Home Story “ઓટલો” (વાસ્તવિકતા ની વાતું) – Part 1

“ઓટલો” (વાસ્તવિકતા ની વાતું) – Part 1

0
1785

ફાટેલુ પેન્ટ (jeans), દેહ ના નખશીખ વજન થી બમણા વજનનો ખમ્ભા પર લટકતો થેલો, વિખાઈ ગયેલા વાળ, માથાના વાળમાં એકઠી થયેલ ગરમી માંથી સરી ને ગાલ ની વચ્ચો વચ્ચ પહોંચેલ પરસેવા ની ધાર! ધમ–ધમતા સુરજ ની હાજરી નું પ્રમાણ બની, કપાળમાં ફેલાયેલો કોરા કંકુ નો ચાંદલો, મંદ પડી ગયેલી પગ ની ગતિ અને વિસામો શોધતી આંખો  સાથે યુવાનની નજર “ઓટલા” પર પડતા વર્ષો થી યાત્રાએ નીકળેલા રાહગીરનેં પોતાની મંઝિલ મળી હોઈ! તેટલા હરખ સાથે દોટ મૂકી, હાશકારો અનુભવતા ઘટાદાર વડલા ની છાયા નીચે “ઓટલા” ની શય્યા પરયુવાન નિંદ્રાધીન થયો…. થાકેલા યુવાન નું ઓટલા ને જોતા હાશ કરો અનુભવી નિંદ્રાધીન થવું સહજ છે, કારણ, આએજ ઓટલો છે.! જે‘ણે ૧૦૦એક દિવાળીયું જોઈ છે! ઘણા વટેમાર્ગુ ને આશરો આપ્યો છે, અને હંમેશા પોતાનીસાત્વિકતા, મર્યાદા અને મોટપ ની વાતું કરી છે.

***********

ગામડા પ્રથામાં મર્યાદા, ન્યાય અને શાષકીયતા નું પ્રમાણ કોઈકહેવાતું તો એ “ઓટલો” હતો..! “ઓટલા” ની સાત્વિકતા નુંપ્રાણ આપતો તેના પર ખડકાયેલો લીલોછમ અને અડીખમવડલો આજે પણ પોતાની પવિત્ર, મર્યાદા યુક્ત અને શીતળછાયામાં લોકો ને પરત સમાવિષ્ટ કરવા આતુર છે, પોતાનાનિયમ અને મર્યાદા ને આધીન કેટ–કેટલા ને યોગ્ય ન્યાય અપાવતા “ઓટલા” એ અપશબ્દો અને શત્રુતા સામે પણ પીછેહઠ નથી કરી, યોગ્ય–અયોગ્યતા  ની સમજણ ના મંથનમાંવીતેલા ૧૦૦ વર્ષ ના અનુભવ થી ઘડાયેલ “ઓટલા” નેઆજનો સમય વિસરી જઈ રહ્યો હોય ત્યારે, પોતાના ભાવો નેસંગ્રહિત કરી રાખવા અસમર્થ એવો “ઓટલો“, પોતાની વ્યથાને ઠાલવવા યોગ્ય પાત્ર ની પ્રતીક્ષામા, આવતા જતા દરેકમુસાફર સાથે ભૂત–ભવિષ્ય  વચ્ચે  ના  તફાવતો  ની દલીલ કરતો દેખાય છે.

**************

પચાસેક ગાયું અને ભેશુંના પગલાંનો નજીક પહોચી રહેલો અવાજ અને ધીમા ધીમા પણ સતત સંભળાતા મંદિરનાઘંટ–નગારા ના અવાજો સંધ્યા કાળ ની ખાતરી આપી રહ્યા હતા, કલાકો ની નિંદ્રા બાદ થાક મુક્ત અને તાજગી યુક્તભાવો પ્રગટ કરી રહેલ યુવાન ની આંખો સમક્ષ…

“મણ એક બાજરો ભરાય એવી માથા ઉપર પાઘડી, હાથમાં પંદરેક કિલો નો બડો (લાકડી), પગમાં અસલ ચામડા નીઆભલા ટાંકેલી મોજડી, પૂળો પૂળો મૂછ, ચોખ્ખા ઘી દૂધ થી વણાયેલ કાયા અને શરીરમાં દસેક બળદ જેટલું બળહોવાની ખાતરી આપતા મજબૂત બાંધા વાળા આધેડ વય ના માણસે, માવઠા ની હૃદય થંભી ગર્જના સમાન પડછંદઅવાજે કહ્યું મેમાન….ઉઠી ગ્યા ?”, સાંભળતા આળસ મુક્ત યુવાન એક એક ઓટલા પર બેઠો થયો, ગભરાયેલા સ્વરમાં હા.. કહી નીકળવાની તૈયારી એ લાગ્યો.

