આજ દરેક દીકરી ની બાપ એના માટે ઘણી સારી-સારી કલ્પનાઓ કરતા હોય છે. પણ વાત જાણે એવી છે કે શું ખાલી કલ્પનાઓ થી એક સારા સમાજ ના રચના થઇ શકશે. તો ચાલો જાણીએ અત્યાર ની સત્યતા શું છે? કેમકે જેમ એક રોગી ને કડવી દવા અરોગવી પડે છે સારૂ થવા માટે એમ સમાજ ને સત્યતા અને સરસ રસ્તા પર લાવવા માટે થોડી કડવા વચન બોલવા પડે છે.

હુ અહિયાં જે વાત કરું છું એ કાઈ વ્યસ્વ નારી ની કે પછી ૩૫ થી ૪૦ વરસ ની સ્ત્રી ની વાત થતી નથી પરંતુ વાત થાય છે આજ ની દીકરી ની. આજે આપળે જાણીએ છીએ કે લગ્નવિચ્છેદ ખૂબજ વધી ગયા છે. તો તેનું શુ કારણ છે? પ્રેમી યુગલો જયારે પોતાની રીતે અને કા પછી છોકરા છોકરી પોતની ઈચ્છા મુજબ થી લગ્ન કરે છે તો છત્તા પણ આટલા બધા લગ્નવિચ્છેદ શુકામે ? જાણો કારણ…

આજ ના સમયમાં તમે દીકરીને ખૂબ ભણાવિ જે ખુબજ સારી વાત છે તે સારી નૌકરી પણ કરતી હશે. પણ શું જમવાનું બનાવતા શિખવાડ્યુ છે? તો આપળો જવાબ વધુ પડતા ના હશે. પણ કોઈએ એ ક્યારે વિચાર્યું છે કે લગ્ન બાદ જયારે તે સાસરે જાશે ત્યારે ઘર ના લોકોનું દિલ જીતવા માટે શું કરશે કેમકે કોઈ નું પણ દિલ જીતવું હોઇ તો એનો કેડો પેટ થી થઈ ને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાવો પણ જયારે ભૂખ લાગે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે એ સારુ લાગે કે પછી કોઈ નૌકર પાસે માંગે એ સારુ લાગે ?

બીજુ કારણ એ પણ છે કે જો એને જમવાનું બનાવતા નો આવડે એટલે હોટેલ મા જમવા જવુ, પીઝા, સેન્ડવીચ, બર્ગર ઈત્યાદી બનાવવા, બાળકોને ભાગપેટી મા બ્રેડ,બિસ્કીટ આપી ઘરના સભ્યો ને બિમાર પાડવા. જુના જમાના મા બા-દાદી ભણેલા નો હતા પણ કોઇને ડોક્ટર પાસે જાવાનો વારો આવતો નહી. પણ જરા વિચારો કે આનાથી કોના પર ગર્વ લેવો જોઈએ?

આજ ના સમય માં દીકરી કમાતી થઇ ગઈ છે અને એને એમ છે કે મારે પુરુષ ની જરૂર શું છે? આનું વિપરીત પુરુષ એવું વિચારે છે કે હુ નૌકરાની રાખીશ તો પછી મારે એક પત્ની ની શું જરૂર. તેથી એક બીજાની જરૂરત જ નાશ પામે છે. બાકી રહી હવે બેવ ની દેહ ની તરસ, તો તે સંતોષવા આજ ના યુગ ની લિવ ઇન રીલેશનશીપ વાળી ફૅશન તો છેજ. હવે વિચારો કે આ કારણો થી લગ્નવિચ્છેદ જ થાય ને. આમાં સમાજ ને કઈ દિશા મળી રહી છે.

એકમાત્ર નૌકરી ના લીધે એક દીકરી ઘણું બધું ત્યાગવા તૈયાર છે. કયારેક તો લગ્ન ના કરવા અને જો કરવા તો સંતાન વેહલા નથી જોઈતું અને જો થઇ જાય તો પોતાનું દૂધ નથી પાવું આ બધાજ કારનો ફક્ત એક નૌકરી માટે. તો હવે વિચારો કે આપળો સમાજ કયાં દિશા માં જઈ રહ્યો છે? દીકરી માટે પૈસો કામવો એ મોટી વાત નથી, પણ જોવાનું એ છે કે એ સાસરિયામાં સુખી છે ? જો તમારું ગૃહસ્થ જીવન સુખી રેહતો હોઇ ને તો જરૂર નૌકરી કરો પણ જો નૌકરી ના લીધે વાત લગ્નવિચ્છેદ સુધી પોહચે, તો નૌકરી છોડવી હિતાવત છે. કેમકે સમગ્ર સંસાર માં કુટુંબ સુખ થી મોટું કાઈ નથી.

