ના લેવુ બને તો પાત્ર નો આગ્રહ રાખવો. કારણ કે તેનાથી ધન નો વ્યય થાય છે તથા વ્યવ્હારો મા તિરાડ પડે છે.

જો તમને કોઈ માણસ ગમતો ન હોય તથા વિચારો મા જાજુ અંતર રહેતુ હોય તો તેવા ઘર ના નમક તથા નમક થી બનેલી વસ્તુ ઓ નો ત્યાગ કરવો. આ ઉપરાંત જો તમારુ ઘર ધન ને લગતી સમસ્યા ઓ થી ઘેરાયેલુ હોય તો તેના માટે એક ઉપાય છે. સૌપ્રથમ એક કાચ નુ નાનુ પાત્ર લઈ લો તેમા ચોખ્ખુ જળ તથા ઘર વપરાશ મા લેવાતુ નમક ઉમેરો.

પછી તેને ઘર ના નેઋત્ય ભાગ મા મુકી તેની પાછળ લાલ રંગ નો બલ્બ લગાવી દો. અને આ પાણી સુકાઈ જાય ત્યારબાદ ફરી આ પ્રક્રિયા અનુસરવી. આ પ્રક્રિયા ને અનુસરવા થી રાહુ ને લગતી તમામ સમસ્યા ઓ દુર થાય છે તથા ઘર મા સુખ શાંતિ અને સમૃદ્ધિ નો માહોલ સર્જાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.