કઈ બાજુ જુવાન…..? પેલા માણસે પૂછ્યું.

મારુ નામ જુવાન નથી(અકળાઈ ને). યુવાન બોલ્યો.

તો, મારુ નામ જીવો છે તમારું શું? પેલા માણસે કહ્યું. (તોછડો સ્વર હતો, પણ ભાવ બિલકુલ ભોળો)

કઈ જવાબ આપ્યા વગર યુવાન પોતાનો માંડ–માંડ ઉપડતો થેલો ખંભે નાખી સામે તરફ ના બસ–પાટિયા તરફચાલતો થયો.

આયા બેસીજાઓ જુવાન અત્યારે એ‘કોઈ બસ નઈ મળે, આ ગામમાં દી–આથમ્યા પછી બસ નથી આવતી, છેલ્લી બસતમે ઉઠ્યા એની પાંચ મિનિટ પે‘લાજ ગઈ, જીવાએ આદર પૂર્વક કહ્યું.

જીવા સામે છછુન્દર લગતા યુવાનમાં કોણ જાણે કઈ વાતનું અભિમાન હશે કે જીવા ના આદર ને ફરી અવગણ્યો, પણઆ‘તો ભોળપણ ભરેલી માટીમાં ઉછરેલો જીવો, માન–અપમાન, કટાક્ષ, તોછડાઈ જેવા શબ્દો અને સ્વર થી એને ક્યાંકઈ લાગે વળગે? એણે તો યુવાન ના હાથેથી ફટક થેલો લઇ અને ઓટલે બેસી ગયો.

શાબ્દિક યુદ્ધ જીવા સાથે યોગ્ય નો‘તું અને શારીરિક યુદ્ધનો તો કોઈ સવાલ જ નો‘તો! એટલે નબળા સ્વરમાં યુવાને કહ્યુંમારે ત્યાં નથી બેસવું, બસ–પાટિયે બેઠો છુ, જયારે બસ આવે ત્યારે હું નીકળી જઈશ તમે ચીન્તા ન કરો.

જીવો: આવા ફાટેલા પાટલૂને ન્યાં નો બે‘હાય જુવાન! અંધારામા કાળીયો કયડી જાશે. (જીવો હવે ટીખળીએ ચડ્યોહતો)

સમ–સમી ગયેલા પણ લાચાર યુવાને જીવા સામે અભણ ઠેરવતી નજર કર્યા થી વિશેષ કઈ કરવાનું નહોતું.

અમાસ ની રાતે કાળા ડિબાંગ આકાશ નીચે, દૂર–દૂર થી આવતા તમરાનું તમ–તમ, ખેતરમાં ચાલતા પાણી નાપમ્પનો અવાજ, વળતી જતી ઠંડી અને શરીર ને બને તેટલું સંકોચી ને બસ–સ્ટેન્ડ ના બાકડા નીચે સુતેલા ૨–૩ કુતરાની સાક્ષી પૂરનાર, ગામમાં જાણે જીવો અને યુવાન જ રહ્યા હોય તેમ સોપો પડી ગયેલો.

ઘુંઘવતાં મહાસાગર જેવા પડછંદ ખોંખારા સાથે, સુમેરુ પર્વત પરથી સરી પડતી શીલાના ગડગડાટ સમાન પગલાંભરતા જીવા ને ઓટલે થી અળગો થતો જોઈ, પેહલા ક્યારેય ન અનુભવેલા આ પ્રચંડ અવાજ થી ક્ષણ વાર ધબકારોચુકી ગયેલા યુવાન ને થયું, મેં માન–મોહ ન આપ્યા એટલે જીવો ત્યાંથી ચાલ્યો ગયો! પોતાને બંધન મુક્ત સમજતોયુવાન એકલતા ને પામી ખુશ–ખુશાલ હતો. ક્ષણો વીતી, વીતતી ક્ષણો સાથે હરખમા ઘટાડો થયો અને સહવાસ નીઝંખના પ્રબળ બની, એકલતા વિવશતામાં પરિવર્તી અને શહેરી યુવાન શહેરની મોડી પણ દિવસ નો અનુભવકરવાનરી ચમક–દમક થી ભરપૂર રાત્રી ના અસાંગળામા ડૂબ્યો, જીવા ના વ્યવહાર ને તોછડાઈ સમજતો, આ ઘડીએતોછડા વ્યવહાર ને પરત પમવા તત્પર થયો.

(માણસ સ્વભાવ   છે..! માણસ ખોરાક વગર રહી જશે પણ સહવાસ વગર નહિઅહંકારજરૂરિયાત અનેએકલતા ની ઉણપ માણસમાણસ માંથી મેળવી લ્યે છે.)

વધુ વાંચો આવતા અંકે ………………………………………………………………………..
કૃણાલ ગઢવી.