આ નવરાત્રી સીઝન ટ્રાય કરો ન્યુડ મેકઅપ એટલે એવો મેકઅપ જે કરો તો પણ દેખાય નહીં
જેમ-જેમ સમય બદલાય છે એમ-એમ સુંદરતાની પરિભાષા પણ બદલાઈ રહી છે. હવે લોકોને બહુ બોલ્ડ ફૅશન નથી ગમતી, પણ લાઇટ ફૅશન ગમે છે અને આ જ લાઇટ ફૅશનના શોખીનોએ ફૅશન માર્કેટમાં ન્યુડ મેકઅપને એન્ટ્રી આપી છે. ન્યુડ મેકઅપના નામથી જ સમજાઈ જાય છે કે આ ન્યુડ મેકઅપ એકદમ લાઇટ હશે. મુલુંડમાં રહેતાં બ્યુટિશ્યન રશ્મિ ગાલા કહે છે, ‘આમ તો પહેલાથીજ નવરાત્રીમાં બહુ ભપકાદાર મેકઅપની ફૅશન હતી, જે અત્યારે પણ ચાલી રહી છે. પણ હવે લાઇટ મેકઅપની ફૅશન છે જેમાં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. આ મેકઅપ તમને સટલ લુક આપે છે. એ સાથે જેને બહુ ભપકાદાર મેકઅપ નથી ગમતો તેવા લોકોને ન્યુડ મેકઅપ એક સૉફિસ્ટિકેટેડ લુક આપે છે.’
‘ન્યુડ મેકઅપની વ્યાખ્યા એ છે કે એવો મેકઅપ જે કર્યા પછી તમારા ફેસ પર દેખાય નહીં, પણ તમને મેકઅપની ઇફેક્ટ જરૂર વર્તાય. હમણાં-હમણાં ન્યુડ મેકઅપની ફૅશન બહુ ચાલે છે. યંગસ્ટર્સ અને મોટી ઉંમરની મહિલાઓ, જેમને સૉફ્ટ મેકઅપ કરવો હોય તેમના માટે ન્યુડ મેકઅપ જ પ્રિફરેબલ છે.’
પ્રોસીજર:
ન્યુડ મેકઅપ કરવાની પ્રોસીજર નૉર્મલ મેકઅપ જેવી જ છે. બસ, આમાં વપરાતા શેડ્સ અલગ છે. સૌથી પહેલાં ફેસને કન્સીલરથી સાફ કરો. એ પછી ફાઉન્ડેશન લગાડો. એના પછી આઇશૅડો, લાઇનર અને મસ્કરા લગાવો. એ પછી બ્લશર લગાવો. ન્યુડ મેકઅપ હોવાથી આમાં લિપસ્ટિકનું એટલું મહત્વ નથી. જો લગાવવી હોય તો લિપગ્લૉસ અથવા એકદમ લાઇટ લિપસ્ટિક લગાવવી. ન્યુડ મેકઅપની બધી પ્રોડક્ટ સ્કિનટોનને મૅચ થતી હોવી જોઈએ. જેમ કે બ્રાઉન, નૅચરલ પીચ, કૉપર જેવા સૉફ્ટ નૅચરલ કલર જેને અર્થ કલર પણ કહે છે એ શેડ્સ વાપરવા. હવે માર્કેટમાં તમને ન્યુડ મેકઅપ માટે અલગથી પ્રોડક્ટ પણ મળે છે. ન્યુડ મેકઅપ બધા સ્કિનટોનને સારો લાગે છે જેમાં ઘઉંવર્ણના લોકોને કૉપર વિથ શિમર શેડ સારો લાગશે. જેની સ્કિન ગોરી છે તે તેની ચૉઇસના હિસાબે કોઈ પણ શેડ્સ પસંદ કરી શકે છે. હેરસ્ટાઇલમાં વાળને સ્ટ્રેટ રાખવા અથવા તો બ્લો ડ્રાય કરી શકો છો. બીચ-પાર્ટી હોય કે સંગીતસંધ્યા, ન્યુડ મેકઅપ તમને બધાથી અલગ પાડે છે. તમારી એક અલગ પહેચાન ઊભી કરે છે. એ સિવાય ઑફિસમાં સટલ અને સ્માર્ટ લુક માટે ન્યુડ મેકઅપ ટ્રાય કરી શકાય.
નવરાત્રીમાં બધાનું માનવું છે કે મેકઅપ ન્યુડ છે તો નવરાત્રીમાં સારો લાગશે, અને ખુબજ સટલ લૂક આપે છે. ‘એવું છે કે ન્યુડ મેકઅપ નવરાત્રી માં આરામથી કરાય, કારણકે આ લૂક વધારે સમય સુધી ફેસ માં ટકે છે..ગરબા કરવાથી ઘણો પરસેવો છુટે છે અને આ ન્યુડ મેકપની ગ્રિપ આરામથી રહે છે. જો ગરબા કોઈ હોલ માં હોય કે પછી બહાર હોય બન્ને જગ્યાએ આ મેકપ બેસ્ટ લાગશે. તો હાલો, નાચો જ્હુમો કારણકે મેકપ ડલ થવાનો હવે કોઈ ડર નહી.. 😊
એક્સ્ટ્રા ટીપ : જો તમે શિયાળામાં ન્યુડ મેકઅપ કરતા હો તો તમારે મેકઅપ પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાવવું,પણ ફાઉન્ડેશન તમારા મેકઅપને પકડીને રાખે છે. એથી મેકઅપ જલદી નીકળતો નથી. આના લીધે તમારો મેકઅપ પાંચથી છ કલાક સુધી ટકે છે.