ઓફિસની ઇમારત આગળ આવીને ઓટૉરીક્ષા અટકી. પહેલા મુરલી નીચે ઉતર્યો પછી ક્રિષ્ના ઉતરી. ક્રિષ્ના આગળ વધવા જતી હતી કે, મુરલીએ એને રોકી.
“ક્રિષ્ના આ પ્રસાદ…”
ક્રિષ્ના ઊભી રહી. હજી એનું મોં ફુલેલું હતું. એણે પ્રસાદ લેવા હાથ લંબાવ્યો. મુરલીએ સાકરનું પેકેટ ક્રિષ્ના તરફ લંબાવ્યુ. ક્રિષ્ના એને લેવા જ જતી હતી કે, મુરલીએ એને થોડુંક પાછું ખેંચી લીધું….
“આમાંથી અડધું મારું છે!” એજ મનમોહક સ્મિત સાથે મુરલીએ કહ્યું. મુરલીએ જાણે આજે ક્રિષ્નાને તંગ કરવાનુંજ નક્કી કરેલું.
“તો તું જ રાખીલે!” ક્રિષ્ના કોઇ વાત કરવાના મૂડમાં ન હતી. એ આગળ ચાલવા ગઈ ત્યાંજ મુરલી એની આગળ આવીને ઊભો રહી ગયો.
“કેવી રીતે રાખી લઉ? અડધું તારુંય છે!” મુરલી હસી પડ્યો.
“તું કંઇ સલમાનખાન નથી એના ડાયલોગ મારવાનું બંધ કર!” મુરલીને હસતો જોઇ ક્રિષ્ના વધારે ગિન્નાઇ.
“તે તુંયે ક્યાં કરીનાકપૂર છે?” મુરલીએ સાકરનું પડીકું ક્રિષ્નાના હાથમાં પકડાવ્યું અને જાણે સ્વગત બબડતો હોય એમ બોલ્યો, “શી’સ સો બ્યુટિફુલ! સો હૉટ!”
“લુચ્ચો એક નંબરનો!” ક્રિષ્ના ફટાફટ એની ઓફિસમાં ભાગી.
ક્રિષ્ના ઓફિસમાં દાખલ થઈ. ત્યાં શું ચાલી રહ્યું હશે? બોસને ક્રિષ્ના બહાર ગઈ છે એમ, કોઇએ કહ્યું નહી હોય તો એમને હજી ખબર નહીં હોય….હે ભગવાન બસ, આજે બચાવી લેજે પછી કદી આવું નહીં કરું! આવું બધું મનમાં વિચારતી ક્રિષ્નાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! ત્યાં કોઇ ન હતું!
“મેડમ! બધા લોકોની સાહેબે અર્જંટ મિટિંગ બોલાવી છે, પાંચ મિનિટ પહેલા જ ગયા બધા. ટોપ ફ્લોર પર હૉલ છે…” પટાવાળા શિવુએ ક્રિષ્નાને ઓટૉમાંથી ઉતરતી જોઇ હતી. એ ભાગતો આવ્યો હતો, ક્રિષ્નાને જાણ કરવા! કોણ જાણે કેમ પણ શિવુને ક્રિષ્ના પ્રત્યે એક લાગણી બંધાઇ હતી. શિવુને તે એક સારી છોકરી લાગી હતી.
“થેંકયું અન્ના!” ક્રિષ્ના જવાબ આપીને મિટિંગ ચાલતી હતી એ તરફ ભાગી.
ક્રિષ્ના ઉપર પહોંચી. એનું નસીબ સારું હશે તે દરવાજો ખુલ્લો જ હતો. એણે ધીરેથી અંદર ડોકું નમાવ્યું. અંદર એક મોટા ટેબલની ફરતે ખુરસીઓ ગોઠવાયેલી હતી. ટેબલના સૌથી આગળના અને એની સામેના ભાગે એક એક ખુરસી હતી. બન્ને બાજુઓએ સાત સાત ખુરસી મુકેલી હતી. શ્રીવિજ્યાસ્વામી છેક આગળના ભાગવાળી એક ખુરસીમાં બેઠા હતા. એમની બન્ને બાજુ બે બે છોકરીઓ બેઠેલી. કોઇનું ધ્યાન દરવાજે ઊભેલી ક્રિષ્ના તરફ ન હતું.
ક્રિષ્નાને થયુ કે બોસની નજર ચુકવીને અંદર ગુસી જાય. પછી તરત જ થયુ કે, જો પકડાઇ જશે તો સફાઇમાં કંઇ બોલવા જેવુ નહીં રહે!
એણે ધીરેથી પુછ્યું, “મે આઇ કમ ઇન સર?”
