રચિતની આંખો નીચે કુંડાળા છે.રડી રડીને આંખો સોજી ગઈ છે.તેના ખોળામાં સાડા ત્રણ મહિનાનો કાનો સૂતો છે ને સામે ખાટલામાં તૃષા મૂર્છિત સૂતી છે.તેના હાથમાં સોય સ્ટીચ કરેલ છે જેમાંથી તેને જરૂરી  બાટલાઓ ચડાવવામાં આવે. તેની હાલત જોતા રચિત ભૂતકાળમાં જતો રહે છે.

તૃષાના ઘરમાં આજે બધા ખુબજ ખુશ હતાં 11 વર્ષે તેના ઘરે પારણું બંધાવા ના સારા સમાચાર મળ્યા હતાં. તૃષા અને રચિત બન્ને 11 વર્ષથી બાળક માટે અનેક ડોકટરના દરવાજે અને અનેક ધાર્મિક જગ્યાઓ ઓના દરવાજે શરણ લીધું હતું

ઘરમાં અચાનક જ બધું બદલાવા લાગ્યું,જે લોકો તૃષાને વાંજીયા પણા ના મહેણાં આપતા એ જ લોકો હવે લળી લળી ને માન પાન આપવા લાગ્યા હતાં.તૃષા મનોમન વિચારતી અને રચિત ને કહેતી,” આ માણસનું વ્યક્તિત્વ પણ કેવું હોય છે!!શરીસૃપ પ્રાણીની જેમ પળે પળે રંગ બદલે.”

પણ લાગણીભીના મનુષ્યો આવી બધી વાતો ભૂલી વર્તમાનમાં આવેલ ખુશીમાં જીવવું વધુ પસંદ હોય છે.તૃષાના ઘરે શ્રીમંત નોમોટો પ્રસંગ યોજાયો ખુબજ ધામે ઘૂમે રચિતે આયોજન બદ્ધ ઉજવ્યો.

સમય પસાર થવા માંડ્યો અને પ્રસુતિ સમય આવી ગયો.લેબરપેઇન ઉપડતા ઘરેથી રચીતને ફોન ગયો ઇમરજન્સી છે ડો.દોશી ને ત્યાં પહોંચો.રચિત ઓફિસથી હાંફળો ફાફળો હોસ્પિટલ પહોંચ્યો. તૃષાને લેબરરૂમ માં લઇ ગયા હતાં.ઘરના સભ્યો શું સમાચાર આવશે એ વિચારમાં આતુરતા પુર્વક બેઠા હતાં. પણ,અચાનક નર્સને દોડાદોડી કરતાં જોઈ.કંઈક કોમ્પ્લિકેશન ઉભું થયું હોય તેવું જણાવા લાગ્યું.ત્યાં નર્સ દોડતી આવી “જલ્દી બી નેગેટિવ બ્લડની બોટલ લઈ આવો અને આ ઇન્જેક્શન પણ….” આટલું કહી નર્સ દોડી અંદર જતી રહી.રચિત નું મગજ તર્ક વિતર્ક કરવાની પરિસ્થિતિ માં ન હોય યંત્રવત દવાની દુકાન તરફ દોડવા લાગ્યો ત્યાં એમ.ડી.ફિઝિશિયન ડો.જોશીને આવતા જોયા.રચિતને હવે પ્રશ્ન થયો .”એમ.ડી. ડો.જોશી શા માટે આવ્યા હશે?”રચિત ફટાફટ ઇન્જેક્શન પહોંચાડી.બ્લડની બોટલ લેવા બ્લડ બેન્ક તરફ દોડ્યો.રચિત કઈક વિચારવા માંગતો હતો પણ હાલ એ શુન્ય મનસ્ક થઈ માત્ર કાર્ય કરતો હતો.રચિત બ્લડબેન્ક થી બ્લડ લઈ દોડતા ફરી હોસ્પિટલ પહોંચે છે.ત્યાં એ જોવે છે નાનું નવજાત બાળક એક સફેદ વસ્ત્રમાં વીંટાયેલું રચિતના મમ્મી પાસે છે.એની મુખમુદ્રા જોઈ રચિતનો તણાવગ્રસ્ત ચહેરો થોડો આનંદિત થાય છે પણ તૃષા હજુ લેબર રૂમમાં જ છે.રચિત એ તરફ ખેંચાય છે.

થોડીવારમાં તેને ઈન્ટેનસીવ કેર યુનિટમાં ફેરવવા માં આવી.કંઈ સમજાતું ન હતું આ બધું માત્ર મુક પ્રેક્ષક બની બધા જોઈ રહ્યા હતા ,હવે રચિત તૃષાની હાલત જોઈ આકુળ વ્યાકુળ થયો હતો, તે ડોકટર સાથે વાત કરવા ઝંખતો હતો. ત્યાં નર્સ બોલાવવા આવી” મી.રચિત તમને ડોક્ટર સાહેબ બોલાવે છે.”

રચિત ડો.દોશી ની કેબિન માં જાય છે ત્યાં સામે ડો.દોશી અને ડો.જોશી બને બેઠા હોય છે તેઓ ગંભીર કોઈ ઊંડી ચર્ચા કરતાં બેઠા હોય છે.ડો.દોશીનું ધ્યાન રચીત તરફ જાય છે ,”રચિત પ્લીઝ કમ… બેસો… પ્રસુતિ દરમિયાન બ્લડપ્રેશર ના લીધે થોડું કોમ્પ્લિકેશન થયું છે. બાળક બચી ગયું પણ તૃષાની હાલત નાજુક છે.મી.જોષી તેના પ્રયત્નો કરી રહ્યાં છે. બાળકના જન્મ સુધી મારો રોલ હતો હવે ડો.જોષી કેસને હેન્ડલ કરશે.” આટલું કહી ડો.દોશી તેની વાત પૂરી કરે છે. અને હવે ડો.જોષી આગળ રચિત ને,” જૂઓ રચિત હું સમજી શકું છું તમે ખૂબજ શોકડ છો. પણ આવા કેસ હજારોમાં એક બનતો હોય છે. અને પાછું તૃષા નું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ છે.આપણે જરૂરી બધીજ સારવાર કરીશું.તમારો સહકાર આવશ્યક છે.બાકી અંતે બધું ઈશ્વર ના હાથમાં હોય છે.”