આમ તો ખટ મીઠો એવો હોય શબ્દ, પણ મે તીખો મીઠો એવો ઉપયોગ કરયો છે. કેમ કે ખાટો એટલે તો મારા મત મુજબ કંઇક ખરાબ અનુભવ થયો હોય એમ પણ મને કંઇ ખરાબ અનુભવ નથી થયા પણ હા ખુબ જ મુશ્કેલી ભરેલા ખરા.
માં બનવું એ જેટલી ખુશી ની વાત છે એટલી જ સહનશક્તિ , ધીરજ , પ્રેમ , અને સમૅપણ ની વાત છે. હું ૨૩ વષૅની ઊંમરે માં બની. માં બનવાની મારી એક વષૅ ની સફર કેવી રહી તેના વિશે વાત કરુ તો તે એક ગેમ જેવું લાગયું એક લેવલ પાર કરી લો એટલે એકદમ ખુશ થઇને મોબાઇલ કે વિડિયો ગેમ નીચે મુકી , આળસ મરડી , હાથના ટચાકા ફોડતાં બોલવું…હાશ માંડ પત્યું. પણ ત્યાં તો સ્ક્રીન પર નેક્સ્ટ લેવલ લખેલું આવી જાય.પણ તે લેવલ પણ પાર કરવાનો ઉન્માદ તેટલો જ રહે છે.તેવું જ મને મા બન્યા પછી લાગે છે એક લેવલ પુરુ કરી ને હરખ કરુ નો કરુ ત્યાં તો આગળનું લેવલ આવી જાય છે. આમ જોયે તો આ ખુબ જ ધીરજ નું કામ છે જે મારા મા બિલકુલ નથી. હું અડધા કલાકની સિરિયલ પણ એક બેઠકે જોઇ નથી શકતી કેમ કે તેમાં અંતે કંઇ પરિણામ જ નથી આવતું તેના કરતાં હું મુવી જોવું પસંદ કરું છુ કેમ કે તેમા ૨-૩ કલાક મા કંઇક ફેંસલો તો થઇ જાય છે. જો કે જે માં- બાપ બની ગયા હશે તેઓને મારી વાત સાચી લાગશે અને સમજાશે પણ ખરી.
નિયતિ . હા… હું માં બની. એક દિકરીની માં બની જેનું નામ મે અને મારા હબી વનરાજ એ નિયતિ રાખ્યું. હોસ્પિટલમાં નિયતિ નો જન્મ થયો .રજા મડતા હું મમ્મીના ઘરે આવી અને વનરાજ અમારા ઘરે ગયા. (દિકરીનું પણ કેવું મમ્મીનું ઘર ને મારું ઘર ને….. નહિં …જાણે મહેમાન મહેમાનની રમત. હું તો મારી દિકરી ના મન માં પહેલેથી આવો કંઇ કચરો ઠાલવીશ જ નહીં.) નિયતિ નાં જન્મ પછી મારા અને વનરાજ વચ્ચે પહેલું વ્હોટસેપ એ બાબતે થયું કે ઢીંગલીનું નામ શું રાખીશું. પહેલો દિવસ કંઇ નકકી ના કરી શકયા બીજા દિવસે મારા મન માં અચાનક જ નામ યાદ આવ્યું નિયતિ. થોડી વાર પછી નેટ ચાલું કરી વનરાજ ને વાત કરવા જાવ છું ત્યાં વનરાજ ના મેસેજિસ આ પ્રમાણે હતાં …” મને નિયતિ નામ ગમે છે આપણી ઢીંગલી માટે. કેવું છે? તને ગમે? ” મારો રિપ્લાય ” અરે હું પણ એ જ કહેવાની હતી બોવ જ મસ્ત નામ છે તો નિયતિ જ. ડન .” આમ અમને બંને ને એકીસાથે જ દુર રહી ને પણ કોઇ એક જ નામ વિશે વિચાર આવ્યો એટલે કંઇ જ લાંબુ વિચારયા વગર નામકરણ કરી દિધું નિયતિ.
