મિત્રો આપની આજુબાજુ માં પડેલી અમુક વસ્તુ પણ આપના શરીર માટે ખુનાજ ઉપયોગી સાબિત થાઈ છે. ઘણા લોકો દરરોજ દુધ પીવે છે પણ જો તેમાં અડધી ચમચી વરીયાળી નાખીને પીશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. હેલ્થ એક્સપર્ટ મુજબ દૂધ અને વરીયાળી આ બન્ને માં એવા ન્યુટ્રીએન્ટસ હોય છે જે ઘણી બીમારીઓથી શરીરને બચાવે છે. સૌથી ઉત્તમ રીત વરીયાળી ને દૂધ સાથે લો કે પછી ભોજન કર્યા પછી સેવન કરો.
આ રીતે તૈયાર કરો વરીયાળી વાળુ દૂધ
આ માટે સૌપ્રથમ તમારે એક ગ્લસા દુધમાં અડધી ચમચી વરીયાળી મિક્સ કરવાની છે ને હવે આ દુધને ઉકાળી લો પછી તેને બરોબર ગાળીને પીવો. તેનાથી વરીયાળી નું અર્ક દુધમાં ઉતરી જશે. તો આવો જાણીએ રોજ દુધમાં વરીયાળી ભેળવીને પીવાથી ફાયદા વિષે.
ગેસ અને કબજિયાત
પેટ ને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેને દૂર કરવા માટે વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે.
આંખોની રોશની માટે
મિત્રો દિવસે દિવસે ઘટતી જતી આંખોની દ્રષ્ટિ ને વધારવા માટે વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.
પેટ ના પાચન માટે
જ્યારે ભોજન થઈ જાઈ પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે અને તે કુદરતી માઉથફ્રેશનર. વરીયાળી , જીરું અને કાળું મીઠું ભેળવીને ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ લો, તે ઉત્તમ પાચક ચૂર્ણ છે.
ઉધરસ માં
આજે બધા લોકો ને ઉધરસ નો પ્રોબ્લેમ થતો હોય છે તો આમાં વરીયાળી ખુબ ફાયદો કરે છે. વરીયાળી ના ૮ ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો, તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.
ખાટા ઓડકાર દૂર કરવા
ઘણા લોકો ને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે અને મો ખરાબ થઈ જતું હોય છે તો વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.
શરીર ની બળતરા
મિત્રો ઘણી વખત શરીર માં થતી બળતરા ને દૂર કરવા માટે વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી ૫-૬ ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.
ચામડીને ચમકાવવા
જે વ્યક્તિ દરઓજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે, ત્વચામાં ચમક આવે છે.
પેટનો પરના સોજા માં
મિત્રો મોટી ઉમર ના લોકોમાં આ વસ્તુ બધારે જોવા મળે છે તો આ માટે વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.
ઉલટી માં
વારંવાર આવતા ઉબકા કે પછી ઉલટી ની સારવાર માં વરિયાળી ખૂબ મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.
વજન ઓછો કરવામાં
તેમાં મળી આવતા અમુલ્ય તત્વો શરીર ની ચયાપચન ક્રિયા ને વધારે છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.