મિત્રો ભગવાન ભોલેનાથ મુખ્ય ત્રણ દેવતાઓમાંના એક દેવતા છે. ભારત દેશમાં ભગવાન શિવ ના અસંખ્ય મંદિરો આવેલા અને તેના ભક્તો પણ ઘણા વધારે છે.આથી જ લગભગ દરેક ગામમાં શિવજીનું મંદિર આવેલું હોય છે.હમણાં એક ખબરે તરખાટ મચાવ્યો છે જેમાં શિવજીની સોનેરી મૂર્તિ ઉત્તરપ્રદેશના એક ઇલાકામાંથી મળી આવ્યાંની ચર્ચા છે


.
ભારત દેશ માં ટોટલ ૧૨ ભગવાન શિવ ની જ્યોતિર્લીંગ છે. લોકો શિવ ના દર્શન માટે ઘણા દૂર દૂર સુધી નીકળી જાઈ છે. ગણા લોકો શિવ ની કૃપા પામવા માટે હિમાલયમાં પણ લોકો શિવ મંદિરોના દર્શને જાય છે.સોમનાથ સહિત શિવના બાર જ્યોતિર્લિંગો જગભરમાં પ્રસિધ્ધ છે. એક ખબર અનુસાર લોકોએ રેલ્વેના પાટા નજીક ભગવાન શિવની સુર્વણમૂર્તિ જોયેલી છે.લગભગ ૩૦૦ કિલો વજનની આ મૂર્તિની નજીક જતાં સાપના દર્શન થતા હોવાની પણ ખબર ફેલાઇ હતી.

મિત્રો આપણે જેની વાત કરી રહ્યા છીએ તે વાત છે ભારત ના ઉત્તરપ્રદેશ રાજ્ય ના રાનીવાડા-તહસીલના પ્રાચીન એવા રત્નાવટી અરિયા ની છે. જ્યાં રેલ્વેના ટ્રેક પાસે લોકોને ભગવાન શિવની સોનાની જેમ પ્રભાવશાળી રીતે ચમકતી મૂર્તિ જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે,મૂર્તિ ઘણાં વર્ષો પુરાણી છે અને ગંજાવર વજન ધરાવે છે. રત્નાવટીમાં રેલ્વે ટ્રેક નજીક મળેલ શિવજીની આ મૂર્તિની પાસે જતાં લોકોએ સર્પો જોયા હતાં.અહીં ઉલ્લેખનીય છે કે,ભગવાન શિવના ગળામાં,જટામાં અને હાથમાં સર્પ નજર આવે છે.શિવનો સર્પપ્રેમ અને સર્પનો શિવ પ્રેમ આથી પ્રતિત થાય છે.

જે લોકોએ ત્યાનું દ્રશ્ય જોયું તે લોકોનું માનવું છે કે,આ મુર્તિ ની રકક્ષા ભગવાન શિવ ના પ્રિય એવા નાગદેવતાઓ કરે છે. શિવની આ મૂર્તિ સોનેરી રંગયુક્ત હોવાથી જાણે સૂવર્ણની મૂર્તિ હોય એવું ભાસે છે. કદમાં શિવની આ મૂર્તિ લગભગ ૩૦૦ કિલો વજનની હોવાનું કહેવામાં આવે છે.સોશિયલ મિડીયા પર પણ તેની તસ્વીરો વાઇરલ થયેલી છે.લોકો આને એક જાતનો ચમત્કાર ગણાવી રહ્યાં છે.

ભગવાન ભોલેનાથ ની આ મૂર્તિને ત્યાં વસવાટ કરતાં લોકોએ નજીકના શિવ મંદિરમાં પોચડી હતી. ત્યના સ્થાનિકોનું માનવું છે કે આ મૂર્તિ અંદરથી પોલાણ ધરાવે છે.મતલબ કે,મૂર્તિ અંદરથી ખોખલી છે.જો કે,શિવલીંગની માથે આ મૂર્તિ તેની આ પ્રકારની બાંધણીને લીધે રાખી શકાય તેમ છે.મૂર્તિ રતનપુર ગામના લોકોની નજરમાં આવી હતી.તેઓએ યોગ્ય સંભાળ સાથે મૂર્તિને નજીકના શિવમંદિરમાં પ્રસ્થાપિત કરી છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.