ક્રિષ્ના અને મુરલીની સુહાગરાત હતી આજે. રોઝીએ એમનો આખો ઓરડો પારિજાતના ફૂલોની લાંબી હાર બનાવી સજાવ્યો હતો. સફેદ ચાદર પર છુટ્ટા પારિજાતના ફૂલ વેરીને એમાં ગુલાબની પાંખડીઓથી દિલનો આકાર બનાવ્યો હતો. ક્રિષ્નાને આ ઓરડા સુંધી મૂકીને એના કાનમાં ગુડલક જેવું કંઇક કહીને રીઝી ચાલી ગઈ હતી.
ક્રિષ્ના પલંગ પર વેરાયેલા પારિજાતના ફૂલ અને એમાં તરી રહ્યું હોય એવા દિલને જોઈ રહી. આ દિવ્ય ફૂલ સાક્ષી રહ્યાં હતાં શરૂઆતથી લઈને આજ સુધીના, એની પ્રેમ કહાનીની શરૂઆત જ થયેલી પારિજાતના ફૂલના ઝાડ નીચેથી. ક્રિષ્નાને એ રાત યાદ આવી ગઈ જ્યારે એક ગલૂડિયાં થી ડરીને પોતે ભાગી હતી અને અહીં, આજ ઘરમાં શરણ લેવા આવી પહોંચી હતી. ક્રિષ્ના એ ઊંડો શ્વાસ લીધો, પારિજાતની દિવ્ય ગંધ એ જાણે પોતાનામાં ઉતારવાનો પ્રયાસ કરી રહી અને ત્યારેજ કોઈએ એના ખભા પર પાછળથી હાથ મૂક્યો.
ક્રિષ્ના એ સ્પર્શને ઓળખતી હતી, કેમ ના ઓળખે? એ એના પ્રિયતમ મુરલીનો સ્પર્શ હતો! એની આસપાસ એ હાજર હોય તો પણ ક્રિષ્નાને અજીબ સંવેદન થતું, એની ધડાકાનો તેજ થઈ જતી અને આજે એ જ મુરલી પોતાનો સ્વામી બન્યો હતો. આજે પોતે એની હતી. એના અંગ અંગ પર હવે મુરલીનો અધિકાર હતો. એ એની મરજી પડે ત્યારે આવીને પોતાને ચૂમી શકશે, એની બાંહોમાં ભરીને ગૂંગળાઈ નાખશે, એનું વસ્ત્રાહરણ કરશે..એના અંગ અંગ પર ગલીપચી થાય એવા ચુંબનની વણઝાર લગાવી દેશે અને પોતે શરમની મારી કોકડું બનીને બેસી રહેશે! કમસે કમ આજની રાત તો એમ જ વિતવાની, મુરલીનો સામનો કરવાની એનામાં હિંમત જ ક્યાં છે!
ક્રિષ્ના ઝડપથી પાછળ ફરી હતી અને મુરલીની છાતીમાં પોતાનું માથું છુપાવી વિચારી રહી હતી. મુરલીએ ક્રિષ્નાને માથે એક હળવું ચુંબન કરેલું અને ફરતે પોતાના હાથ વીંટાળી દીધેલા.
“આજની આ પળ મારા જીવનમાં ન આવી હોત તો મુરલીનુ અસ્તિત્વ આ દુનિયામાંથી કાયમ માટે મિટી જાત. આજે થાય છે જે લોકોની પ્રિયતમા કોઈ બીજા સાથે પરણી જતી હશે એની સુહાગરાતની કલ્પના કરીને એ બાપડા પર શું વીતતી હશે!”
“ એની ઉપર જે વિતવી હોય એ વિતે, છોડ એવી દુઃખિયારી વાતો. હાલ તો આપણે સાથે છીએ અને આજે આપણી,” ક્રિષ્નાએ વાક્ય અધૂરું મૂક્યું.
“ શું? આજે આપણી શું, હમમ?” મુરલી એ એના બે હાથ વડે ક્રિષ્ના ના ચહેરાને પકડીને ઉપર ઉઠાવી એની આંખમાં આંખ પરોવીને પૂછેલું.
