તમામ વાચક મિત્રો ને નમસ્કાર , આજે તમારા બધા માટે એક એવી વાનગી લાવ્યા છીએ કે જે તમે ગમે તે મૌસમ મા ખાઈ શકો. આ વાનગી એવી છે કે જેનો સ્વાદ તમારી દાઢે ચડી જશે. આ વાનગી છે લસણીયા બટેટા.

જોઈતી વસ્તુઓ :

૧૦ થી ૧૫ નાના બટાટા , એક ચમ્મચ આદુ મરચા વાટેલા , એક મુઠ્ઠી લસણ , ૩ થી ૪ સુકાયેલા મરચા , એક ચમ્મચ ચટણી , અડધી ચમ્મચ હળદર પાવડર , એક ચમ્મચ ધાણાજીરા પાવડર , એક ચમ્મચ ગરમમસાલો , અડધી ચમ્મચ ચાટ મસાલો , એક ચમ્મચ મેથી ના સુકાયેલા પાન , સ્વાદ અનુસાર નમક , એક ચમ્મચ લિંબુ નો રસ.

વઘારવા માટે :

એક ચમ્મચ આખુ જીરુ , એક ચમ્મચ તલ , કઢીપત્તા , અડધી ચમ્મચ હિંગ , સજાવવા માટે ધાણાભાજી.

બનાવવા ની પધ્ધતિ :

કુકર મા બટેટા ને છોલી ને નમક ઉમેરી બાફવા માટે મુકી દો. એક વાત નો ખ્યાલ રહે કે બટેટા વધુ ચડી ન જાય. સુકાયેલા મરચા ને ૩૦ મિનિટ અગાઉ પાણી મા પલાળી લો અને ત્યાર પછી તેને ક્રશ કરી લો. એક પાત્ર મા બે ચમ્મચ તેલ અથવા તો માખણ નાખો અને તેમા ચાટ મસાલો તેમજ બટેટા ઉમેરી સાંતળો.

હવે એક પાત્ર મા ઑઈલ નાખો. ઓઈલ ગરમ થાય પછી જીરૂ , તલ , કઢીપત્તા , તેમજ હિંગ ઉમેરો. પછી તેમા વાટેલા આદુ મરચા તેમજ ક્રશ કરેલા સુકાયેલા મરચા નાખો અને થોડી વાર પકાવો. હવે આ મિશ્રણ મા બટેટા તેમજ અન્ય મસાલા નાખી એ રીતે હલાવો કે બટેટા આખા રહે.

અંત મા લિંબુ નો રસ તથા મેથી નાખી થોડા સમય સુધી પકાવો. જેના થી વાનગી ના સ્વાદ તેમજ સુગંધ મા વધારો થાય. તો હવે આ તૈયાર થયેલ વાનગી ને ધાણાભાજી થી સજાવો. અને ઈચ્છો તો ચીઝ પણ ઉમેરી શકો છો. તો આ તમારા ચટપટા લસણીયા બટેટા તૈયાર છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

👉 અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.   👉 આ આર્ટીકલ માંથી તમને કોઈ નવી જાણકારી મળી? અથવા તમને ગમ્યો? અથવા તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને નીચે કોમેન્ટબોક્સ મા લખી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
આ પ્રકારના લેખો અથવા અન્ય નવા લેખો જે અમારી વેબસાઈટ પર અપડેટ થાય તે જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

અમારા ફેસબુક પેજને જોવા માટે અહીં ક્લિક કરો.