મહેંદી આ નામ આવતા જ અલગ અલગ ડિઝાઈન કરેલા હાથ નજર સમક્ષ રજૂ થવા લાગે છે અને કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે દરેક માનુનીઓ  મહેંદી લગાવવા માટે થનગની રહી હોય છે. અને  એ મહેંદી નો કલર જેટલો ઘાટો આવે એ માટે ઘણા ઉપાય કરતી હોય છે પરંતુ આ મહેંદી નો કલર જયારે આપ મેળે જાય ત્યારે અજીબ જ દેખાવા લાગે છે અને વર્કિંગ વુમન ને ત્યારે આ અલગ પડતા કલર ને લીધે ઘણું શરમ અને સંકોચ અનુભવવો પડે છે અને તેથી આ કલર ઝડપથી નીકળી જાય તે ઇચ્છતી હોય છે. તો ચલો જાણીએ લાગેલી મહેંદી નો કલર ઝડપથી કેમ કરી કાઢી શકાય.

 લીંબુ મા બ્લીચિંગ ના ગુણ જોવા મળે છે તેથી લીંબુના બે ભાગ કરી તેને હાથ પર દસ મિનિટ સુધી ઘસો આ ઉપાય ત્રણ થી ચાર વખત કરવાથી મહેંદી નો કલર જતો રહેશે.
  ટૂથબ્રશ પર ટુથપેસ્ટ લઈને દસ મિનિટ સુધી હાથ પર ઘસ્યા બાદ પાણી વડે ધોઈને સ્વચ્છ કરી અને ક્રીમ લગાવી લેવું જેથી રેસિસ ન થાય.
 મહેંદી નો કલર વધુ પ્રમાણમાં કાળો હોય અને તે દૂર કરવો હોય તો બેકિંગ સોડા મા લીંબુ નાખી પેસ્ટ બનાવીને આ પેસ્ટ હાથ પર પાંચ મિનિટ લગાવી રાખવું ત્યારબાદ  ઠડા પાણી વડે ધોઈને ક્રીમ લગાવી દો જેથી ત્વચા મુલાયમ રહે અને કલર ઝડપથી નીકળી જાય છે
સાબુ વડે પણ કલર નીકળી જાય છે દિવસ મા જેટલી વખત પાણી અને સાબુ વડે હાથ ધોઈ એ કલર નીકળી જાય છે.
આજ રીતે મીઠું પણ ઉપયોગી છે મીઠા વાળા પાણીમાં હાથ અને પગ પલાળી રાખી વીસ મિનિટ સુધી પછી હાથ પગ ધોઈ નાખવા આમ કલર ઝડપથી છૂટી જાય છે..
———————————————————————————————–

લેખન અને સંપાદન : હર્ષા દલવાડી

આ લેખ તમે ગોખલો.કોમ પર વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ગરબા પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર..