યુથફેસ્ટિવલનો દિવસ આવી ગયો, રોય તન્વી, નિશા,હાર્દિક, રોનક,રતન બધા ટિમ સાથે યુનિવર્સિટી પહોચે છે.દરેક લોકો ઉતેજના સાથે યુથફેસ્ટિવલ ના માહોલ માં જોડાય છે.રોનકને રતન થોડો નબળો દેખાતો માલુમ પડે છે એ પૂછે પણ છે તબિયત તો સારી છેને!! પણ રતન હસતા હસતાં જવાબ આપે છે. “યા આઈ એમ વેલ.” યુનિવર્સિટી ના મેઈન હોલમાં નોટિસ બોર્ડ પર વિગતવાર જુદી જુદી સ્પર્ધાઓની જગ્યા અને સમય-પત્રક ચીપકવેલા હોય છે.જુદી જુદી કોલેજ માંથી આવેલ ટીમ આ હોલ માં ટોળું વળી ઉભા હોય છે અને તેઓના ટિમ લીડર સુચના ઓ આપતા હોય છે.અહીંથી પછી બધી ટિમ જુદી જુદી દિશાઓમાં ફંટાઈ જાય છે.બે દિવસમાં જ યુથફેસ્ટિવલનું આયોજન હોય છે જેમાં અલગ અલગ કેટેગરી મુજબ કુલ 28 સ્પર્ધાઓ હોય છે.
યુનિવર્સિટી હોલમાંથી રોય બધી ટીમ ને જરૂરી સૂચના આપે છે અને રવાના કરે છે.અને એ પોતે તન્વી સાથે જાય છે.છુટા પડતાં પહેલાં તન્વી રતન નજીક જાય છે એક પ્રેમી યુગલ જે રીતે એક બીજાને વિશ કરે તેમજ રતનને…” રતન…ઓલ ધ બેસ્ટ..દર વર્ષ ની જેમ બેસ્ટ એક્ટર ની પ્રાઈઝ જીતી લાવજે.”
રતન એના સ્વાભાવ મુજબ ગંભીર મુખમુદ્રા માં ડોકું ધુણાવે છે.અને તન્વી ને”વિષ યુ ઓલ ધ બેસ્ટ ટુ… તારી કોમ્પિટિશન શરૂ થાય તે પહેલાં કોલ કરજે…”,અટલું કહી રતન તન્વીને અને બીજા મિત્રો ને ગળે લગાવે છે.
રોય એજ સાઈડ માં ઉભા બધું જોતો હોય છે અને મનોમન , “તન્વીને મારો પત્ર તો મળી ગયો હશે? તન્વી અને રતન એકબીજાને પ્રેમ કરતાં હશે? એમની આ વર્તણુક પરથી તો એવું જ લાગે છે.તન્વીએ પત્ર મળ્યો હોય તો કોઈ રિસ્પોન્સ કેમ નથી? સમય મળતા જ તન્વી ને પૂછી લઈશ.”
****
તન્વીનો સોલો સોંગ માં વારો આવે છે. અને ગાવાનું શરુ કરે છે.એનું ગીત સાંભળી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.નિર્ણાયકો પણ ખુબજ ઝુમી ઉઠે છે.પંડિત દીનદયાળ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ એક સાથે ચિઅરઅપ કરતાં વાતાવરણ માં એક અલગ માહોલ ઉભો થાય છે.ત્યારબાદ એક પછી એક વાદ્ય અને સંગીતની સ્પર્ધા આગળ વધતી જાય છે.