ક્રિષ્નાએ જવાબ આપવાને બદલે આંખો બંધ કરી લીધી. આ પળે મુરલી સામે જોવા કરતા એના માટે ધરતીમાં સમાઈ જવું આસાન હતું! મુરલી ક્રિષ્નાના ચહેરાને નીરખી રહ્યો હતો. ગુલાબની પાંદડીઓ ગોઠવી દીધી હોય એવી એ બંધ આંખોના પોપચાં, કરચલી વગરનું લાલ બિન્દીથી શોભી રહેલું કપાળ, નાનું નાક અને લાલ રંગની લિપસ્ટિક માં ચમકી રહેલા ધ્રુજતા હોઠ…! ક્રિષ્ના માટે સમય જાણે થંભી ગયો હતો. મુરલીની ધીરજ એને અકળાવી રહી, એના શરીરનું એક એક અંગ કંપી રહ્યું હતું. એ પોતાની જાતને પોતાના પ્રિય પતિદેવને સોંપી દેવા તૈયાર હતી અને એ હજી એને તડપાવી રહ્યો હતો, લુચ્ચો! ક્રિષ્નાએ એનું મોઢું થોડું વધારે ઉપર ઉઠાવેલું અને એના હોઠ અને મુરલીના હોઠ વચ્ચે હવે એક સેન્ટીમીટર નું જ અંતર રહ્યું. મુરલીના શ્વાસ એના ચહેરા પર એ મહેસૂસ કરી શકતી હતી. એના મોઢામાંથી અનાયાસ જ મુરલી સરી પડ્યું,, એના હોઠ સહેજ ખૂલ્યાં હતા અને એજ વખતે મુરલી એ એના અધખુલ્લા હોઠ ક્રિષ્નાના હોઠ પર ચાંપી દીધા. આખું બ્રહ્માંડ જાણે થંભી ગયું હતું. ક્રિષ્નાના શરીરના કણ કણમાં એક રોમાંચ પેદા થયેલો, એનું રોમ રોમ મુરલીમય બનીને નાચી ઉઠયું હતું. ક્રિષ્નાના હાથની આંગળીઓ મુરલીના વાળના ગુચ્છમાં ફરી રહી. બંને જણા અધરરસ પીવામાં મશગુલ થઈ ગયેલા, એમની જીભ પરસ્પર એક બીજા સાથે ઘસાતી રહી અને અદમ્ય આનંદની એ ક્ષણોમાં જ મુરલી એ ક્રિષ્નાને ઉઠાવી હતી અને પલંગ પર લેટાવી પોતે એના પર ઝૂકી પડ્યો હતો. એક એક આવરણ ધીરે ધીરે હટતા ગયાં અને બંને એકમેકમાં ભળતાં ગયા…ભળતાં ગયા…!
ક્રિષ્નાના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો હતો. કદી સપનામાં પણ વિચાર્યું ન હોય એટલું સુખ અચાનક એના જીવનમાં આવી ગયેલું. આખો દિવસ ક્યાં પસાર થઈ જતો ખબર જ ના પડતી અને રાત આવતી રોજ એક નવી સોગાત લઈને ! મુરલીના શરીર સાથે, એની આત્મા સાથે જોડાઈને પડી રહેવું એને ગમતું. મુરલીના એક એક ચુંબનોનો પ્રતિભાવ આપવો એને ગમતો. હવે જ એને લાગતું હતું કે એ એક ચંચળ છોકરી મટી સ્ત્રી બની ગઈ હતી! એના પગમાં હવે બેડીઓ પડી ગઈ હતી, મુરલીના પ્રેમની અને એમાં બંધાઈ રહેવા, જીવનભર બંધાઈ રહેવા એ તૈયાર હતી!
