ભારતીય રસોઈ ઘર માં એવી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે જેના ઉપયોગ થી કોઈ પણ જાતની બીમારીને દૂર કરી શકાઈ છે. આવીજ એક ઔષધિ છે અજમો, જેનો ઉપયોગ સદિયોંથી થતો આવેલ છે. તે પાચન ક્રિયામાં પણ ખુબજ ફાયદાકારક છે. તે કફ, પેટ કે છાતીનો દુખાવો અને કૃમિ રોગમાં ફાયદાકારક રહે છે. સાથે જ એડકી, જીવ ગભરાવો, ઓડકાર, મૂત્ર અટકવું અને પથરી વગેરે બીમારીઓમાં ફાયદાકારક છે. તો ચાલો જાણીએ અજમાના આરોગ્યના લાભ વિષે.
ઉધરસ થવા ઉપર
મિત્રો જો ઘર માં કોઈ ને ઉધરસ હોય તો અજમાના રસમાં બે ચપટી કાળા મરી ભેળવીને તેનું સેવન કરો અને તેનું ગરમ પાણી પી લો. તેનાથી તમારી ખાંસી ઠીક થઇ જશે.
શરદી માં
વાતાવરણ ના બદલાવ સાથે લોકોના નાક બંધ થઈ જતાં હોય છે જેથી શરદી થાઈ છે તો આ માટે અજમાને અધકચરો વાટીને એક કપડામાં બાંધીને સુંઘો. શરદીમાં ઠંડી લાગે તો થોડો અજમાને સારી રીતે ચાવો અને ચાવ્યા પછી પાણી સાથે ગળી લો. ઠંડીમાં રાહત મળશે.
પેટ ના દર્દ માટે
ઘણી વખત વધુ પડતું ખાવાના કારણે કે પછી ખરાબ ખોરાગ ખાવાના કારણે પેટ ખરાબ થાય તો અજમાને ચાવીને ખાવ અને એક કપ ગરમ પાણી પીવો. પેટમાં જીવાત છે તો કાળા મીઠા સાથે અજમો ખાવ. લીવરની તકલીફ છે તો ૩ ગ્રામ અજમો અને અડધો ગ્રામ મીઠું ભોજન પછી લેવાથી ઘણો ફાયદો થશે. પાચન તંત્રમાં કોઈપણ જાતની ગડબડ હોય તો મૂળા સાથે અજમો લો. રાહત મળશે.
વજન ઓછું કરવા
આજે મોટાભાગના લોકો માં મોટાપો જોવા મળે છે તો રાત્રે એક ચમચી અજમાના એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ગાળીને એક ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ફાયદો થાય છે. તેનું નિયમિત સેવનથી મોટાપો ઓછો થાય છે.
પેઢાના સોજા માં
નાના બાળકોમાં આ સમસ્યા મોટાભાગે થતી હોય છે જેમાં પેઢામાં સોજો આવે છે તો અજમાના તેલના થોડા ટીપાને હુફાળા પાણીમાં નાખીને કોગળા કરવાથી સોજો ઓછો થાય છે. સરસીયાના તેલમાં અજમો નાખીને ગરમ કરો. તેનાથી સાંધાનું માલીશ કરવાથી પગના દુખાવામાં રાહત મળશે.
લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.