“Social distancing”…આ શબ્દ પેહલા આપણા શબ્દકોશ (dictionary) માં નહતો, કોરોના આવ્યા પછી જ ઉમેરાયો છે…

Social distancing એટલે બે વ્યકતીઓ વચ્ચે 2 મીટર ની દુરી રાખવી જરૂરી!….ધીરે ધીરે આ દુરી વધતી ગયી, માણસો lockdown ને લીધે ઘર માં પૂરાતા થયા!

જેમ જેમ  આ social distancing strict થતું ગયું, માણસો ને બંધન લાગતું ગયું. ….લોકો એક બીજા ને miss કરવા લાગ્યા…પોતાના સગા સ્નેહીઓ સાથે વાતો કરવાનું મન થવા લાગ્યું….લોકો એક બીજા સાથે સંપર્ક માં રહેવા, video group calls, zoom meetings કરવા લાગ્યા. કેટલી Families માં તો online housy games રમાવા લાગી….બધા ને આ નવા પ્રકારના entertainment માં મઝા આવવા લાગી….થોડા દિવસ આ બધું હોંશે હોંશે ચાલ્યું, પણ પછી ધીરે ધીરે lockdown ની વાસ્તવિકતા સામે આવવા લાગી….સૌ કોઈ ને પોતાના business ને થતું નુકસાન ખૂંચવા લાગ્યું…..

….લોકો ની ફિકર વધતી ગયી…….ઘણી સામાજિક સંસ્થાઓ, આગળ આવી, ઘણા ભાઈ બહેનો, સેવા કાર્ય માં જોડાઈ ગયા….કોઈ પણ રીતે લોકો એ આ પરિસ્થિતિ માં થી બહાર આવવાની કોશિશો કરી ને sucessful પણ થયા…… કોરોના પર પણ લગામ આવી, એ પણ ધીમો પડ્યો….બધું normal થવા લાગ્યું….નવું વેકસીન આવી ગયું…..લોકો ખુશી ખુશી vaccination લીધા ની selfies, ગૌરવભેર social medias પર share કરવા લાગ્યા….જાણે કે કોરોના પર વિજય પામી લીધો હોય !🤨
સંકટ ટળી ગયા નો હજી હાશકારો પૂરો પણ નોહતો થયો ને….કોરોના ની બીજી લહેર આવી ગયી….પેહલા કરતા વધુ fast spreading!!!!
……..કુદરત ફરી થી કેમ રુઠ્ઠી ગયી?….😌😌
કેમ ફરી થી આ કોરોના ની  બીજી લહેર આવી?….ક્યાં શું wrong થયું? એ સમજવા ની આપણે કોશિશ કરી!.. .
બધા પોત પોતાની રીતે કારણો ગોતવા લાગ્યા….જે જે કારણો સામે આવ્યા…એ બધા તો આપણે જાણીએ છીએ…..
પણ એક રીતે જોઈએ તો એવું નથી લાગતું?
પેહલી લહેર korona નું trailor હતું,….. એક રિહર્સલ હતું! કુદરત આપણને કોઈ સંકેત આપી રહી હતી, …..આવનારા બીજા વેવ માટે તૈયાર કરી રહી હતી…..
ને જુઓ આજે આપણે કોરોના ની બીજી લહેર પેહલા, કોરોના વિશે કેટલું બધું જાણતા થઈ ગયા…એની ટ્રીટમેન્ટ વિશે,…. કઈ દવા અસરકારક છે? કઈ દવા અસરકરાક નથી?  શું કરવું ? શું ન કરવું? ઘણું બધા જાણતા થયી ગયા!…..
ડિઝાસ્ટર મનેજમેન્ટ કેવી રીતે કરવી?  Online education….meetings…job ….કેટલી સરસ રીતે આપણે પોતાની જાત ને સજ્જ કરતા થયી ગયા!
માનવતા ના કેટલા બધા ઉદાહરણો જોવા મળ્યા!
જીવન એટલે ફક્ત ખાધું, પીધું ને રાજ કર્યું એટલું નથી, એની ઉપર ઘણું બધું છે!!.  ઘર, ફેમિલી ની કદર કરતા થયી ગયા, એક બીજા વિશે વિચારતા થયી ગયા……આ બધું, જે આપણે ભૂલી ગયા હતા, કોરોના એ ફરી થી શીખવાડ્યું…..
કટોકટી, વિકટ પરિસ્થિતિ માં કેમ રસ્તો કાઢવો, આપણી priorities શું હોવી જોઈએ? એ સમજાયી ગયું.
બીજા ના દુખે દુઃખી ને બીજા ના સુખે સુખી થતા શીખી ગયા!!
આટલા બધા prime lessons કોરોના એ શીખવડ્યા, rehearsal પણ કરાવ્યું,….તો પાસ થવા માટે પરીક્ષા તો આપવી જ પડશે ને?
કોરોના ની બીજી લહેર, સમજો કે આપણી પરીક્ષા ની ઘડી છે!!…જે શીખવાડ્યું એની practical exam છે!
This is a time to test our capabilities, endurance, trust, positivity and strength of togetherness!!
પરીક્ષા આપ્યા વગર કોઈ કેવીરીતે પાસ થાય?
So Lets face the exam, pass it and win it!!…..👍👍
🙏🙏
Dr. Neeta Thakkar
(From the desktop of JAGRUTI)
#examtime #બીજીલહેર #positivity
#strengthoftogetherness