હર ઘડી મુરલી એની સાથે જ રહેતો. જ્યાં પણ એને જવાનું થતું એ ક્રિષ્નાને સાથે લઈનેજ જતો. આખું બેંગલોર, એના એક એક બગીચા, એક એક તળાવ, એક એક ગલીમાં એ ફરી હતી, મુરલી સાથે ! એના હાથમાં પોતાનો હાથ પરોવી ! કોઈ વેરાન જંગલમાં ઊભા રહી જઈ એમણે પ્રેમ કર્યો હતો, ઘણીવખત અને એ દરેક વખતે ક્રિષ્નાને કોઈક નવો જ અદભૂત આનંદ થયેલો! એ બે વખત ઊંટી પણ જઈ આવેલી અને ત્યાં જઈને હોટેલમાં નહિ પણ જંગલમાં આવેલા ઝુંપડામાં રાત રોકાયેલી. આટલું નજીકથી વન્ય જીવન જોવાની એને ખૂબ મજા પડેલી….એક વખત આખો દિવસ ગીતો ગાતી, હરણાં અને હાથીના ફોટા પાડતી એ થાકી ગઈ ત્યારે મુરલીએ એના માટે બે ઈંટોનો ચૂલો પેટાવી એની પર રસોઈ બનાવી એને જમાડી હતી. એ રાતે ખૂબ ઠંડી હતી, બંને જુવાન હૈયા એકબીજામાં ભળીને, પોતાના અસ્તિત્વને એકમેકમાં ઓગાળીને સૂતા હતા ત્યારે ક્રિષ્નાએ એની ગર્ભ ન રહી જાય એ માટે લેવાની ગોળી ફેંકી દીધેલ….
લગ્નને બે વર્ષ પુરા થઈ ગયા હતા. ક્રિષ્નાને માથામાં એક ભાગ થોડો ઉપસી આવ્યો હોય એવું લાગતું હતું. એક નાનું ઢીમચું માથામાં ઉપસી આવેલું. એ ગભરુ બાળા ફફડી ગયેલી. એક પળ એને થયું કે બસ, હવે આ સુંદર જીવનનો અંત આવી જશે. એ થોડીક ઉદાસ રહેવા લાગેલી. એને જીવવું હતું, હજી થોડાક વરસ વધારે…! મુરલીના ધ્યાને એ વાત આવતાં જ એણે તરત ચેક કરાવેલું. ગાંઠ હતી. વાસુદેવભાઇ અને જશોદાબેન બંને આવી ગયેલા. મુરલી એ ક્રિષ્નાને હિંમત બંધાવી અને ફરી ઓપરેશન થયું. ગાંઠ નીકળી ગઈ. લાંબા વધેલા વાળ પાછા કપાઈ ગયા. શરીર થોડું લેવાઈ ગયું. એની ચામડીનો ગુલાબી રંગ ઝાંખો પડી ગયો.
ક્રિષ્નાને હવે આ ઓપરેશન બાદ શક થવા માંડેલો કે, એને કેન્સર જ છે! મુરલી આ વાત એનાથી છુપાવતો હોય એમ એને લાગ્યું હતું. સ્ત્રીના મનમાં એકવાર શંકા જનમ લે પછી એ શંકાનું નિવારણ ના થાય ત્યાં સુધી એ અજંપાભરી સ્થિતિમાં શોધખોળ કરે રાખતી હોય છે, ક્રિષ્નાની હાલત પણ એવી જ હતી. એ મુરલી પર, એની એક એક હરકત નજર રાખવા લાગી.
હમણાંથી એ થોડો ઉદાસ રહેતો હોય એમ લાગતું હતું. રાત્રે પણ એ પોતાને હવે પહેલાંની જેમ પ્રેમ નહતો કરતો. એ સાથે જ હોય, છતાં એક દૂરી હતી બંને વચ્ચે. ઓપરેશન બાદ ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે એ બહાનું ક્રિષ્નાને અકળાવી રહ્યું. મુરલીની છાના ખૂણાની ઉદાસી અને દિવસરાતની દેખભાળનું કારણ હવે એને બરોબર સમજાઈ ગયું હતું. એના પતિ અને પપ્પા, એની દુનિયાના બે આધારસ્તંભ જ એની આગળ જૂઠ બોલ્યા હતા…!!