કંઇક વાતમાં વ્યસ્ત સરે એક નજર નાખી બારણે અને હાથથી જ અંદર આવવાનો ઇશારો કર્યો. ક્રિષ્ના એક નાની બાળકીની જેમ ભાગીને બે છોકરીઓ પછીની ત્રીજી ખાલી ખુરસીમાં ગોઠવાઈ ગઈ.
એને શ્વાસ ચડી ગયેલો. ઓટૉમાંથી ઉતરી ત્યારની એ ભાગતી જ રહેલી! મુરલીએ કહેલું કે, તું તારા બોસની પરમીસન વગર મારી સાથે ફરી રહી છે, ત્યારનું એનું મન ઉચાટમાં હતું. હવે એને જરી ધરપત થઈ. એણે ત્યાં ચાલી રહેલી ચર્ચામાં ધ્યાન પરોવ્યું. શ્રીવિજ્યાસ્વામી બોલી રહ્યા હતા,
“પ્રયત્ન કરતા રહો. સો વાર પ્રયત્ન ના કરો ત્યાં સુંધી હાર ના માનો! તમારે સામે વાળા માણસની ગરજ છે એને કદાચ તમારું કામ હોય કે ના પણ હોય, એટલે બને એટલી મિઠાશથી સામેવાળી પાર્ટી સાથે વાત કરે રાખવાની. હોઇ શકે એ થાકેલો કે અકળાયેલો હોય, વાત કરવાની ઘસીને ના પાડીદે તો પણ આપણે અકળાવાનું નહીં. હસીને ફરીથી ફોન કરીશ કહીને ફોન મુકી દેવાનો. જ્યારે એ મુડમાં હોય ત્યારે વાત કરવાની. આ વીક દરમિયાન તમારે કેટલીક ચીજોનું વેચાણ કરવાનું છે, ઓન લાઇન! તમારી ખુબીઓ બહાર લાવવામાં આ ટાસ્ક તમને ખુબ મદદરુપ થશે. અત્યારે ગ્રાહક સાથે અને નાના વેપારી સાથે કેવી રીતે ડીલ કરવું તે શિખશો તો, આગળ જતા મોટી મોટી કમ્પની અને હાઇલી એજ્યુકેટેડ પર્સન સાથે વાત કરવામાં વાંધો નહીં આવે. ઇન્ફોર્મેશન! બધીજ નાનામાં નાની વાતની તમને જાણકારી હોવી જોઇએ. સામેવાળી પાર્ટી જેટલું કહે એ, અને ના કહે એ પણ, તમે જાણતા હોવા જોઇએ. તમારા કોન્ટેક્ટ તમને આમા કામે લાગશે. ઇન્ટેરનેટમાં માહિતીનો ભંડાર ભરેલો છે, એ તમારા કામમાં આવસે પણ એનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો જરુરી છે. એમાં બતાવેલી દરેક મહિતી સાચી જ હોય એ જરુરી નથી. અહીં ઘણા લોકો તમને ગુમરાહ કરવા જ બેઠા હશે. મલ્ટીનેસનલ કંપનીમાં કામ કરવું એટલે મગરોથી ભરેલી નદી તરીને સામે પાર જવું! અને જો તમે પહોંચી ગયા તો કંપની તમારા માટે બધું જ કરી છૂટસે! સારો પગાર, ઘર, ગાડી, ક્યારેક કોઇ સારવાર કરાવો તો એનોય ખર્ચો કંપની તરફથી!”
એ થોડીવાર અટક્યા. સામે પડેલો ગ્લાસ ઉઠાવી પાણી પીધું. બધી છોકરીઓ પર એક નજર નાખી પછી કહ્યું,
“વેલ! કામ તો ચાલતું જ રહેવાનું. વચ્ચે જ્યારે સમય મળે થોડી મજા કરી લેવાની.” એમણે હસીને ફરીથી બધી છોકરીઓ તરફ એક નજર નાખી.
“ઓકે. આજનું શેસન અહિં પૂંરું કરીયે. એક બીજી વાત. આજે સાંજે મારા ઘરે એક પાર્ટી છે અને તમારે બધાએ એમાં આવવાનું છે.”
“વાહ…. મને પાર્ટીમાં જવાનું બહું ગમે. હું જરુર આવીશ સર!” માધુરીએ નાના બાળકની જેમ બે હાથે તાલી પાડીને કહ્યું.
“કોઇનો બડ્ડે છે સર?” ક્યારની ચૂપ બેઠેલી શિવાનીએ એના બધા દાંત દેખાય એટલું પહોળું સ્મિત કરીને પુછ્યું.
“ના કોઇનો બર્થડે નથી. તમારા લોકો માટે જ ખાસ વેલકમ ડીનર ગોઠવ્યું છે! બધા સાંજે આંઠ વાગે મળીયે, મારા બંગલે, ઓકે?”