બીજી તરફ નિશા નિબંધ સ્પર્ધા માં પોતાના અંતરથી શ્રેષ્ઠ લખાણ લખી આવે છે. હાર્દિક વકતૃત્વ સ્પર્ધામાં મંચ ગજાવી મૂકે છે.રોનક અને રતન હવે તેમના નાટય સ્પર્ધા માટે રાહ જોઈ રહ્યા હોય છે.નાટય સ્પર્ધામાં એમની કોલેજ નો વારો બીજા દિવસે હોય છે.પહેલો દિવસ ખુબજ જીવંત માહોલ વચ્ચે પૂરો થાય છે.સામાન્ય રીતે ઘણી સ્પર્ધાઓમાં તેનું પરિણામ સ્પર્ધા પત્યા બાદ તરત જ આપી દેતા હોય છે.પણ આ વખતે યુથફેસ્ટિવલ નો ચાર્મ છેલ્લે સુધી ટકાવી રાખવા બધીજ સ્પર્ધાના પરિણામો છેલ્લે જાહેર કરવાનું નક્કી કરેલ હોય છે.
બીજા દિવસે નાટયસ્પર્ધાનો સમય પણ આવી ગયો, નાટ્યમંચ ની પાછળ જ તન્વી,નિશા, રોય ,હાર્દિક બધા સપોર્ટ માં પહોંચી જાય છે. હજુ નાટય સ્પર્ધામાં કોલેજ નો વારો આવવાને સમય હતો ત્યાંજ રતન તન્વીની પાસે જાય છે અને કહે છે,”તન્વી..આજનું પરફોર્મન્સ માત્ર અને માત્ર તારા માટે જ કરું છું.હું આ લાસ્ટ યરમાં એક્ઝામ પર જ ફોકસ કરવા માંગતો હતો પણ એ દિવસે કેન્ટીન માં જ્યારે તારો યુથફેસ્ટિવલ માં પાર્ટ લેવા માટે ઉત્સાહ-ઉમંગ એ મને વિચારવંત કરી દીધો અને મને પાર્ટ લેવા વિવશ કરી દીધો.” આટલું કહી તેના માથા પર એક ચુમી લે છે અને જતો રહે છે.
તન્વીના હૈયામાં રોયના પત્ર એ જગાડેલ પ્રેમભાવના રૂપી દીવડો , રતનના સ્પર્શરૂપી અનુભવાયેલ વર્ષાથી બુઝાઈ જાય છે.રોય આ બધું જ નિહાળતો હોય છે અને એ વચ્ચે પડી તન્વીને પોતાનું હૃદય ખોલી નાખવા માંગતો હોય છે.પણ એને સમાજનું બંધન આડું આવે છે.કેટલાય વર્ષો પછી મળેલ આ નોકરી તેની પ્રેસ્ટીજ નું શું?અંદર રહેલી કલાઓ ઓળખી ચાન્સ આપનારાઓ શુ વિચારશે?એક વિદ્યાર્થીનીના પ્રેમમાં પડી ગયો!! અંતરના અવાજ એ એને અટકાવ્યો.
નાટય સ્પર્ધામાં કોલેજ નું નામ બોલાય છે.બધાં જ લોકો સેટ ગોઠવવામાં લાગી જાય છે.બે નાટક વચ્ચે 15 મિનિટનો સમય સેટ ગોઠવવા માટે ફાળવવામાં આવે છે અને પછી 30મિનિટ નું એકાંકી ભજવાનું શરૂ થઈ જાય છે.એક પછી એક નાટકના પાત્રો સ્ટેજ પર આવતા જાય છે.લોકો નાટક ના પાત્રો,તેના સંવાદોની ભાષા શૈલી, એક્ટિંગ,લાઇટિંગ,બેક ગ્રાઉન્ડ મ્યુઝીક,થીમ વિગેરે હાજાર તમામ લોકોનું દિલ જીતી લે છે. રતન એના અંદાઝમાં જ્યારે સંવાદનું આદાન-પ્રદાન કરે છે ત્યારે દરેક સંવાદો પર તાળીઓ પડે છે. તન્વીને એના દરેક સંવાદો પર ઉછળતા જોઈ વર્ષોના પ્રેમ સામે રોય તેના ટૂંકા સમયનો પોતાનો પ્રેમ ફિક્કો લાગે છે.જોત જોતામાં નાટક એની ચરમસીમા પર પહોંચે છે. છેલ્લા સીનમાં અચાનક જ મંચ પર સંવાદનું આદાન પ્રદાન કરતાં રતનને રોનક બંદૂક તાકી ગોળી છોડે અને રતન સ્ટેજ પર પડે તેવો સીન ભજવવાનો આવે છે.રતન અભિનય સાથે ધડામ દઈ સ્ટેજ પર પડે છે,લોકો આ સીન જોઈ ખૂબ જ ઉતેજના અનુભવે છે.તાળી ઓના ગડગડાટ વચ્ચે સીન પૂરો થાય છે અને પડદો પણ પડે છે.
