કોલેજમાં રિશેષનો ડંકો રણકતાની સાથે જ કલાસરૂમમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર ધ્યાનસ્થ થયેલા વિદ્યાર્થીઓ આ ડંકાના અવાજ સાંભળી વિચલિત થયા.અને બધા વિદ્યાર્થીઓ પોત પોતાની બુક્સ સમેટાવા લાગ્યા જેમ ગાયો નું ધણ એક સાથે ધસી આવતું હોય તેમ વર્ગખંડ ના જુદા જુદા દરવાજાઓ માંથી વિદ્યાર્થીઓ નીકળવા લાગ્યા.
કોલેજના કોરિદોરમાં આવેલ નોટિસ બોર્ડ પર ઘણા વિદ્યાર્થીઓનું ટોળું હતું, કેટલાક વિદ્યાર્થીઓ ટોળા પાછળ થી નોટિસ બોર્ડ પર જામેલ કુતૂહલતા જાણવા પ્રયાસ કરતાં હતાં,અમૂક વિદ્યાર્થીઓ ખાલી નજર ફેરવી ચાલતી પકડતા અને અમુક વિદ્યાર્થીઓ ચીટકેલી નોટિસ પર જાણે રીસર્ચ પેપર તૈયાર કરવાનું હોય તેમ નોટીસ બોર્ડ સામે ખોડાય વાંચતા ઉભા રહેલા .
તન્વી ,નિશા,રોનક,હાર્દિક,રતન પાંચેય રાબેતા મુજબ કોલેજ કેન્ટીનમાં ભેગા થયા.
કેન્ટીન કોલેજ કંપાઉન્ડના વેસ્ટ કોર્નર માં આવેલ,જ્યાં તેના બે દરવાજાઓ છે,એક દરવાજામાં પ્રવેશ કરતાં જ ડાબી તરફ કેસ કાઉન્ટર અને તેની હરોળમાં જ આગળ સર્વિસ કાઉન્ટર છે. કેસ કાઉન્ટર પર હંમેશા ની જેમ જ રહીમ બિઝનેસ સમાચાર ખોલીને બેઠો છે.જાણે બજારના ઉતાર ચડાવની અસર તેને જ થતી હોય. કેન્ટીનમાં લગભગ સાત જેટલાં એલ્યુમિનિયમના ગોળ ટેબલ છે .જેમાં એકદમ કેન્ટીનના સેન્ટરમાં આવેલ ટેબલ પર બધા ગોઠવાય છે.
તન્વી ખુબજ ઉત્તેજના સાથે,”હાઈ ફ્રેન્ડ્સ.. નોટીસબોર્ડ જોયું? “
બધાને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના છેલ્લા લેક્ચરનો ભાર હજુ માનસ પટલ પર છવાયેલો હતો તેમજ આ ભારને કેન્ટીન માં બેસી જાતભાતની વાતોના ગપ્પા ઠોકી દૂર કરવા પ્રયાસ ચાલી રહ્યો હતો.
તન્વીના ખુબજ કર્ણપ્રિય ટહુકામય અવાજ સાંભળતા જ ઉંઘમાંથી સફાળો જાગ્યો હોય તેમ રોનકએ… ,”ના,યાર આ સાલા કેમિસ્ટ્રીના કંપાઉન્ડ સિંટેક્સ કેમ યાદ રાખવા એ ચિંતા માં નોટીસબોર્ડ જોયું જ નથી….તું જ કહી દે કંઈ ખાસ હોય તો.!!”
“અરે ખાસ નહીં ખાસમખાસ!!” તન્વીનો ચહેરો ઉત્તેજના સભર હતો અને અવાજમાં રણકો હતો.
રતન તેના ગંભીર ચહેરા અને ઘટ્ટ ઘેઘુર અવાજ થી “બસ..હવે રબરની જેમ વાતને લાંબી ખેંચ નહીં,જે હોય તે ફટાફટ કહી દે….ગાયઝ..આઇ એમ ગોઈંગ ફોર માય ઓર્ડર. એની વન વોન્ટ્સ ટુ ઓર્ડર?”
હાર્દિક અને રોનક..”અમારા ખારી બિસ્કિટ અને ચા” નિશા એ કોફીનું કહ્યું અને તન્વી મોઢું મચકોડીને “મારો ઓર્ડર હું જાતે આપી આવીશ..”
“ઓકેય..નો પ્રોબ્લેમ..” કહી રતન કેન્ટીનના બુકિંગ કાઉન્ટર તરફ જવા લાગ્યો.
તરત જ નિશા-તન્વીને ,”ઓ ..કમઓન.. વાય આર યુ રીએક્ટિંગ લાઈક અ ચાઈલ્ડ?ટેલ મી વ્હોટ યુ વોન્ટ?”.. રતન પાછળ ફરીને ..”હેય નિશા! ડોન્ટ વરી આઈ નો વ્હોટ શી વોન્ટ.” આટલું કહી રતન ફરી બુકીંગ કાઉન્ટર તરફ આગળ વધ્યો.