ઓકે નો જવાબ બધી છોકરીઓએ ઓકે કહીને આપ્યો. ક્રિષ્નાનું મન ન હતું પાર્ટીમાં જવાનું પણ બોસને ના કહેવાની એની હિંમત ના ચાલી. એ ઊભી થઈ કે અચાનક એને આંખે અંધારું છવાઇ ગયું. એને ચક્કર આવી ગયા. એને થયુ કે હમણા પડી જશે. એ પાછી એની ખુરસી પર બેસી પડી કે ફસડાઇ પડી!
“શું થયું ક્રિષ્ના?” બોસ તરતજ એની મદદે આવ્યા.
બીજી છોકરીઓ ઊભી રહી ગયેલી એમને જવાનું કહીને શ્રીવિજ્યાસ્વામીએ ક્રિષ્નાનો હાથ પકડી એને ઊભી થવામાં મદદ કરી.
ક્રિષ્નાનું માથુ ભમતું હતું પણ એ હવે સ્વસ્થ હતી. કાલ સવારનું એણે કંઇ ખાધું ન હતું. સાંજે વોમિટ થયેલી એમાં આખું પેટ ખાલી થઈ ગયેલું. આજે પાછો ઉપવાસ કરેલો, સવારની દોડધામમાં ચા પણ પીધી ન હતી. અત્યાર સુંધી સાથ આપ્યા પછી, હવે એના શરીરે એનો સાથ છોડી દીધો….એને ચક્કર આવી ગયા!
ક્રિષ્નાએ આંખો ખોલી, એ હવે પૂરેપૂરી સ્વસ્થ થઈ ગઈ હતી. પણ, આ શું? એ એના બોસની છાતી પર માથું ઢાળીને ઊભી હતી. શ્રીવિજ્યાસ્વામીનો એક હાથ એની ટુંકી બાયની કુર્તીમાંથી ખુલ્લા થતા એના ખભા પર ફરી રહ્યો હતો અને બીજો હાથ એની કમર પર અજગરની જેમ વિંટળાયેલો હતો….!
એના બોસને એક ધક્કો મારીને એ દૂર હટી ગઈ. એને ચક્કર આવ્યાને એ ખુરસીમાં બેસી પડી પછી શું થયેલુ? એણે બરોબર યાદ કરવાની કોશિષ કરી. એને એના બોસે ઊભી થવામાં મદદ કરેલી અને એની અસ્વસ્થતાનો ફાયદો ઉઠાવી એ છીં….!
એક જ પળમાં એનું બોસ પ્રત્યેનું બધું માન ઉતરી ગયું. એ કંઇક ધ્રુણાથી એમની તરફ એક નજર ફેંકીને બહાર નીકળવા જતી હતી ત્યાં જ એના બોસે કહ્યું,
“રેલેક્ષ બેબી! આટલું અકળાઇ નહીં જવાનું. તને ના ગમે એવુ હું કંઇ નહીં કરુ. મને કશો વાંધો નથી પણ, અહિં તને મારી જરુર પડવાની….હું તને અહિં જ કાયમી નોકરી અપાવી દઈસ બદલામાં તારે…તું સમજે છે ને?”
ક્રિષ્ના ગુસ્સાથી તમતમી ઉઠી. બોસને એક તમાચો મારી દેવા એના હાથ કાંપી રહ્યા, એનું આખું શરીર કાંપી રહ્યું, એનાથી હવે વધારે અહિં નહિં ટકી શકાય એમ લાગતા એણે બહાર નીકળીને જોરથી બારણે ધક્કો મારીને એને બંધ કર્યું. એ લિફ્ટમાં નીચે આવી અને ઓફિસમાં ના જતા એમની ઓફિસની નીચે આવેલી નાનકડી કેન્ટિંગમાં જઈ બેસી ગઈ.
બે મિનિટ એમજ વીતી ગઈ. ક્રિષ્ના બન્ને હાથે એનું મોઢું છૂંપાવી એનો ગુસ્સો ખાળવાનો પ્રયાસ કરી રહી. “સાલાની આટલી હિંમત? એ સમજી શું બેઠો છે મને ? હું એને એવી સસ્તી છોકરી લાગી?”
એની સામેની ખાલી ખુરસીમાં કોઇ આવીને બેઠું હોય એમ એને લાગયુ. એણે એ તરફ ધ્યાન ના આપ્યું. એણે મોં આગળથી એના હાથ હટાવ્યા. વેઈટર જેવો એક છોકરો ક્યારનોય ઓર્ડર લેવા આવીને ઊભો હતો. એને ક્રિષ્નાની સામે આવીને બેઠેલી છોકરીએ બે સ્ટ્રોંગ કોફી લાવવા કહ્યું.
