હાલ ના સમય ની ઝડપી જીવનશૈલી ને લીધે કોઇપણ વ્યક્તિ પોતાના ખોરાક ઉપર પુરતું ધ્યાન આપી રાખી શકતા નથી. તેમજ હાલ નુ ખાન-પાન દરેક વ્યક્તિ ના જીવન નો આધાર બની ગયો છે. આજ ના ફાસ્ટ ફૂડ ને લીધે ખોરાક પૂરતા પ્રમાણ મા પચતો નથી અને તે ચરબી સ્વરૂપે શરીર માં જ જમા થયા કરે છે. મોટેભાગે આ ચરબી પેટ ના ભાગ મા અને કમર ના ભાગ મા જમા થતી હોય છે. આવા વ્યક્તિઓ આ સમસ્યા ના નિવારણ માટે જાત-જાત ના પ્રયોગો કરતા હોય છે.

મોટેભાગે વ્યક્તિઓ કસરત નો સહારો લેતા હોય છે સાથે યોગ ડાયટિંગ જેવી વસ્તુઓ કરવા લાગે છે. મોટાપા ને એક પ્રકાર નો રોગ માનવામાં આવે છે. તેના થી શરીર મા આળસ અને સ્થૂળતા આવે છે. જયારે શરીર મા ફેટ વધવા લાગે અને તેનું નિયંત્રણ કરવામાં નથી આવતું તો તે ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે. તો ચાલો જાણીએ આ ચરબી થી થતા જાડાપણ ને દુર કરવા ના ઉપાયો

આ ચાર ઉપાય જે કામ લાગશે કમર અને પેટ ની ચરબી ઘટાડવા માટે

લસણ

રોજ એક લસણ ખાવાથી શરીર મા જમા થયેલ ચરબી ઓગળે છે અને લસણ ના કાયમી ઉપયોગ થી ચરબી જમા થતી જ નથી. એવું માનવામાં આવે છે કે લસણ એક ગરમ પ્રદાર્થ છે જે જામેલ ચરબી ને ઓગાળે છે. તેમજ જો સવારે ભૂખ્યા પેટે નિત્ય તેને આરોગવા મા આવે તો તેનાથી રક્ત પરિવહન યોગ્ય રીતે થાય છે અને જે શરીર મા વધતા કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરે છે. જેથી શરીર મા ચરબી જમતી નથી અને શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે.

લીંબુ

નિયમિત સવાર ના સમયે ભૂખ્યા પેટે નવશેકા એક ગ્લાસ પાણી મા લીંબુ નો રસ નીચોવી પીવાથી આ જમા થયેલ ચરબી ઓછી થાય છે અને આખો દિવસ શરીર મા થકાવટ રેહતી નથી. શરીર ચુસ્ત અને તંદુરુસ્ત રહે છે.

ફળ તેમજ લીલાં શાકભાજી

શરીર મા ચરબી વધે છે આજ ના ભેળસેળ યુક્ત તેલ અને મસાલા ના વધુ ઉપયોગ થી જેથી ભોજન મા આ વસ્તુઓ નો પ્રયોગ નહીવત કરવો. આ સિવાય પૂરતા પ્રમાણ મા લીલા શાકભાજી અને ફળ ખાવાથી જામેલ ચરબી ઓછી થાય છે અને તે ચરબી ને જામવા પણ દેતા નથી

જીરા નું પાણી

કોઇપણ વ્યક્તિ એક ગ્લાસ પાણી મા એક ચમચી જીરૂ નાખી આ પાણી ને ઉકાળી જયારે તે ઠંડું થઇ જાય ત્યારે પીવાથી શરીર મા જામેલી ચરબી ઓગળે છે અને તેનાથી જાડાપણું કાયમી માટે દુર થાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.