Home Lifestyle શુ તમ જાણો છો કે સ્ત્રીઓ શા માટે ક્યારેય પણ નથી ફોડતી...

શુ તમ જાણો છો કે સ્ત્રીઓ શા માટે ક્યારેય પણ નથી ફોડતી નારિયેળ? જાણો સત્ય હકીકત

0
3971

ભારતીય હિંદુ ધર્મ મુજબ નારિયલ નો અનેરો મહત્વ છે તેમજ તેને ઘણું શુભ ફળ માનવામા આવે છે. તેને શ્રીફળ કહીને પણ સંબોધવામાં આવે છે. જયારે પણ માણસ કોઈ માંનતા કે બાધા રાખે અથવા તો પોતે ભગવાન ના દર્શન કરવા મંદિરે જાય છે ત્યારે શ્રીફળ થી જ શુભ શરૂવાત કરે છે. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ જયારે આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો ત્યારે તે પોતાની સાથે આ ત્રણ વસ્તુ – લક્ષ્મી, નારિયલ નું જાળ અને કામધેનુ ગાય લઈ ને આવ્યા હતા.

શ્રીફળ શબ્દ નો વિચ્છેદન કરતા શ્રી નો અર્થ લક્ષ્મી છે એટલે આ શ્રીફળ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નું ફળ છે તેમ માનવામાં આવે છે. નારિયલ મા ત્રિદેવ કેહતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ નો વાસ માનવામા આવે છે. તેમજ આ સાથે શ્રીફળ ભગવાન ભોલાનાથ નું પ્રિય ફળ પણ માનવામાં આવે છે. એક માન્યતા મુજબ જો નારિયલ ને નજીક થી જોવા જઈએ તો તેમાં ત્રણ આંખો દેખાય છે અને તેને ત્રીનેત્ર રૂપે જોવાય છે. આ સાથે શારીરિક દુર્બળતા ને દુર કરવામાં પણ શ્રીફળ નો ઉપયોગ થાય છે.

ભગવાન ને નારિયલ ધરવાથી પૈસા થી લગતી તમામ મુશ્કેલીઓ દુર થાય છે. જુના રીત રીવાજો મુજબ દરેક કર્મકાંડી કાર્યો મા શ્રીફળ ને વિશેષ માનવામાં આવે છે. કોઈ પણ વૈદિક અથવા દૈવિક ક્રિયા મા શ્રીફળ ને ચઢાવ્યા વગર તેને અધૂરી ગણવામાં આવે છે. તો આજે આર્ટીકલ દ્વારા વાત કરવી છે કે સુકામે મહિલાઓ અથવા સ્ત્રીઓ નારિયલ નથી ફોડતી. તો ચાલો જાણીએ આ કારણ વિષે.

શ્રીફળ ને નારિયલ ના જાડ નું બીજ ગણવામાં આવે છે કે જેનાથી નવું જાળ નું ઉત્પાદન થાય છે. શ્રીફળ ને પ્રજનન ક્ષમતા થી જોડવામાં આવ્યું છે એટલે સ્ત્રીઓ પોતે જયારે બીજ રૂપ થી શિશુ ને જન્મ આપે છે અને એટલા માટે સ્ત્રીઓ માટે આ બીજ રૂપી નારિયલ ને ફોડવું અશુભ માનવામાં આવે છે. કોઇપણ મંદિર હોય દેવી-દેવતાઓ ને શ્રીફળ ચઢાવ્યા માટે પુરુષ જ તેને ફોડે છે. શનિ મહારાજ ના પ્રભાવ ને શાંત કરવા નારિયલ ના પાણી થી શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવું એ એક શાસ્ત્રીય વિધિ માનવામાં આવે છે.

ભારત ના વૈદિક રીવાજો મુજબ શ્રીફળ શુભ, સમૃદ્ધિ, સમ્માન, ઉન્નતિ અને સૌભાગ્ય દર્શાવે છે. કોઈપણ વ્યક્તિ ને માન-સમ્માન આપવા જુના જમાના મા સાલ ની સાથે શ્રીફળ ભેટ આપવામાં આવતી. આપડા દરેક લગ્ન પ્રસંગ જેવા સામાજિક રીતિ-રિવાજો મા શ્રીફળ આપવું એક એવી પરંપરા છે જે યુગો થી ચાલતી આવી છે.

હાલ પણ જયારે લગ્ન નક્કી થઇ ગયા હોય ત્યારે તિલક ના સમયે શ્રીફળ આપી વિવાહ નક્કી માનવામાં આવે છે. દીકરી ની વિદાય વેળાએ પણ તેને નારિયલ સાથે ધનરાશિ આપવામાં આવે છે. આ સિવાય અમુક દુખદ પ્રસંગ મા જેવા કે અંતિમ સંસ્કાર ના સમયે ચિતા ની સાથે નારિયલ ને પણ સળગાવામાં આવે છે. તેમજ વૈદિક અનુષ્ઠાનો મા અને કર્મકાંડ ના કાર્યો મા સૂકાયેલા નારિયલ ને હોમવામાં આવે છે.

આ જેટલું ધાર્મિક દૃષ્ટિ મંગલકારી છે તેટલું જ શરીર માટે પણ ઉપયોગી સાબિત થાય છે. શ્રીફળ મા ભરપુર માત્રા મા ઉર્જા સમાયેલી હોય છે. તે ઠંડા ખોરાક મા ગણાય છે અને તેમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમા થી નીકળતો રસ ને ‘નીરા’ કેહવામાં આવે છે જે આરોગ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે.

આ નારિયલ પાણી મા જોવા મળતા પોટેશિયમ અને ક્લોરીન ની ક્ષમતા એક માતા ના દૂધ સમાન હોય છે. જેથી જે બાળક ને દૂધ ન પચતું હોય તેમને દૂધ ની સાથે નારિયલ નું પાણી ભેળવીને પીવું જોઈએ. જાળા કે ડી-હાઈડ્રેશન ની તકલીફ મા નારિયલ નું પાણી લીંબુ સાથે ભેળવીને પીવાથી રાહત થાય છે. તેમજ તેના અંદર નો ગર્ભ ખાવા થી કામશક્તિ મા વધારો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ ને સાકાર સાથે ખાવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે અને બાળકો પણ સુંદર થાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

👉 અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.  

👉 આ આર્ટીકલ માંથી તમને કોઈ નવી જાણકારી મળી? અથવા તમને ગમ્યો? અથવા તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને નીચે કોમેન્ટબોક્સ મા લખી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
આ પ્રકારના લેખો અથવા અન્ય નવા લેખો જે અમારી વેબસાઈટ પર અપડેટ થાય તે જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.