મિત્રો નાણા એ એક એવી વસ્તુ છે કે જેને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ દિવસ-રાત પરીશ્રમ કરે છે. કારણ કે , હાલ ના સમય મા નાણા વગર નુ જીવન વિચારવુ અશક્ય છે. મિત્રો , હાલ ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે સ્માર્ટફોન ના યુઝ ન કરતો હોય અને જો હુ એમ કહુ કે નાણા મેળવવા માટે નો એક સ્ત્રોત આ સ્માર્ટફોન પણ છે તો શુ તમે વિશ્વાસ કરશો આ સ્માર્ટફોન ની એક એપ યુઝ કરવા થી તમે કમાઈ શકો છો પૈસા.

તો મિત્રો તૈયાર થઈ જાવ આજે અમે તમને એક એપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બનશે તમારી કમાણી નો સોર્સ. આ એપ નુ નામ છે ટીકટોક. મિત્રો , હાલ ભાગ્યે જ એવો કોઈ ફોન તમે જોશો કે જેમા આ ટીકટોક એપ ના હોય પરંતુ , કોઈ ને એ ખ્યાલ નહી હોય કે આ એપ બની શકે છે આપણા માટે કમાણી નો સોર્સ.

આ એપ મા મુખ્યત્વે બે પધ્ધતિ થી નાણા કમાઈ શકાય. સૌપ્રથમ પધ્ધતિ છે ટીકટોક પર વિડિયોઝ બનાવી પૈસા કમાવવા અને બીજી પધ્ધતિ છે ટીકટોક પર લાઈવ આપી ને પૈસા કમાવવા. આ બંને પધ્ધતિ થી કઈ રીતે પૈસા કમાઈ શકાય તેના વિશે વિસ્તારપુર્વક માહિતી જણાવીએ.

હા , પણ એટલુ ખાસ ધ્યાન રાખજો કે અહી પૈસા કમાવવા કઈ સહેલા નથી. અહી પૈસા કમાવવા માટે તમારા પાસે કોઈ સ્કીલ કોઈ આવડત હોવી આવશ્યક છે જેથી તમે વધુ ને વધુ પૈસા કમાઈ શકો. તો મિત્રો આ માટે સૌપ્રથમ તમારા સ્માર્ટફોન મા ગુગલ પ્લેસ્ટોર મા થી આ એપ ડાઉનલોડ કરો.

આ એપ ડાઉનલોડ થયા બાદ ઓપન કરશો એટલે તમને નીચે ૫ ઓપ્શન જોવા મળશે. જેમા તમે જોઈ શકશો કે અનેક ચેલેન્જીસ જોવા મળશે. આ ચેલેન્જીસ ને લગતા વીડીયો બનાવી તેને આ એપ પર અપલોડ કરો. જો તમારો આ અપલોડ કરેલ વિડીયો ટીકટોક દ્વારા પસંદ કરવા મા આવે તો તમે ૨૦હજાર, ૩૦ હજાર , ૫૦ હજાર સુધી ના પૈસા મેળવી શકો તથા અન્ય ઉપહાર પણ પ્રાપ્ત થઈ શકે.

મિત્રો આ વિડીયો નો સમયગાળો માત્ર ૧૫ સેકન્ડ નો રહેશે. આ ૧૫ સેકન્ડ નો વિડીયો તૈયાર થઈ જાય એટલે તેને અપલોડ કરો. જો તમારા વિડીયો ને વધારે લાઈક્સ તથા વધારે લોકો તમારો વિડીયો જોશે તો તમને તેના બદલામા પૈસા તથા ગિફ્ટ મળશે.

મિત્રો , આ તો હતી પેલી પધ્ધતિ. હવે આપણે બીજી પધ્ધતિ વિશે ચર્ચા કરીએ. હવે વાત કરીએ લાઈવ આવી ને પૈસા કમાવવા ની. પરંતુ , આ માટે ની એક શરત છે કે ટીકટોક પર લાઈવ થવા માટે સૌપ્રથમ તમારે ટીકટોક પર ૧૦૦૦ ફ્રેન્ડસ કે ફોલોઅર્સ હોવા જરૂરી છે.

તેથી , ૧૦૦૦ ફ્રેન્ડસ તથા ફોલોઅર્સ મેળવવા માટે સૌપ્રથમ ચેલેન્જીગ વિડીયોઝ શુટ કરવા પડશે જેથી તમે ૧૦૦૦ ફ્રેન્ડસ કે ફોલોઅર્સ મેળવી શકો. હવે લાઈવ મા શુ-શુ કરવા નુ તેની ચર્ચા કરીએ. મિત્રો તમે લાઈવ થશો એટલે તમારા દરેક મિત્ર ને તમારા લાઈવ આવવા ની નોટિફીકેશન મળશે.

તમારા લાઈવ પર જેમ-જેમ તમારા મિત્રો આવશે અને તેના પર પ્રતિભાવો આવશે. ગિફ્ટસ મોકલશે તથા કોઈન્સ મોકલશે. જે ૫૦૦૦ સુધી ના હોય છે. જેને એકઠા કરી ને આ કોઈન્સ ને પૈસા મા કન્વર્ટ કરી શકાય. તો મિત્રો,જો તમારા મા પણ ખુબી કે આવડત હોય અને તેના દ્વારા તમે આગળ વધવા માંગતા હોવ તો આ ‘ટિકટોક’ એપ બેસ્ટ સ્ત્રોત છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.