હું માં બની એ પહેલા ઘણા બહેનો પાસેથી સાંભળેલું કે મારું બાળક બહુ જ તોફાની છે થકાવી દે છે સાંજ પડે તો રડવું આવી જાય છે ત્યારે એમ થાતું કે આ એટલાક માં શું રડતી હશે બાળક તો એમ જ હોય ને પણ જયારે મને નિયતિ નો અનુભવ થયો ત્યારે સાચી ખબર પડી કે સાંજ પડયે રડવું કેમ આવી જાય છે. પણ એવું નથી કે ફકત થાક જ છે સાથે સાથે અનહદ આનંદ પણ છે જ અમથું જ કોઇએ નથી કિધું કે બાળક ભગવાનનું સ્વરૂપ છે.
સતત કલાક કલાક રડે , કોઇ નાની અમથી વાત માં જીદ કરે ,કારણ વગર ના નખરા કરે અને પછી એને છાની રાખવા માટે હું મથુ ,બનતું કરુ ,કંઇક ટિંગલ કરુ , મોઢા બનાવુ , ચાળા પાડુ અને નિયતિ હસી પડે ….હે ભગવાન શું અદભુત લીલા છે તારી બધો થાક બધો ગુસ્સો એ જ ક્ષણે ઓગળી જાય.
નિયતિ ને જમાડવી એટલે એક ખુબ જ અઘરુ કામ. એટલું અઘરુ કે વાત ન પુછો પણ એને કડવુ ખુબ ભાવે હું પણ નાની હતી ત્યારે કડવી વસ્તુ જ ખાતી એવું મમ્મી કહેતી. નિયતિ મારા પર જ ગઇ છે દેખાવે ,સ્વભાવે ,શોખ, રુચિ બધા માં નાની રિદ્ધિ જ છે એ. તેને સુવડાવવી પણ એટલી જ અઘરી છતાં પણ એ રડી રડી ને થાકે અને હું એને છાની રાખી ને થાકું પછી નાની અમથી વાત માં પણ હું તેની સાથે ખડખડાટ હસી પડું અને એની સાથે હસતી સેલ્ફિ લઇ ને ડીપી રાખું ફેસબુક પર મુકું અને સ્ટેટસ રાખું” see ..how my day is going with lovely cutie pie im so happy ” અને નીચે મડતી લાઇક અને કોમેન્ટસ થી એટલી ખુશ થાવ કે મારા પિકચર પર થયેલી કોમેન્ટસથી પણ વધારે. આ સમયમાં મારો સોશિયલ મિડિયા નો વપરાશ પણ ખુબ જ વધી ગયો મારી બહારની દુનિયા એટલે એ સોશિયલ મિડિયા જ. કેમ કે નિયતિ ના જન્મ પછી કયારેક કયારેક તો ૩ ૩ મહિના સુધી હું ઘરની બહાર પણ નથી નિકળી. કયારેક એકલું એકલું ફિલ થાય, કયારેક બધું છોડી ને અહિં થી કયાંક દુર ચાલ્યું જવાનું મન થાય પણ પછી એ જ વિચારો પર હસવું પણ આવે . ઘરના સભ્યો સાથે પણ પહેલા જેટલી વાતચીત ના થાય કેમ કે દિવસના ૨૪ કલાક માથી મારે ૨૪ કલાક નિયતિ ને આપવાનાં હોય છે એટલે કે દિવસ આખો. પણ સોશિયલ મિડિયાના ઉપયોગ થી ફાયદો પણ થયો છે હું જે લખવાનું ભુલી ગઇ હતી તે ફરી યાદ આવી ગયું છે કોલેજ ટાઇમ માં લખતી કાવ્ય, વાતાૅ , કંઇક સ્પીચ આપવી હોય તો તે એ કોલેજ પુરી થતા ભુલી ગયેલી જે પાછું હવે લખું છું.