મંચની પાછળ ઉભેલા બધા સાથીઓ ઉજવણી કરવામાં લાગી જાય છે.પણ રતન….એ ઉભો નથી થતો…મૂર્છિત અવસ્થામાં જતો રહ્યો હોય છે.રોય ,તન્વી,રોનક, હાર્દિક અને બાકી કોલેજ ટીમના બધા લોકો તેને મંચ પરથી ઉતારી મેકઅપ રૂમમાં લઇ જાય છે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવે છે. રોય રતનનાં ખાસ મિત્રો એવા હાર્દિક, રોનક, નિશા,તન્વી ને તેની સાથે હોસ્પિટલ જવાની સૂચના આપે છે અને રોય પોતે કોલેજ ની ટીમ બીજી સ્પર્ધાઓ ના સંચાલન માટે ત્યાં જ રોકાય છે.
એમ્બ્યુલન્સ તેની ઉપરની લાલ બત્તી સાયરન સાથે ઝબુક..ઝબુક થતી કરી રસ્તાના ટ્રાફિકને ચીરતી,દોડતી,હોસ્પિટલ એ પહોંચે છે.હોસ્પિટલ માં તુરંત ઇમરજન્સી વોર્ડમાં લઇ જાય છે.ડોકટર આવે ત્યાં સુધીમાં સપોર્ટિંગ સ્ટાફ ફટાફટ તેનું બીપી.,સુગર વગેરે પ્રાથમિક પરિક્ષણ કરી રાખે છે. ડોક્ટર આવે છે બ્લડ સેમ્પલ લઇ ટેસ્ટ માટે રવાના કરે છે.જરૂરી સારવાર મળ્યાં બાદ તેને સ્પેશિયલ વોર્ડ માં ટ્રાન્સફર કરે છે. રોનક રતનના ઘરે જાણ કરે છે.જેથી તેના મમ્મી અને દાદાજી આવી જાય.સ્પેશિયલ વોર્ડમાં ગ્લુકોઝના બાટલા અને સાથે જરૂરી બીજી વેકસીન આપે છે.લગભગ દોઢેક કલાક બાદ રતન ભાન માં આવે છે.એકબાજુ તન્વીને અને બીજીબાજુ તેના મમ્મી ને બેઠેલા જોવે છે.તન્વીએ રતન નો હાથ પોતાના હાથમાં રાખેલો છે.અને તેના મમ્મી રતન ના માથા પર હાથ ફેરવતાં હોય છે.