“શું થયુ?” પેલી યુવતીએ પુછયું.
“અરે યાર તને પૂંછું છું, શું થયુ?” પેલીએ ફરીથી પુછ્યું.
હવે ક્રિષ્નાએ સ્વસ્થ થઈને સામે બેઠેલી વ્યક્તી તરફ જોયુ. સફેદ, લાંબી અને પહોળી ટી શર્ટ પહેરેલી એક યુવતી તેની સાથ વાત કરી રહી હતી. ટેબલની સામે એને એટલુજ દેખાયું. ક્રિષ્નાને તરત શું કહેવું એ સમજમાં ના આવ્યું.
“તું અહિં ટ્રેનીંગ માટે આવી છેને મેં તને જોયેલી. શું થયુ બોસે કંઈ કહ્યું?”
ક્રિષ્નાના હોઠ બોલવા માટે ખુલ્યા અને તરત જ પાછા ભિડાઇ ગયા. એ હવે બિલકુલ સ્વસ્થ હતી. કોઇ અજાણી યુવતી સાથે કેટલી વાત કરવી જોઇએ એ વિચારી એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું.
કોફી આવી ગઈ હતી.
“આ તારા માટે છે.” સામેવાળી યુવતીએ સહેજ હસીને કહ્યું.
ક્રિષ્નાને એની તાતી જરુર હતી. સહેજ હસીને એણે સામે આભાર માન્યો. એણે એ યુવતી સામે નજર કરી. પાતળા મોઢાવાળી એ ઘઊવર્ણી યુવતી પહેલી નજરેજ ચબરાક અને ખુબ આત્મવિશ્વાસી લાગતી હતી. એના ખભા સુંધીના છૂટા વાળ સફાઇબંધ કપાયેલા હતા જે સુંદર લાગતા હતા. એ ચશ્મા પહેરતી હશે કદાચ એના નાકની ડાંડી પર ઉપરની બાજુએ બન્ને તરફ નિશાન હતા.
“હું મીરા. છેલ્લા ચાર વરસથી અહિં જૉબ કરુ છું. તારા રૂમની ઉપર જ મારું ક્વાર્ટર છે. હું અહિં એકલી જ રહું છું મારા હસ્બંડની જૉબ ચેન્નઈમાં છે. શરુ શરુમાં હું પણ તારા જેવી જ હતી. વાતે વાતે રડી પડતી. ઘરમાં સાલુ કોઇ ઊંચો અવાજ કરીને વાત પણ ના કરતું અને અહિં, બોસ મનફાવે ત્યારે ઉતારી પાડતો! મનમાં થતું કે ઘરે પાછી જતી રહું પણ આટલી સારી જૉબ છોડવી મને પોસાય તેમ ન હતું. મમ્મી પપ્પાને હું એકનીએક સંતાન છું. અમે લોકો મિડલક્લાસ ફેમિલિમાંથી બીલોંગ કરીયે છિયે. લાઇફને સરખી રીતે ચાલતી રાખવા નોકરી કરવી જ પડે! બસ, એડજસ્ટ થવાનું ચાલુ રાખ્યું. કામમાં જ મન પરોવી મારું બેસ્ટ આપતી ગઈ. પૂરું એક વરસ સ્ટ્ર્ગલમાં ગયું પછી મારી સાથેના બધા રીજેક્ટ થયા અને હું એકલી સિલેક્ટ થઈ, મને અહિં જ જોબ મળી ગઈ. એ પછી મારો આત્મવિશ્વાસ વધી ગયો. હું મન દઈને કામ કરતી જ ગઈ અને આજે, જોઇલે તારી સામે બેઠી છું. કંપનીની એક વિંગની ડેપ્યુટી સેક્રેટરી!”
ક્રિષ્નાને હવે લાઇટ થઈ. એની સામે જેવ્યક્તિ બેઠી હતી એ હતી, એ. એસ. મીરાકુમારી! એ ક્રિષ્ના જેવી કેટલીયે છોકરીઓ માટે આદર્શ સમાન હતી. એની એક મુલાકાત માટેય કેટલાયે દિવસોની રાહ જોવી પડતી, એ અત્યારે એની સાથે એની જુની સખીની જેમ વાત કરી રહી હતી. કદાચ એની આ સરળતાએજ એને આટલે પહોંચાડી હશે! ક્રિષ્નાનો મુડ સુધરી ગયો. મનોમન એણે ક્રુષ્ણનો આભાર માન્યો. છેક છેલ્લી ગડીએ જ્યારે જ્યારે એ હારીને હથીયાર હેંઠા મુકવાનું વિચારતી હોય ત્યારે કોઇ ને કોઇ રૂપે એનો શ્યામળીયો એની મદદે આવી જ જાય છે!