Home Story “યુથ ફેસ્ટિવલ”-પ્રકરણ-૨

“યુથ ફેસ્ટિવલ”-પ્રકરણ-૨

0
517

“મે આઇ કમ ઇન સર?” મી.રોય પ્રિન્સીપાલ સાહેબની ઓફિસમાં એન્ટર થતાં.

“ઓહ,યસ મી.રોય પ્લીઝ કમ, હાઉ આર યુ?”

“ફાઇન સર..”

“વેલકમ ઇન અવર કોલેજ.તમને અહીં સુધી પહોંચવા માં તકલીફ તો નથી પડી ને? પ્રિન્સિપલ સાહેબ મી.રોયને

“નો.. નોટ એટ ઓલ સર, મને આ શહેરનું એટમોસ્ફિયર ખૂબ જ સરસ લાગ્યું.અને વધુમાં કોલેજનું એટમોસ્ફીયર પણ ખૂબજ સરસ લાગે છે.”

“ગુડ…..બાય ધ વે તમારા માટે હવે બહુ જ શોર્ટ પીરીયડ છે. નોટિસ આજે જ ફ્લેશ કરેલ છે.સિલેક્શન પ્રોસેસ વહેલી તકે પતાવી પ્રિપેરેશન સ્ટાર્ટ કરાવવા માંડજો.દરેક વર્ષ અમારી કોલેજ યુથ ફેસ્ટિવલ માં છવાયેલી હોય છે.લગભગ દરેક ઈવેન્ટમાં રેન્ક આવે જ છે…અમે એક ખુબજ મહેનતુ અને વીરલ વ્યક્તિત્વ વાળા મી.ફર્નાન્ડો ને ગુમાવ્યા છે.એ તમારી પહેલા આર્ટ એન્ડ કલચરલ એક્ટીવીટી સંભાળતા હતાં. પણ લાસ્ટ મંથ એ કિડની ફેઈલયોરીટીની બીમારીના લીધે આપણી વચ્ચે થી વિદાય લીધી…..તમારે તેની ખોટ પુરી કરવાની છે…..વી એક્સપેક્ટ ફ્રોમ યુ વેરી મચ…”

મી.રોય પ્રિન્સિપલ સાહેબને વિશ્વાસ માં લેતા.. “અરે સર..ઇટ્સ માય પ્લેઝર ફોર સિલેક્ટઈંગ મી… એન્ડ આઈ વિલ નોટ ગીવ યુ ચાન્સ ફોર કમ્પ્લેઇન… કોલેજ વીલ સ્ટેન્ડ ફર્સ્ટ અગેન…”

“ગુડ…ચાલો તમને કોલેજ બતાવું… “

મી.રોયની નિમણુંક આર્ટ એન્ડ કલચરલ એક્ટિવિટી મેંટર તરીકે કરવામાં આવી હતી. પ્રિન્સીપલ સાહેબની વાતો સાંભળી મી.રોય મનોમન મૂંઝાયા હતાં. કારણકે યુથ ફેસ્ટિવલ એક મહિના પછી હતો અને આ એક જ મહિનામાં એમણે સિલેક્શન પ્રોસેસ એન્ડ પ્રેક્ટિસ બને કરવાના હતાં. જો વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ મળે અને રિસ્પોન્સ આપે તો એક મહિનો સફીસીયન્ટ હતો પણ બાકી મી.રોય માટે અઘરું હતું.

“રોય.. ધીસ ઇઝ અવર એક્ટિવિટી હોલ.. ઓલ ટાઈપ ઓફ સપોર્ટિંવ ઈકવિપમેન્ટ્સ આર હિયર.. તેમ છતાં તમારે કાંઈ નવી રિકવાયરમેન્ટ હોય તો કહેશો.પણ મારે તમારા પ્રયત્નમાં કોઈ કચાસ ન જોઈએ ” પ્રિન્સિપલ સાહેબએ ખૂબ સરસ વેલકમ કર્યા બાદ મી.રોયને કડવી દવાનાં ડોઝ આપવા લાગ્યાં હતાં.

“યસ સર…ઇટ્સ વેરી જાયન્ટ એન્ડ નાઇસ. અહીં એક સાથે ઘણાં પાર્ટીસીપેટન્ટસ ને પ્રેક્ટિસ કરાવી શકાશે. અને મારી નજર પણ દરેક પર રહી શકશે.”

“યસ ઇટ્સ જાયન્ટ …. આપણા ટ્રસ્ટીઓની ઇન્સ્ટ્રક્શન છે કે અધર એક્ટિવિટીસમાં પણ વિદ્યાર્થીઓ ને કોલેજ તરફી પૂરતું પ્રોત્સાહન આપવું. માત્ર ભણતર નહી….દરેક એકટીવીટી પર સરખો ભાર આપવાનો. જ્યારે સરકાર કલા મહાકુંભ, ખેલ મહાકુંભમાં લોકોને ભાગ લેવા પ્રેરિત કરતા હોય તો આપણા કોલેજના વિદ્યાર્થીઓ કે જે ખરેખર ટેલેન્ટેડ છે તેને પ્રેક્ટિસ કરવા તેમજ પ્રોપર ગાઈડ લાઈન મળી રહે એ માટે પૂરેપૂરું પ્લેટફોર્મ આપણે પૂરું પાડવું.”

“ગ્રેટ ટ્રસ્ટીઓ તરફથી આટલો સહકાર જ કોલેજની સફળતાનું કારણ છે.સર આઈ એમ રિયલી ગ્લેડ ટુ વર્ક વિથ ધીસ કોલેજ એન્ડ આઈ ફીલ ધેટ આઈ એમ લકી ફોર ગેટિંગ ધીસ ચાન્સ”

પ્રિન્સિપલ સાહેબ એક્ટિવિટી હોલના દરવાજાઓ અને હોલના કબાટની ચાવીઓનો ઝુડો મી.રોય ના હાથમાં મૂકે છે. “રોય… કિપ ધીસ કીઝ..નાઉ યુ આર ધ ઓનર ઓફ ધ કીઝ……આઈ એમ પુટિંગ ધ પ્રેસ્ટીજ ઓફ ધ કોલેજ ઇન યોર હેન્ડ વિથ ધીસ કીઝ.” આટલું કહીને પ્રિન્સિપલ એમની ઓફીસ તરફ રવાના થાય છે.

પ્રિન્સિપલ સાહેબના જવાની સાથે જ રોય એકદમ રિલેક્સ થાય છે અને મનોમન,”હાશ! ગયા….અંતે મારૂં સપનું સાકાર થયું.ઘણા વર્ષો ના પ્રયત્ન બાદ આ કોલેજ માં જોબ મળી.” રોય એક્ટિવિટી હોલના દરવાજાઓ અને બારીઓ ખોલે છે.અને વેરવિખેર દરેક રમત ગમતના સાધનો સરખા કરવાં લાગે છે.તે હોલના દરેક ભાગને નિહાળે છે.

“હે.. ગાયઝ ..જુવો તો એક્ટિવિટી હોલની બારીઓ ખુલી છે અને અંદર કોઈ છે!!” નિશાનું કેન્ટીન માંથી ધ્યાન પડતાં દરેકનું ધ્યાન દોરે છે. તન્વી બધાને “આપણે ત્યાં જવું જોઇએ!!લેટ્સ ગો..” તન્વી,નિશા,રોનક,હાર્દિક,રતન એક્ટિવિટી હોલ તરફ જાય છે.

 

**********