સિક્કાના બે બાજુ ની જેમ જો દીકરીને ખૂબ ભણાવિ હોય અને નૌકરી ની છુટ આપી હોય તો એનાથી ફાયદો કેટલો છે અને નુકસાન કેટલું છે એનો હિસાબ કરો. વધુ ભણાવ્યા બાદ નૌકરી મેળવી, સારી આવક પણ થઇ આ હતો ફાયદો, પણ એ તો વિચારો કે આનાથી નુકશાન ની ચિઠ્ઠી બનાવશું તો પાના ના પાના ભરાય જશે, અત્યાધુનિક થવાની હોડમાં આપળે શું મેળવ્યું અને શું ખોયું?

આજની દીકરી ને તો બસ નૌકરી થી જ પ્રેમ છે એના માટે ઘર ના સંબંધો ની કદર ના બરાબર છે પછી એ સાસુ-સસરા, પતિ કે બાળકો થી લગતી હોય. આ છે મોટું કારણ છૂટાછેડા નુ જેમાં કોઈ પણ વચ્ચે નથી આવતું. પેહલા તો સમાજ કેહતો, લાજ હતી પણ અત્યાએ તો માં-બાપ પણ કઈ નથી કેહતા. જયારે કોઈ છોકરી ની લગ્ન ની વાત થતી હોય તો પેલા છોકરી જ પૂછે છે કે ઘરમાં ડસ્ટબીન છે અહિયાં ડસ્ટબીન નો સંદર્ભ સાસુ-સસરા થી છે. હવે કયો આ છે ભેણેલા ના સંસ્કાર. શું આવું બોલવું યોગ્ય છે.

અને જો દીકરીને સુખી જોવા ઈચ્છતા હો તો દિવસ દરમિયાન ફોન અને વોટ્સઅપ કરી-કરી તેના ઘર માં દખલગીરી બંધ કરો અને જો તે પણ કઈ ફરિયાદ કરે તો સાચું કારણ જાણ્યા વગર તેનો પક્ષ ક્યારે ના લ્યો. અમુક હદે આવું કરવાથી પણ છુટાછેડા અટકી જાશે. જયારે પેહલા ની સ્ત્રી ક્યાં પણ નૌકરી નોતી કરતી ફક્ત ઘરકામ કરતી પણ તે છતાં એ ત્રણ પેઢી ને સાચવતિ, મા-બાપ સમાન સાસુ-સસરા, બીજી પેઢીમા પોતાનો પતિ, ત્રીજી પેઢીમા પોતાના સંતાન. તો હવે વિચારો કે આપળી આજની દીકરી કેટલા ને સાચવે છે ? એક ને પણ નહી. આ એક કટુ સત્ય છે, જો હજુ પણ નહી સમજાય તો સમાજ નુ ભવિષ્ય ચિંતાજનક છે.

આજે માં-બાપ દીકરીને પુરુષ સમાન બનાવવા માંગે છે પણ એ તો વિચારો કે શું કોઇને પુરુષ જેવી સ્ત્રી ગમે? એક સારા સમાજ ની નીવ બંધાય અને એક સારો સમાજ ઉભરે તે માટે આ થોડી કડવી વાત કરી હતી, જો કોઇને ખરાબ લાગ્યું હોઇ તો માફી ઈચ્છું છુ. મારા મત મુજબ આ સારી વાતો હતી જે મારે સારા માણસો સુધી પહોચાડવી હતી અને જે દરેક વ્યક્તિ ની નૈતિક જવાબદારી છે. તો ચાલો સવ સાથે મળીને એક સારા સમાજ ની રચના કરીએ.

કડવું હોવા છતાં પણ સત્ય છે કે જો ભૂલ બધા થી થાય વહુ હોય કે દીકરી પણ દીકરીની છુપાઈ જાય છે અને વહુની છપાઈ જાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.