હાર્દિક અને રોનક ,”ચલ ને જવા દેને અમને તો જણાવ કે નોટીસબોર્ડ પર શું ખાસમખાસ છે?”
ફરી પાછી તન્વી એક્સાઇટમેન્ટમાં આવી ગઈ “ગાયઝ થોડી રાહ જુવો રતન આવે એટલે કહું..” રોનક અકળાઈ માથે હાથ દઈને,”અરે યાર આ તમારા બંનેના નાટકથી હવે અમને ત્રાસ થાય છે!વારંવાર નાના રિસામણા અને મનામણાથી…”
તન્વી,નિશા, હાર્દિક,રોનક અને રતન પાંચેય શહેરની એક માત્ર પંડિત દીનદયાળ સાયન્સ કોલેજના બી.એસ.સીના ફાઇનલ યર માં હતાં.ભણવાની સાથે જૂદી જુદી પ્રવૃતીઓમાં પણ એ લોકો આગળ પડતા હતાં.
તન્વી ખુબજ સુરીલા કંઠ વાળી, નિર્દોષ, નટખટ,ચંચળ, સોહામણી છોકરી ….તેના પિતા તે કોલેજના ટ્રસ્ટીઓ પૈકીના એક હતાં. પણ તન્વીને ક્યારે એ વાતનું અભિમાન ન હતું.અલબત્ત તેના મિત્રો પૈકી માત્ર રતનને જ આ વાતની ખબર હતી.તન્વીના મીઠા મધુર અવાજના લોકો ઘાયલ હતા કોલેજની તે લતા મંગેશકર જ હતી.એ છેલ્લા બે વર્ષથી સોલો ગીત સ્પર્ધામાં ઈન્ટર યુનિવર્સિટી સુધી રેન્કર હતી. તન્વી રતનને પ્રેમ કરતી હતી.પણ,રતન કઈક અલગ જ માટીનો હતો એને મન પ્રેમની વ્યાખ્યા કઈક અલગ જ હતી. એ તન્વીને ખૂબ જ ચાહતો પણ એમના ગોલના લીધે તન્વીને ઇગ્નોર કરવા પ્રયાસ કરતો પણ અંતે તન્વીની નિર્દોષ નખરાળી વાતોમાં ભોળવાઈ જતો.
રતનના પિતા ભૂષણ ગુપ્તા આર્મીમાં મેજર હતાં તે કારગીલ યુદ્ધમાં શહિદ થયા હતાં તેના દાદા રણબીર ગુપ્તા રિટાયર્ડ કર્નલ તેની પરવરીશમાં રતન મોટો થયો હતો.રતન ખુબજ ગંભીર, વેલ ડીસીપ્લીન્ડ, લાંબો, બાવડાંબદ્ધ,અને ટેલેન્ટેડ છોકરો છે.તેનો એક માત્ર ગોલ છે દેશની સેવા કરવી. રતન એના દાદા અને પિતાની જેમ આર્મીમાં જવા નથી માંગતો પણ એ સાયન્સમાં ડોક્ટરેટ થઈ વેપન ટેકનોલોજી માં આગળ વધવા માંગતો હતો.ડો.એ.પી.જે.અબ્દુલ કલામને આદર્શ માનતો હતો.
“શો વોહટ ઇસ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ન્યુઝ ઓન ધ નોટિસ બોર્ડ?” રતન ઓર્ડર દઈ પાછો ફરી ખુરશી પર બેસતાં.
તન્વી પોતાની ખુરશી પર ચડી ગઈ,ટેબલ પર રહેલ ટોમેટો કેચઅપની બોટલને હાથમાં લઈ માઇક બનાવી કોઈ જાહેરાત કરતી હોય એમ મોટેથી “અટેનશન પ્લીઝ હિયર આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ વોહટ ઇસ ધ ગુડ ન્યૂઝ ઓન ધ નોટિસ બોર્ડ ઇઝ…ઇઝ….ઇઝઝઝઝ…..યુથ ફેસ્ટિવલની ડેઈટ ડિકલેર થઈ ગઈ છે.યે એ………..!!!!!!”
નિશા પણ તન્વીની જેમ જ ચિઅર અપ કરવા લાગી,હાર્દિક નીચું મોઢું કરી હસવા લાગ્યો,રતન એ હળવું સ્માઈલ આપ્યું અને રોનક અકળાઈને “યાર છેલ્લી અડધો કલાકથી આમારા માથા ના વાળ આ ન્યુઝ આપવા ખેંચતી હતી?તુયે…..@@@” મનોમન ગાળ બોલીને તન્વી અને નિશાની ઉજવણી જોવા લાગ્યા.
*********** to be continue..