ડોક્ટર સાહેબ હસતા ચહેરે આવે છે “હવે, કેવું લાગે છે?” રતન જવાબમાં “સર..બેટર..” ડોક્ટર બીજો સવાલ પૂછે છે.” ઉજાગરા ઓ બહુ કર્યા છે?’ રતનના ચહેરા પર સ્માઈલ આવે છે તન્વી તરફ જોઇને.”હા સાહેબ, દિવસે યુથફેસ્ટિવલ ની તૈયારી અને રાત્રે પ્રોજેકટ ની તૈયારી”. યુથફેસ્ટિવલ પછી નકજીના સમયમાં જ સાયન્સ પ્રોજેક સબમિટ કરવાનો હતો. રતન એકદમ લાસ્ટ યરમાં માસ્ટર પ્રોજેક્ટ સબમિટ કરવા માંગતો હતો”. ડોક્ટર સાહેબ બધાને સંબોધતા “રતન ને કાઈ ગંભીર બીમારી નથી જસ્ટ ઉજાગરા અને થાક ના લીધે જ મૂર્છિત થયો હતો.રિપોર્ટ આવી જાય એન્ડ કનફોર્મ થઈ જાય એટલે તમને રજા આપી દઈશ.” આટલું કહી ડોક્ટર જતા રહે છે.રતન બધાને “અરે.. તમે બધાં મારી પાસે છો તો યુથફેસ્ટિવલ? ત્યાં રોય સરની મદદમાં કોણ? …તમે લોકો યુનિવર્સિટી જાવ… મને સારું છે.” બધાં એકબીજા સામું જોવે છે.પણ તન્વી ત્યાં જ બેઠી રહે છે.રતન તન્વી ને..”તન્વી તું પણ જા અને મારી પ્રાઈઝ તું લઇ આવજે.” તન્વીની રતનને છોડી જવાની ઈચ્છા ન હતી પણ રતનના વાક્ય એ તેને પાછી જવા મજબુર કરી તાબડતોબ જેમ એમ્બ્યુલન્સ માં આવ્યા હતાં એમ જ મારમમાર યુનિવર્સિટી તરફ ટેક્સી કરી જાય છે.
યુથફેસ્ટિવલ તેની ચરમસીમા પર હોય છે. કોલજ નો વારો લગભગ બધીજ સ્પર્ધામાં આવી ગયો હોય છે બસ હવે ચાલુ સ્પર્ધા જોવાની અને ત્યારબાદ ઇનામ વિતરણની રાહ જોવાની બાકી રહે છે.રોય તન્વીના ચહેરા પર ની ચમક જોઈ સમજી જાય છે કે રતનને સારું હશે.તો પણ ઔપચારિક તેણે હાર્દિક ને પૂછી લીધું.”રતનને કેમ છે? ડોકટર એ શું કહયું?” હાર્દિક વળતા જવાબમાં “હી ઇસ ઓલરાઇટ, એ છેલ્લા ઘણા દિવસોથી રાત્રે સૂતો ન હતો, તે દિવસે યુથફેસ્ટિવલ ની તૈયારી અને રાત્રે સાયન્સ પ્રોજેકટ ની તૈયારી કરવામાં લાગ્યો હતો એટલે આવું બન્યું.”
છેલ્લે યુનિવર્સિટી ની બધી જ કોલેજ નું એક મહિના થી જુદી જુદી સ્પર્ધાઓની જે તૈયારીઓ કરતાં તેનું પરિણામ અને પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન શરૂ થાય છે.સ્ટેજ ની વચ્ચે એક સાથે દસેક ખુરશીઓ ગોઠવાઈ છે.તેમાં યુનિવર્સિટી ના હોદેદારો અને આમત્રિત મહેમાનો ગોઠવાઈ છે.મંચના એક ખૂણા પર મોટા ટેબલ પર શિલ્ડ ગોઠવ્યા હોય છે.અને બીજા ખૂણા પર માઇક નું સ્ટેન્ડ ગોઠવેલ છે.યુનિવર્સિટી ના જુના અને લોકપ્રિય રજીસ્ટાર કે જેઓ સાહિત્ય રસિક હતાં,તેમને શાયરીઓ સાથે મહેમાનો નું સ્વાગત પ્રવચન કર્યું ,અને ત્યારબાદ એક પછી એક મંચસ્થ મહેમાનો એ યુથફેસ્ટિવલ વિશે અને યુવાનોને કેરિયર વિશે ના ઉદબોધનો આપ્યાં. હવે જેની બધાને તાલાવેલી હતી ઈનામ વિતરણની શરૂઆત થઈ.એક પછી એક ઈવેન્ટ નું પરિણામ બોલાતું ગયું અને આ વખતે પણ પંડિત દીનદયાળ સાયનસ કોલેજના વિદ્યાર્થીઓએ જ બાઝી મારી હતી.નિશા,હાર્દિક, તન્વી દરેકના સોલો અને ગ્રુપ ઇવેન્ટમાં નંબર આવ્યા પણ નાટકમાં ઘણી રસાકારી વચ્ચે કોલેજનો નંબર બીજો આવેલો હતો. પણ બેસ્ટ એક્ટરના ઇનામ માટે તો રતને જ દાવેદારી પ્રસ્થાપિત કરી દીધેલ હતી અને તેને જ મળ્યું.રતન વતી શિલ્ડ લેવા તન્વી ગયેલ હતી.યુથફેસ્ટિવલ ની જે આતુરતાથી રાહ જોવાઇ હતી એનાથી બે ગણી ઉત્તેજના સાથે તન્વી,નિશા,હાર્દીક,રોનક,રતન,અને કોલેજના બીજા બધા વિદ્યાર્થીઓ એ યુથફેસ્ટિવલ નો આનંદ ઉઠાવેલો.આ બે દિવસ માં અલગ -અલગ કોલેજના વિદ્યાર્થીઓ ,કો- ઓરડીનેટરો વચ્ચે સુમેળ પણ સધાયો.અંતે એક મહિના ની મહેનત , 2 દિવસની ઉતેજ્નાઓ અને આંનદ, ગમાં-અણગમા, ખુશી-ગમ સાથે યુથફેસ્ટિવલ પૂર્ણ થાય છે.