નિયતિ નાં જન્મ પછી મારી લાઇફ નો સૌથી મહત્વનો હિસ્સો એ નિયતિ. કયારેક કયારેક તો એમ થાઇ કે મારી લાઇફ માં થી નિયતિ દુર જતી રહેશે એટલે કે ભણવાં અથવા તો જોબ કે વિવાહ કે કંઇ પણ કારણોસર ત્યારે હું કોની સાથે મસ્તી કરીશ ,કોની સાથે રમીશ, કોના ચાળા પાડીશ… ખેર પણ એ સમય ને તો હજી ઘણી બધી વાર છે હજી તો મારી ઢીંગલી ૧ વષૅ ની પણ નથી થઇ. અત્યાર થી શું એવું બધું વિચારે છે એવું મારા મન ને સમજાવી દવ. નિયતિ ની કેર કરવી ,એને નવડાવવી , જમાડવું રમાડવી , આ બધું હું પહેલી વાર કરું છું મે કોઇ પણ નાના બાળક ને પહેલા નથી કરી દિધું પહેલી જ વાર કરું છું એટલે એવું નહીં કે એ બધા માં હું પરફેક્ટલી જ પાર ઉતરુ પણ મારા થી બનતા પ્રયાસ કરું છું ઇન્ટરનેટ પર પણ હવે તો babycare માટે કેટલી બધી હેલ્પ મડે છે એનો પણ ઉપયોગ કરું છુ. પણ કોઇ બીજું આવીને મને કહી જાય કે આમ નહીં આમ કર ત્યારે જે ગુસ્સો આવે ને એ તો એમ થાય કે એમ કહિં દવ કે તમને પુછવા આવી છુ કે કેમ કરાય. પણ એવું કરતી નથી હસતાં હસતાં સાંભળી લવ છું . અને પ્લીઝ મારી બધી જ નવી અને પહેલી વખત મા બનનારી બેન ને વિનંતી કે આડોશપાડોશ કોઇ આન્ટી કે ત્રીજી વ્યક્તિનું સાંભળો એ પહેલા તમે તમારી જાતને પુછો કે આ પરિસ્થિતિમાં હું શું કરું? તમને જવાબ મળી જ રહેશે કેમ કે તમે એ બધા કરતાં તમારા બાળક ને ૯ મહિના વધારે ઓળખો છો. પણ ડૉન્ટ વરી તમને આ મફત નું સલાહ સુચન તો મળતું જ રહેવાનું છે મને પણ મળ્યું છે આમ કરાય , બાળક ને આમ રખાય પણ મે એ બધાને હા એ હા જ કરી છે. ઠીક લાગ્યું તો જ કરયું છે બાકી બધાનું કહેવું માની ને બાળક પર પ્રયોગ કરવા નથી બેઠી.હા કયારેક કયારેક ગફલત પણ થાય એનો અથૅ એ નહીં કે દર વખતે તમે બીજાનું જ માનો. છતાં પણ આગળ કહ્યું એમ સલાહ સુચન તો મને મળવાના ચાલુ જ રહ્યા અને કયારેક તો હું કરતી હોવ એ ખોટું છે, રીત ખોટી છે ,બરાબર નથી કરતી, છોકરા સાચવતાં નથી આવડતા એવું પણ સાંભળવા મળ્યું. પણ એવું બધું ઇગ્નોર કરતાં ધીરે ધીરે શીખું છું. કેમ કે એ સિવાય મારી પાસે બિજો કોઇ રસ્તો જ નથી તેની હારે ઝઘડો કરવા તો ના બેસાય. ખરેખર આ સલાહ સુચન ને એ એક પ્રકારનો tourcher જેવુ લાગે છે મને. ખેર છોડો એ બધું.
