ઠંડી ની મૌસમ ધીમે ધીમે પોતાની પકડ બનાવતી જાય છે અને વાતાવરણ ઠંડુગાર બનાવતી જાય છે. આ મૌસમ મા જો કોઈ ગરમા-ગરમ ચા સાથે હળવો નાસ્તો મળી જાય એટલે મજા જ પડી જાય. તો ચાલો આજે એક અદ્યતન વાનગી ની રેસિપિ શીખીએ જેનુ નામ છે વિસનગરી તુવેર ના ટોઠા.

વિસનગરી તુવેરના ટોડા બનાવવા માટે જરૂરીયાત પડતી સાધન-સામગ્રી :

સૂકી તુવેર-૫૦૦ ગ્રામ , લીલુ લસણ સવા કીલો , લીલા મરચા-૬૦૦ ગ્રામ , આદુ-૩૦૦ ગ્રામ , સુકી ડુંગળી-૫૦૦ ગ્રામ , ટમેટા-૫૦૦ ગ્રામ , કોથમીર-૨૦૦ ગ્રામ , તલ નુ તેલ-૧ લીટર , લીંબુ-૨ નંગ , ખાંડ-૧૦૦ ગ્રામ.

વધાર માટે :

જીરૂ-૨ ચમ્મચી , તજ-૨ ચમચી, તમાલપત્ર-૨ ચમચી , લાલ મરચુ-૨ ચમચી , હળદર-૨ ચમચી , નમક-સ્વાદ મુજબ.

ગાર્નિશિંગ માટે:

નાયલોન જીણી સેવ-૫૦૦ ગ્રામ , ક્રશ કરેલ સીંગદાણા અને તલ-૧ બાઉલ.

તુવેર ના ટોઠા બનાવવા માટે સૌપ્રથમ સાજી ના ફુલ પાણી મા નાખી તુવેર ને આ પાણી મા ૮ કલાક માટે રાખી મુકો. ત્યારબાદ લીલા લસણ ને મોટા ટુકડા મા સમારી એક ડિશ મા સાઈડ મા રાખી દો. હવે લીલા મરચા , આદુ તથા ડુંગળી ને એક પછી એક મિક્સર મા ક્રશ કરી નાખો તથા ટમેટા અને કોથમીર ને એક બાઉલ મા બારીક સમારી રાખી દો.

હવે કુકર મા તુવેર ને બાફવા મુકો. બાફવા સમયે ધ્યાન રાખવુ કે તુવેર કાચી પણ ના રહે અને સાવ તુટી જાય એટલી બફાઈ પણ ના જાય. હવે કડાઈ મા ઓઈલ ઉમેરી તેમા જીરૂ , તજ , તમાલપત્ર નાખી વધાર મારો. વધાર થઈ જાય એટલે તેમા સમારેલુ લીલુ લસણ ઉમેરો. આ લસણ બ્રાઉન ના થાય ત્યા સુધી ઓઈલ મા સાંતળો.

આ લસણ ઓઈલ મા સરખી રીતે સંતળાઈ જાય એટલે તેમા મિક્સર મા ક્રશ કરેલી આદુ , મરચા અને ડુંગળી ની પેસ્ટ ઉમેરો. આ બધુ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેમા પલાળેલી તુવેર ઉમેરો અને ૮-૧૦ મિનિટ સુધી આ મિશ્રણ મા ફ્રાય કરો. હવે તેમા સ્વાદ મુજબ લાલ મરચુ પાવડર , હળદર , નમક , લીંબુનો રસ તથા ખાંડ ઉમેરો અને હલાવી મિક્સ કરો.

હવે તેમા ટમેટા , સિંગદાણા , તલ અને જીણી સેવ ઉમેરી ૫-૭ મિનિટ સુધી ધીમી આંચે ફ્રાય થવા દો. તો તૈયાર છે વિસનગરી તુવેર ના ટોઠા અને આ ટોઠા ને એક પ્લેટ મા સર્વ કરી બ્રેડ સાથે તેનો આનંદ માણી શકાય.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.