કેતન ની ગાડી ગઈ ….ઊંડે ઊંડે જાણે નુપુર ને એમ લાગતું હતું કે કૈક છીનવાઈ રહ્યું છે, કોઈ દૂ……ર  થઇ રહ્યું છે. ફક્ત બે મુલાકાત માં જ આવું  અજુગતું ? હજુ તેમની સાથે ખાસ કઈ વાત પણ નથી કરી , છતાં પણ આવો અહેસાસ?? કઈ નહિ એ તો એવું લાગે ! આમ પણ મને માણસો બહુ ગમે અને તે જાય ત્યારે આવી જ સ્થિતિ નિર્માણ થાય .થોડા દિવસો માં બધું રાબેતા મુજબ થઇ જશે ! આવું મિથ્યા વિમર્શ કરી તે સુવાની તૈયારી કરતી હતી . બેડ પર તે અને દક્ષા સુતા હતા .

દક્ષા થાક ની મારી જલ્દી સુઈ ગઈ પણ ન જાણે કેમ નુપુર ની આંખો માંથી નીંદર ઉડી ગઈ હતી. આંખ બંધ કરે તો બિલોરી કાચ જેવી પારદર્શક આંખો તરવરતી . તડકા માં ઉભેલા કેતન ના લાલ લાલ ચહેરો તેની સામે આવી જતા હતા . દિમાગ માનવા તૈયાર જ ન હતું કે નુપુર ને પ્રેમ થઇ ગયો છે .પણ આવી અવદશા જાણ્યા બાદ મન ને આગળ રાખવું યોગ્ય જ લાગ્યું .મનમાં ફોન આવશે કે નહિ ? તેની મથામણ ચાલતી હતી .જોતજોતામાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર જ ન રહી .સવાર માં મમ્મી નું  ભગવાનના ભજન સાથે બધા ને જગાડવાનું રોજિંદુ કામ ચાલુ હતું . દક્ષા ઉઠી પડી પણ નુપુર હલવાનું નામ જ લેતી નહતી .મમ્મી નો ગાવાનો શુર જરા કર્કશ થઇ ગયો. દક્ષા એ પરિસ્થીતી ને માપી લીધી .અને નુપુરને હચમચાવી પાડી . નુપુર પણ સફાળી બેઠી થઇ ગઈ , અને ઘર કામ કરવા લાગી . મમ્મી પૂજા પતાવી ને આવ્યા ત્યાં સુધીમાં તો નુપુર નહિ ધોઈ ને તૈયાર પણ થઇ ગઈ હતી. આવતા વેત બોલ્યા, “ આમ ઉઠવામાં મોડું કર તે ત્યાં નહિ પાલવે હો ! રાતના જલ્દી સુતા જાવ ! ક્યાં સુધી મારે ચિંતા કરવાની ?” નુપુર પણ કઈ ન બોલી તે ઘરકામ કરવા લાગી. ત્યાજ અચનાક ફોન ની ઘંટડી વાગી “ ટ્રીંગ …ટ્રીંગ ” બે ત્ર્ર્ણ રીંગ વાગ્યા બાદ સવિતાબહેન ફોન ઉચકવા ગયા . સાધના ના દિલ ની ઘંટડી પણ તેજ વાગી રહી હતી .કોનો ..ફોન હશે ? કેતન તો નહિ હોય ને ? તેનું મન ચકરાવે ચડ્યું .. ત્યાજ “ અરે !!! જય શ્રી કૃષ્ણ .. બોલો … કેમ છો ?

આવ સંવાદો સાંભળતા જ તેનું હૃદય જોર થી ધબકવા લાગ્યું .. તેને ખાતરી થઇ કે સામે છેડે કેતન જ છે ! “ ના ! અમે રાતના આવીશું ?”

આ મમ્મી મને કેમ નથી બોલાવતા ? એવું વિચરતા જ તેના હાથ માંથી વાસણ પડી ગયું .. ત્યાં મમ્મી ચાલુ ફોને તાડૂક્યા “ શું થયું ?”