હવે આવે છે સૌથી અઘરો ટાસ્ક ….રાતના ઉજાગરા . રાતે શાંતિથી બધા સુતા હોય ઘડિયાળનો કાંટો ૧ ની આસપાસ સમય બતાવી રહ્યો હોય અને અચાનક જ નિયતિ ને રડવું આવે રાતે જ એને નખરા ઊકલે. બધા શાંતિ થી સુતા છે તો ચાલો હું મારું દિવસનું અધુરુ રડવાનું હતું એ અત્યારે પુરુ કરી લવ એવું વિચારી એ પોતાનો target પુરો કરે અને મારામાં ૨ કલાક નીંદર કરીને માંડ ભેગી કરેલી શકિત ને પણ પુરી કરી નાખે. તેનું પરિણામ રાતે થાકેલા સુતા હોય અને સવારે એનાથી પણ વધારે થાકેલી હાલતમાં ઉઠવું પડે. પરિણામે stress અને પછી ડાકૅ સકૅલસ, પિંમ્પલ્સ, પિગમેન્ટસ, હેર લોસ , વેઇટ લોસ , વિકનેસ અને ન જાણે શું શું ? પણ સવારે પાછી નિયતિ ઉઠે ત્યારે હું તેને ગુડમોનિગ કિસ સાથે રાધેશ્યામ કહેવા માટે દોડી જાવ છું. અને એ પણ મને સામે રાધેશ્યામ કહેતી હોય તેમ મારા મોઢા પર હાથ ફેરવી ને કાલુ ઘેલુ બોલવાનો પ્રયત્ન કરે.
ગભાૅવસ્થામાં મે ઓશો ને ખુબ વાંચ્યા. એટલે તેના જેવી નિયતી થોડીક ઉપદ્વવી પણ ખરી.
મને આમ તો બોલવાની બહુ જ ઓછી ટેવ છે. વાતો કરવી ના ગમે. ઘણા સગાંસંબંધી તો એમ પણ કહે કે રિદ્ધિ તો બોલતાં બોલતાં આળસ કરી જાય. અને હું એ વાતને સ્વીકારુ પણ છું. પણ કયારેક કયારેક થાય કે નિયતિ જલ્દી બોલતા શીખી જાય તો કેવું સારુ મારે તેની સાથે કેટલી બધી વાતો કરવી છે કેટકેટલું શેર કરવું છે. નિયતિ બોલકણી થાય તોસારું અમે બે એટલે કે હું અને વનરાજ અને ઘરનાં લગભગ બધા સભ્યો સાવ ઓછા બોલા છીએ. નિયતિ બધાને બોલતા કરી દેશે મને એવું લાગે છે. મારા એક ફેવરિટ ટીચર સ્કુલમાં તેઓ હંમેશા કહેતાં કે ગમે તે થાય પણ જીવનમાં એક એવું સરનામું રાખવું જયાં તમે દિલ ખોલીને બધી વાતો કરી શકો મારે એ સરનામું નિયતિનું રાખવું છે. પ્લીઝ નિયતિ જલ્દી બોલતાં , સમજતાં શીખી જા. આઇ એમ વેઇટીંગ.
નિયતિબેન હજી ૧૧ મહિના ના છે એક વષૅ ના એ ૧૨ /૫ ના થશે. ખુબ જ આતુરતાથી હું તેના ફસ્ટૅ બથૅ ડે ની રાહ જોવ છું. મારો આ અનુભવ પણ તેના ફસ્ટૅ બથૅ ડે પર જ શેર કરવા માંગતી હતી પણ ના રહેવાયું. અને હજી તો ઘણો બધો અનુભવ લેવાનો બાકી છે. ( નિયતિ મનમાં કહેતી હશે કે મમ્મી અભી તો પિક્ચર બાકી હે ….. આગે આગે દેખો હોતા હે કયા …😝) કંઇ વાંધો નહીં બેટા આઇ એમ રેડી. બસ ભગવાન પાસે એક જ પ્રાથૅના તું જીવનમાં જે કંઈ ઇચ્છે ભગવાન તને તેને લાયક બનાવે.
લેખિકા: રિદ્ધિ ઓડેદરા આગઠ
Email:www.riddhiodedara2006@gmail.com