આ નવરાત્રી બદલો તમારું ફેશન સેન્સ અને ટ્રાય કરો આ ન્યુ હેર એક્સેસરીઝ
જેમજેમ સમય જઇ રહ્યો છે તેમતેમ પહેલાની ફેશન અને સ્ટાઇલ ફરી આવી રહી છે. પહેલાં કોઇપણ પ્રસંગમાં લગ્ન હોય કે ઘરનો નાનામાં નાનો પ્રસંગ હોય દરેક તહેવારમાં મહિલાઓ ગજરાં, ફૂલ, વેણી વાળમાં નાખતી હતી. હવે ફરી આ ફેશન જોવા મળી રહી છે. ફ્લોરલ હેરબેન્ડ, ક્લિપ, ફ્લાવર્સ ફરી મહિલાઓની નજરમાં આવી રહ્યા છે. હીરોઇનથી લઇને સામાન્ય મહિલાની એમ બધાની જ પસંદગી બની રહ્યા છે. અલગ-અલગ ફ્લાવર્સનો ઉપયોગ કરીને અનેક પ્રકારની હેરસ્ટાઇલ બનાવી શકાય છે.
તમે રીસેપ્શનમાં કે કોઇ સામાન્ય ફંક્શનમાં ચોટલામાં, અંબોડાની સાઇડમાં કે સ્ટાઇલિશ બનમાં કાન પાસે તમે એક મોટુ ફૂલ લગાવી શકો છો. લિલી, ગુલાબ, ઝરબેરા કે કોઇપણ સાઇઝમાં આવેલુ ફ્લાવર લગાવી શકો છો. આવા મોટા પ્રકારના ફૂલ સિંગલ જ સારા લાગે છે. જો આ પ્રકારના ફૂલ વધુ લગાવશો તો વાળ કરતા તો માથામાં ફૂલ વધુ લાગશે. ફૂલ જો સફેદ કે ઘેરા લાલ રંગના હશેતો વધુ સારા લાગશે અને એમાં પણ યંગ ગર્લ્સને આવા ફૂલ વધુ સારા લાગે છે. તો મહિલાઓ ગજરા કે લડી પર પોતાની પસંદગી ઉતારી શકે છે. ગૂંથેલા ગજરા કે ફૂલની લડી ફક્ત અંબોડામાં જ સારી લાગશે. હાઇ બન કે લૉ બનને વીંટેલી વેણી કે ગજરો સાડી કે ચોલીમાં એક ટ્રેડીશનલ લુક આપશે. આમ તો ગજરા 30 વર્ષ કરતા વધુની ઉંમરની સ્ત્રીઓને વધુ સારા લાગે છે. પણ જો શોખ હોય તો સ્ટાઇલને કોઇ સીમા નથી નડતી.
વાળમાં ઓર્કિડની એક સિંગલ દાંડી જેવુ સારુ લાગે છે. ઑર્કિડ પર્પલ, વાઇટ, બ્લુ જેવા કલર્સમાં મળી રહે છે. ઑર્કિડ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ બન્ને પ્રકારના ડ્રેસિસ સાથે સૂટ થશે. જો તમે ફ્રેશ ફ્લાવર્સ લગાવશો તો એ વધુ શોભશે. પણ જો તમારે અચાનક ફંક્શનમાં જવાનુ થયુ હોય, તમારે એ પ્રકારની હેરસ્ટાઇલ બનાવવી હોય અને તમારી પાસે ત્યારે ફ્રેશ ફ્લાવર્સ નથી તો તમે આર્ટિફિશ્યલ ફ્લાવર્સ પણ લગાવી શકો છો. આર્ટિફિશ્યલમાં ફ્લાવર્સમાં ગોલ્ડન અને સિલ્વર કલરનાં ફ્લાવર્સ બ્રાઇડલવેઅરમાં ખૂબ સારાં લાગે છે. હેવી ઘાઘરા ચોલી પર આવાં ફૂલોની હેરસ્ટાઇલ ટ્રેડિશનલ છતાં મૉડર્ન લુક આપે છે.
કોલેજ ગર્લ્સમાં ફ્લાવર્સ લેટેસ્ટ ફેશન છે. હેર બેન્ડ અને હેર ક્લિપમાં મોટા ફેધરવાળા ફ્લાવર્સ ટીનેજ ગર્લ્સની પહેલી પસંદગી બની રહ્યા છે. હવે તો પોનીટેલમાં નાખવા માટેના રબરબેન્ડ પણ મોટા ફ્લાવર્સ વાળા મળી રહ્યા છે. આવી ફ્લાવર વાળી એક્સેસરી ગાર્લિશ લુક આપે છે. ટીઆરા પણ અત્યારે ખૂબ ફેશનમાં છે. નાની છોકરીથી લઇને યુવતીઓને ટીઆરા સારા લાગે છે. ટીઆરા તમને ફ્રેશ લુક આપે છે. અને એ વેસ્ટર્ન તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં સારા લાગે છે…