આ આધુનિક યુગ અને પ્રદુષણ ને લીધે સમય પેહલાજ લોકો ના વાળ સ્વેત થઇ જાય છે. તેમજ આ સમસ્યાઓ ના નિકાલ માટે તે જાત-જાત ના પ્રયોગો કરે છે પણ સફળ થતા નથી. પછી કંટાળીને કેમિકલયુક્ત મેહદી તેમજ વાળ ના કલર નો ઉપયોગ કરતા હોય છે, પણ તેનાથી પણ નુકશાન જ થાય છે. આ સમય થી પહેલા વાળ સફેદ થવાની સમસ્યા ને આપણે ‘અકાળ વૃદ્ધત્વ’કહીએ છીએ.
સફેદ વાળ મુખત્વે બે કારણે થાય છે જેમાં પેલું પ્રદુષણ અને બીજૂ શરીરમાં પોષક તત્વો ની કમી. આના સિવાય અત્યાર ના કેમિકલ વાળા શેમ્પુ નો ઉપયોગ, ચિંતા તેમજ આજ ની જીવનશૈલી જે આપણા વાળ ઉપર ખરાબ અસર કરે છે. તો આજે અમે તમને કુદરતી રીતે સફેદ પડેલ વાળ ને કાળા કરવાનો એક સરળ અને ઘરગથ્થું ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. જેના ઉપયોગ માત્રથી થોડા મહિનામાં તમારા સફેદ વાળ ધીરે-ધીરે કાળા થવાના શરૂ થઇ જશે.
આને બનાવવા માટે ઉપયોગ માં લેવાશે નારિયેળ નુ તેલ અને મીઠાં લીમડા ના પાન. મીઠાં લીમડા માં આયર્ન નુ પ્રમાણ વધુ હોવાથી તે વાળ ને સફેદ થવાથી અટકાવે છે. તેના સિવાય આ ખોડા ને દુર અને વાળ ને મજબુત કરવામાં મદદરૂપ થાય છે. જયારે નારિયેળનું તેલ રૂખા-સુખા વાળ માટે મોસ્ચરાઈજર નુ કામ કરે છે. તો ચાલો જાણીએ કે આનો પ્રયોગ કઈ રીતે કરવો.
સર્વપ્રથમ એક વાસણ લ્યો તેમાં એક કપ નારિયેળ નું તેલ નાખો. હવે તેમાં ૨૦ થી ૨૫ મીઠાં લીમડા ના પાન ઉમેરો, બન્ને ને ભેળવીને ઉકાળો, થોડા સમય આમજ રેહવા દો પછી તેને નીચે ઉતારી ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ આ મિશ્રણ ને માથા માં તળિયે સારી રીતે લગાવો. માથા ના દરેક ભાગમાં વ્યવસ્થિત રીતે લગાવો અને ઓછામાં ઓછું એક કલાક સુધી રાખો. એક કલાક બાદ શેમ્પુ અને કંડીશનર થી વાળને સારી રીતે ધોઈ લો.આ પ્રક્રિયા થોડાક મહિના ચાલુ રાખો અને અઠવાડિયા માં બે વાર આવું કરો. થોડા જ સમય બાદ તમે જોશો કે સફેદ વાળ ધીરે-ધીરે કાળા થવાના શરૂ થઇ ગયા છે અને સફેદ વાળ ની વૃદ્ધિ અટકી જાશે.
આના સીવાય વેસેલીન ના ઉપયોગ થી પણ સફેદ વાળ ને કાળા કરી શકાય છે. તેના માટે આપણને ૩ વસ્તુ ની જરૂર પડે છે – કુંવારપાઠા નુ જેલ, વેસેલીન અને વિટામીન ઈ કેપ્સુલ. કેવી રીતે કરશો આનો ઉપયોગ, ચાલો જાણીએ. સૌથી પહેલા ૧ વાટકી માં ૧ ચમચી વેસેલીન લો. જો વાળ લાંબા હોય તો ૨ ચમચી ઉમેરી શકો છો. હવે તેમાં ૧ ચમચી કુંવારપાઠા જેલ ઉમેરો. બંને સમાન પ્રમાણમાં હોવા જોઈએ. હવે તેમાં એકજ વિટામીન ઈ ની કેપ્સુલનું તેલ ઉમેરીને, આ મિશ્રણ ને તમે વાળ ધોયા પહેલા લગાવી શકો છો.
આને ઉપયોગમાં લેવા માટે પહેલા તમે તમારા વાળ માં સારી રીતે દાતીયો ફેરવી દો અને પછી આંગળીઓ વડે આ મિશ્રણ ને સાવ તળિયે મૂળ માં માલીશ કરો જેથી આ મિશ્રણ તાળવા માં લાગી જાય અને તેને ૧ કલાક સુધી રહેવા દો. એક કલાક બાદ તેમે વાળને શેમ્પુ થી ધોઈ શકો છો. આ ઉપાય અઠવાડિયા માં બે વાર કરી શકો છે. આના પ્રયોગ થી ટુંક સમય મા જ તમને વાળ માં બદલાવ દેખાવા લાગશે.
લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