કહી નહિ મમ્મી!! દક્ષા બોલી, “ તો  ઠીક !” અને તેમણે વાત ચાલુ રાખી .સાધના ને ગુસ્સો પણ આવ્યો તે હવે બહાર જ આવી ગઈ. ત્યાજ મમ્મીએ ફોન મૂકી દીધો .અને નુપુર સામે જોઈ ને બોલ્યા, “આ, તો અનુ બેન નો ફોન હતો, કાલ માટે પૂછતા હતા, કે વેવાઈ નો કઈ ફોન આવ્યો ? તે લોકો બરાબર પહોચી તો ગયા ને ?” પણ શું કહું ? હજુ કોઈનો ફોન નથી આવ્યો , તારા પપ્પા આવે એટલે તેમને જ ફોન કરવાનું કહું . હવે નુપુર પણ ગુસ્સા સહ ચિંતા કરવા લાગી . અને ઘર કામ  પતાવવા લાગી . થોડીવાર માં પપ્પા પણ આવી ગયા . નુપુર પાણી આપી અંદર જઈને જમવાની તૈયારી કરવા લાગી , દક્ષા પાણી પાટલો કરવા લાગી . સવિતા બેન બોલ્યા “ આ કેતેન કુમાર નો કઈ ફોન આવ્યો નથી ! તો આપણે તેમની ઓફિસે ફોન કરીને પૂછીએ તો ? મને તો ચિંતા થાય છે .” વાત પણ સાચી હતી,,, બપોરના બે વાગવા આવ્યા પણ હજુ સુધી કોઈ વાવડ ન હતા . અમુભાઈ એ પોતાની ખિસ્સા ડાયરી કાઢી અને તેમાંથી કેતન ની ઓફીસ ના નંબર પર ફોન જોડ્યો ,તેમના મેનેજરને કેતન વિષે પૂછ્યું , તો તેઓ એ હોલ્ડ કરવા કહી ને કેતેન ને બોલાવ્યો , અને સુખ રૂપ પોહોચી ગયા કે કેમ તે અંગે ની પૃચ્છા કરી . કેતને હા પાડી અને ફોન ન કરવા બદલ માફી પણ માગી અને બોલ્યો ખુબ કામ હોવાથી રોકાયેલો હતો રાતના હું ફોન કરવાનો જ હતો, સારું હવે રાતના ફરી કરીશ. આવજો ત્યારે. કહીને

રાતનું પણ પાકું કરી લીધું. અમુભાઈ એ ફોન મૂકી બધી વિગત જણાવી . અને રાતના ફોન કરશે તે પણ જણાવ્યું.  હા….શ . નુપુર ને થોડી શાંતિ થઇ .અને તે રાત પાડવા ની વાટ  જોવા લાગી.

નુપુર આજે રાત પડવાની વાટ જોઈ રહી હતી. જલ્દી જલ્દી કામ પરવારી, ગાદલા પાથરી ને તૈયાર જ હતી . ત્યાં સાડા દસ ની આસપાસ ફોન ની રીંગ વાગી .અત્યારે તો પપ્પા ઘરમાં હતા .બધીજ ઉત્સુકતા નું પોટલું વાળી ને બેઠી  હતી ક્યાંથી પણ એક ગાઠ ન છૂટે તેટલી સાવધ હતી … “ હેલ્લો …. હા ,બોલો ! કેમ છો ?” ના, વાદ સાથે સંવાદ ચાલુ થયો . નુપુરે પોતાના કાન સરવા કરી લીધા . વખત સર પોહોચી ગયા તે સારું ! તમારા બા ને મુકીને ઓફિસે આવ્યા કે ?”

નુપુરને આ બધી વાત નિરર્થક લાગી મનમાં બોલે જતી હતી કે મને બોલાવો ને પપ્પા …ના ના  …. મમ્મી ! હું પૂછી લવ કે તે બરાબર છે ને ? પણ તેનો આ મૂક સંવાદ કોણ સંભાળે?? ત્યાં તો મમ્મીએ બૂમ મારી “નુપુર …..જરા અહી આવ…. ” નુપુર જવા તૈયાર જ હતી . હજુ મમ્મી વાક્ય પૂરું કરે ત્યાં તો તે બહાર !  મમ્મી, પણ તેને જોઈ રહ્યા .

અને બોલ્યા જો, “ કેતન કહે તો !! બરાબર વાત કરજે . અહી જ રહે . ”

નુપુર ભોળી બની ને ઉભી રહી .. હા ત્યારે ! આવ જો ….” કહીને પપ્પા એ ફોન મૂકી દીધો . નુપુર તો જાણે ઉત્તરધ્રુવીય પ્રદેશ માંથી આવેલી હોય તેમ શીતગાર બની ગઈ . મમ્મી બોલ્યા “,  જા, બેટા ! પાણી નો  કળશો આપી જજે તો .. ”નુપુર કઈ પણ બોલ્યા વગર અંદર ચાલી ગઈ.પાણી ના નળ પાસે આવી અને પીવાનું પાણી ભરવા લાગી .. પાણી છલકાઈ ગયું અને તેની આંખો પણ ….

તે સુતા સુતા વિચરવા લાગી, કેમ ! કેતને મને વાત કરવા ન બોલાવી ? તેને મળવાનું મન નહિ થતું હોય ? વાત પણ સુદ્ધાં ન કરી ..આજે તે ઉદાસ બની ને ઊંઘી ગઈ.

સાવાર માં ફરી મમ્મી ના ભજન અને સુતા ઉઠાડવા નો સંકેત આવી પોહોચ્યો. બધા પોતપોતાના કામ પરવારી ને ઓફિસે જવા, અને ઘરકામ કરવા લાગી ગયા. પપ્પા ના ઓફિસે જવા બાદ ઘરમાં થોડું હળવાશ નું મોજું ફરી વળતું .ક્યારેક બંને બહેનો એકબીજા સાથે વાત કરતી “ આ આપણી મમ્મી કેટલી સહનશીલ છે ! તે હંમેશ આપણા પપ્પા ની બધી વાત  બરાબર સમજી ને માની લે છે. હું તો મારા વર ની બધી વાતમાં હા નહિ પાડું . મને જે સાચું અને યોગ્ય લાગે તેમાં જ તેને સાથ આપીશ દરેક વાતમાં કેમ માની શકાય ક્યારેક તેઓ પણ સાચા ન હોય તેવું બંને !” ત્યાજ મમ્મી અંદર આવ્યા અને બંને બહેનો ના માથા પર હાથ ફેરવતા બોલ્યા, “ બેટા ! તારા પપ્પા જુનવાણી વિચાર ના છે, પણ ક્યારેય આપણું અપમાન કે ઉતારી પાડવા ની વાત નથી કરી. આ જયસુખ લાલ જો !!અનુ બહેન ને વાતે વાતમાં ઉતારી પડે છે . આપણે તો ફક્ત કડક શિસ્ત નું પાલન જ કરીએ છીએ.

પણ ક્યારેય ખોટું કે વિરુધ નું કામ કરવા માટે મજબુર નથી થયા.

જીવન માં એક વાત હંમેશ યાદ રાખજો કે તમારા જીવનસાથી ની કોઈ વાત ઉથામશો નહિ .અને હા ! કોઈ ખોટું કામ કરવા પ્રેરે તો જરૂર થી વિરોધ કરજો. અને તમારું જીવન નંદનવન બનાવજો.” મમ્મી ની બધી વાત શાંતિ થી સાંભળ્યા બાદ પપ્પા માટે નો જે પૂર્વગ્રહ બંને બહેનો એ બાંધ્યો હતો તે કડડભુશ થઈને ભાંગી ગયો . નુપુર તેના પપ્પા વિષે માન થી વિચારવા લાગી ..ફરી રાત પડી સૌ પોતાના કામ માં લાગેલા હતા ત્યાં જ ફોન આવ્યો …..મમ્મી એ ફોન ઉપાડ્યો. સામાન્ય વાતચીત પછી તેણે નુપુર ને બોલાવી કેતન કુમાર છે, વાત કર.પપ્પા અને ભાઈ રૂમમાં જ હોવાથી વાત બરાબર થતી ન હતી. ભરત પણ આ હા- ના માં સમજી ગયો તેને કહ્યું ,,તારા મમ્મી ને પૂછી લેજે ને કે, હું તને લેટર લખી શકું ?આમ ફોન માં કઈ વાત થતી નથી. નુપુરે હા કહીને ફોન મુક્યો.

રાતના તે વિચારવા લાગી, “મારે તો કેટલું બધું કહેવું હતું ? પૂછવું હતું ?

પણ મારી તો બોલતી જ બંધ થઇ ગઈ .”.કઈ નહિ તેનો આવાજ તો સાંભળ્યો ને ? તેવું મન મનાવી ને તે ઊંઘી ગઈ.

સવાર માં મોકો જોઇને નુપુરે તેની મમ્મી ને લેટર વિષે પૂછ્યું. તેની મમ્મી એ થોડી વાર વિચારી ને હા પડી.  નુપુર તો ખુશ થઇ ગઈ અને પોસ્ટ ઓફિસે જઈ ને કવર લઇ આવી . પોસ્ટ ઓફિસમાં પણ ડ્યુટીપર ના બહેન હસવા લાગ્યા આ મોબાઈલ ના યુગ માં આટલા બધા કવર? નુપુર શરમાઈ ગઈ .તેના ગોરા ગાલ ઉપર લાલ લાલ શરમ નો શેરડો ફરી વળ્યો. અને માનોમન વિચારવા લાગી, “ આજે કેતન નો ફોન આવશે, તો પહેલો લેટર તેને જ લખવા કહીશ ” તો મને જવાબ આપવામાં સરળતા રહે. ત્યાજ પગમાં ઠેસ વાગતા તે વિચારો માંથી બહાર આવી. રાતના કેતન સાથે વાત કરી ને પત્ર લખવાનું કહી દીધું.

હવે ઇન્તજાર ના દિવસો શરુ થય.

(ક્રમશ)

લેખિકા: અલ્પા પંડ્યા દેસાઈ