રાતના હવે મુરલી પાસે તો આવતો હતો એને વહાલથી માથામાં હાથ ફેરવી સુવડાવી પણ દેતો, ત્યારે ક્રિષ્નાની આંખોમાં આંસુ આવી જતા. એને ખબર હતી કે મુરલી જાણીને એની સાથે શારીરિક સંબંધ નથી બાંધતો. જુવાન જોધ માણસ પત્નીને એના પડખામાં દબાવીને સૂતો હોય ત્યારે એના અંતરમાં કેવા કેવા અરમાન જાગતા હશે ? મારો મુરલી બિચારો એક હરફ સુદ્ધાં ઉચ્ચારતો નથી !
ક્રિષ્નાને થતું કે એ મુરલીને કોઈ જાતનું સુખ આપી શકતી નથી. જેને પ્રેમ કર્યો એને ગળે હવે એ જળોની જેમ વળગી હોય એવું એ મનોમન માનતી થઈ હતી. મુરલી ના એને છોડી શકે છે ના એનાથી છૂટી શકે છે ! લાંબુ જીવવાની આશા રાખવી એણે હવે બંધ કરી હતી. હાલ એને કેન્સરની કોઈ ગાંઠ. નહતી પણ એ ક્યારે રાક્ષસ બનીને એના જીવનને ભરખી જવા આવી જાય એની ખબર પણ નહતી. આ અનિશ્ચિંતતા જ ક્રિષ્નાને સૌથી વધારે પીડી રહી હતી. મરી જવું આસાન છે પણ સતત મોતના ભય સાથે જીવવું ખૂબ જ મુશ્કેલ અને ભયાનક!
થોડોક વખત બીજો પસાર થઈ ગયો. ક્રિષ્નાને હવે વારંવાર એમ થતું કે આ દુનિયા છોડી જવાનો વખત આવી ગયો છે….એની જરાય મરજી ન હતી મુરલીથી દૂર જવાની પણ એમ કરવું જરૂરી હતું, મુરલી માટે જ. એને હવે થોડોક જ વખત જીવવું હતું. મુરલીના બાળકને જનમ આપવો હતો. પણ નિયતિ એનાથી રૂઠી હતી. પિલ્સ લેવાનું બંધ કર્યુ છતાં એ ગર્ભવતી ના થઈ.
એકવાર વાતવાતમાં મુરલીએ કહેલું કે ક્યારેય કોઈની સાથે બીજા લગ્ન નહિ કરે ! આખી જિંદગી એ બસ ક્રિષ્નાને જ ચાહતો રહેશે ! ત્યારે ક્રિષ્નાની બાળક આપીને જવાની ઈચ્છા વધારે જોર કરવા લાગી હતી. પણ, કેવી રીતે ?
એની ઈચ્છા હતી મુરલીને એક બાળક ભેંટ આપીને જવાની. એના ગયા પછી એનો મુરલી એકલો પડી જાય એ એને મંજૂર ન હતું. એ મનોમન ભગવાનને વિનાવતી રહી બસ, એક બાળક આપી દે….! ફરીવારના ઓપરેશન પછી મુરલીએ ક્રિષ્નાના માબાપને પણ એના ઘરે જ બોલાવી દીધેલા. એણે હવે વધારે વખત કામ પાછળ આપવા માંડેલો. રૂપિયાને લીધે ક્રિષ્નાની સારવાર અટકવી ના જોઈએ ! એનું બનાવેલું એપ “ લવ મોમેન્ટ્સ” ઘણું પ્રચલિત થઈ ગયું હતું. ક્રિષ્નાનો વિડિયો વાઇરલ થઇ ગયેલો અને એ જોયા પછી લોકોએ પણ એવા મેસેજ મૂકવા માંડેલા. મુરલી પૂરું ધ્યાન રાખતો કે ક્રિષ્નાની પ્રેગ્નનસી ટાળી શકાય….એ કોઈ જોખમ લેવા નહતો માંગતો.
આખરે નિયતિએ એનું વચન પાળ્યું હતું. લગ્નને નવમે વરસે ક્રિષ્નાને ગર્ભ રહ્યો હતો. કેવી રીતે એનો કોઈ જવાબ ન હતો ! એકાદ નબળી ક્ષણે મુરલીએ ક્રિષ્નાને પ્રેમ કર્યો હતો અને એ ક્ષણ, એ ક્ષણે એક નાનકડું બીજ અંકુરિત કરેલું ક્રિષ્નાના ગર્ભમાં….!