રતન ને એક જ દિવસમાં હોસ્પિટલમાથી રજા આપી દે છે.તન્વી …રતનની ટ્રોફી તેના ઘરે આપવા જવાનું વિચારે છે, તે બીજા મિત્રો ને જણાવે છે, રોય સરને પણ આવવા મનાવે છે.તન્વી તેના પપ્પા કે જે કોલેજ ના ટ્રસ્ટીઓ માના એક છે તેને પણ સાથે આવવાનું કહે છે.આમ,બધા સાથે મળી રતનના ઘરે પહોંચે છે.રતન એકદમ રસરપ્રાઇઝ થાય છે. તન્વી ખુબજ ઉતેજના સભર હોય છે.તેનો ઉત્સાહ છલકતો હોય છે. અને રતનના ઘરે તેના મમ્મી અને દાદાજી ખુબ જ સરસ આવકાર આપે છે અને પછી રતનને મળેલ ટ્રોફી રતનને આપવા માટે તન્વી ઉભી થાય છે.” લેડીઝ એન્ડ જેન્ટલમેન આપણી કોલેજ દ્વારા જે નાટક રજુ કરવામાં આવેલ તેનો દ્વિતીય ક્રમ આવેલ છે. પણ અમારા આ છેલ્લા યુથફેસ્ટિવલ માં ફરી એકવાર બેસ્ટ એક્ટર નું ઇનામ જાય છે મી.રતન ગુપ્તા .” બધાનું અભિવાદન જીલતા તે ટ્રોફી લેવા તન્વી પાસે જાય છે. ત્યાં તન્વી ગુટણીયે બેસી રતનને ટ્રોફી ધરી,”રતન હું તને દિલોજાનથી ચાહું છું,તારી સાથે લગ્ન કરી આગળની જિંદગીમાં સાથ આપવા માંગુ છું. વિલ યુ મેરી મી? ” અનએકસપેક્ટેડ પ્રપોઝ થી રતન ડઘાઈ જાય છે.બધા પણ અચરજમાં પડી જાય છે. રોય ના હૃદયમાં તન્વીના શબ્દો તીરની જેમ ચુભે છે.અરમાનોનો કાચનો મહેલ કદદ્દભૂસ થઈ જાય છે. રતન 2 મિનિટ ની શાંતિ બાદ તન્વીને ખભાઓ પકડી ઉભી કરે છે તેને માથા પર એક ચુંબન કરે છે અને એક અલભ્ય આલિંગન આપી “યસ ડેફીનેટલી… ઇટ્સ માય પ્લેઝર….આઈ ઓલ્સો વોન્ટ તું ઓપન માય હાર્ટ અગેન્સ્ટ યુ બટ યુ ડીડ ઇટ બીફોર મી.” બધા જ લોકો તાળીઓથી વધાવે છે.
—— THE END —-