મિત્રો , બચત એ એવુ રામબાણ અસ્ત્ર છે જે આપણ ને આપણા કપરા સંજોગો મા થી બહાર નીકળવા માટે મદદરૂપ થાય છે. મે અને તમે ક્યાક ને ક્યાક આ વસ્તુ અનુભવેલી છે કે નાનપણ મા આપણ ને કોઈપણ પૈસા આપતુ તો તેને ગલ્લા મા સાચવી ને રાખી દેતા અને પછી બચત કરેલા પૈસા ની ચોકલેટ ખરીદી ને આનંદ મેળવતા. આજે આવુ જ કઈક લોજીક આપણે આપણા લેખ મા ચર્ચશુ.

આપણે મોટા થઈ એ એટલે એક જ વસ્તુ કહીએ ભાઈ , આ વસ્તુ લેવી છે પણ પૈસા નથી ? આમ , નાનપણ થી યુવાની સુધી મા આ બચત નો ગુણ ક્યાક લુપ્ત જ થઈ જાય છે તો આજે ફરી આ બચત ના ગુણ નુ મહત્વ સમજાવીશુ. ૨૫ વર્ષ ની ઉમર પછી વ્યક્તિ એટલી તો સક્ષમ બની જ જાય છે કે પોતાની કમાણી મા થી નિયમીત ૨૦૦ રૂપીયા બચાવી શકે.

  • આ આખી ગણતરી આપણે કમ્પાઉન્ડિંગ ફોર્મ્યુલા દ્વારા સમજીશુ. કમ્પાઉન્ડિંગ ફોર્મ્યુલા નુ સુત્ર છે.
  • A=P (1+r/n)nt
  • A-કુલ રકમ , P-મુળ રકમ , r- વ્યાજ નો દર , n-એક વર્ષ મા કેટલીવાર કમ્પાઉંડીંગ , nt-કુલ સમય

હવે સમજો તમે નિયમીત ૨૦૦ રૂપીયા બચાવો છો બરાબર. હવે ૨૦૦ ને ૩૦ વડે ગુણો એટલે મહીના ના ૬૦૦૦ રૂપીયા બચે અને આ ૬૦૦૦ ને ૧૨ વડે ગુણો એટલે વર્ષ ના ૭૨,૦૦૦ રૂપીયા થયા અને જો આ બચત અંદાજીત ૨૦ વર્ષ સુધી અનુસરો તો ૧૪.૪૦ લાખ રૂપીયા થશે.

હવે તમે વર્ષ ના ૭૨,૦૦૦ રૂપીયા મ્યુચ્યુઅલ ફંડ ની ઘણી સારી એવી સ્કિમો મા ઈન્વેસ્ટ કરો જે અંદાજીત વર્ષ નુ ૧૦% વ્યાજ આપે છે અને ૨૦ વર્ષ સુધી સતત આ પધ્ધતિ અનુસરો તો તમે ૨૦ વર્ષ બાદ બની શકો છો ૨૦ લાખ રૂપીયા ના માલિક. એવુ નથી કે તમે ૨૦ વર્ષ માટે જ કરો તમે શરૂઆત ૫ વર્ષ થી પણ કરો અને ત્યારબાદ ધીમે ધીમે સમય વધારતા જાઓ.

મ્યુચ્યુઅલ ફંડ ની એક સ્કિમ છે લિકવિડ ફંડ સ્કિમ કે જે બચત ખાતા રૂપે કાર્ય કરે છે. જેમા ગયા વર્ષે ૧૦ થી ૧૨ ટકા નો વ્યાજદર અનુસરવા મા આવ્યો હતો. આ ફંડ મા તમને ઈચ્છા હોય ત્યારે પૈસા ઉપાડી શકો છો. આમ , અહી પૈસા ડુબી જવા નો ભય રહેશે નહી.

મ્યુચ્યુઅલ ફંડ નિવેશ માટે નુ ઉત્તમ સ્ત્રોત છે. કારણ કે , તમને તમારા નિવેશ નુ સૌથી ઊંચુ વળતર અહી પ્રાપ્ત થાય છે. ગયા વર્ષ ની વાત કરીએ તો ૭૮% સુધી નુ વળતર લોકો ને પ્રાપ્ત થયેલુ છે માટે એક વખત આ આયોજન વિશે વિચારી ફરી બચત ની પ્રક્રિયા મા ભાગ લેવો. જેથી આપણુ આવનાર ભવિષ્ય ઉજ્જવળ બની શકે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

👉 અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.  

👉 આ આર્ટીકલ માંથી તમને કોઈ નવી જાણકારી મળી? અથવા તમને ગમ્યો? અથવા તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને નીચે કોમેન્ટબોક્સ મા લખી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
આ પ્રકારના લેખો અથવા અન્ય નવા લેખો જે અમારી વેબસાઈટ પર અપડેટ થાય તે જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

અમારા ફેસબુક પેજને જોવા માટે અહીં ક્લિક કરો.