Home Lifestyle પ્રેમ લગ્ન..???

પ્રેમ લગ્ન..???

0
846

ધડામ….

મોબાઇલ કબાટમાં ભટકાઈ છે ને નીચે પડી તૂટવાનો અવાજ આવે છે.દારૂના નશામાં કુમારને કંઈ ખ્યાલ નથી રહેતો. આ એજ મોબાઈલ હતો જે કુમારે  સૂચિને તેના જન્મદિવસ એ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપ્યો હતો.

“કુમાર આ તે શું કર્યું?દારૂના નશામાં તું શું કરે છે એ તને ખબર છે.આ સલોની પણ મોટી થઈ ગઈ છે તેના માનસ પર શી અસર થશે?” સૂચિ રડતાં રડતાં કુમારને કહેતી હતી પણ કુમાર નાશમાં ચૂર હતો.તે લથડતાં ભટકતા બેડરૂમ માં જાય છે અને ઊંધા બેડ પર ફસડાઈ પડે છે.

સૂચિ સહેમી સહેમી સલોની સાથે તેના રૂમમાં જઈ સુવે છે,ઉંઘ તો આવતી ન હતી પણ ગભરાઈ ગયેલી સલોનીને માનું પડખું મળે અને એતો નિરાંતે ભૂલી સુઈ શકે…

સૂચિ રૂટિન મુજબ તૈયાર થઈ સલોની સાથે સ્કૂલે જવા નીકળી પડે છે,જતા જતા એક ચિઠ્ઠી ડાઇનિંગ ટેબલ પર મૂકતી જાય છે.દસ વર્ષની નોકરીમાં હમેશાં ખુશ રહેતી સૂચિ છેલ્લા ઘણા સમયથી સુનમુન જોઈ તેની સાથે જ નોકરી કરતા એક પીઢ અઘ્યાપિકા મધુમતી બેન એ સૂચિ ને પૂછ્યું,”કેમ ઉદાસ છે? મને કહે હું તને કંઈ મદદરૂપ થઇ શકું તો…!!”

સમયના પ્રહારથી ભાંગેલી સૂચિ તેની વાત મધુમતી બહેન ને કહે છે.” સાત વર્ષ પહેલાં અમારા ઘર ની બાજુમાં આવેલ પીજી માં કુમાર રહેતો હતો.તેના દેખાવ અને શાંત સરળ સ્વભાવ માં હું તેના તરફ આકર્ષાઈ અને પ્રેમ થઈ ગયો.સાથે જીવવા-મરવાના સોગંદ ખાધાં હતાં. એક વખત તેનાથી રિસાઈ ત્યારે મને રિઝવવા તેને બ્લેડ વડે પોતાના હાથ પર મારુ નામ પણ કોતરીયું હતું.એકબીજા વગર ન ચાલતા કુટુંબ ની વિરુદ્ધ અમે લગ્ન કર્યા.

અમે બંને સમાજ ના વિરોધ વચ્ચે અમારી જીવનની ગાડીને હંકારી ગયા.શરૂઆતમાં અમે ખુબજ સ્ટ્રગલ કરી.પણ એમના અને મારા બંને ના સહિયારા પ્રયાસે આર્થીક સદ્ધરતા મેળવી,મકાન બનાવ્યું..બધું સરસ ચાલવા લાગ્યું.

પણ સાતેક મહિના પહેલા કુમારને કંપનીમાં નવા બોસ સાથે થયેલ ઘર્ષણ ના લીધે નોકરી છોડી દીધી.નવી નોકરી ન મળતાં અને ઘરમાં બેસી રહેતાં, મેં કુમાર ને કહ્યું નોકરી શોધવા પ્રયત્ન તો કરવો જોઈએ એ શબ્દો એને બહુ વાગ્યા અને તે દારૂ પીવાનું શરૂ કરી દીધું.મારા એકલા હાથે ઘર ચલાવવું અઘરું થવા માંડ્યું એટલે મેં ટયુશન દેવાના શરૂ કર્યા. કુમારને સમય ન આપી શકતા પરિસ્થિતિ વણસી ગઈ.હું પણ તણાવમાં રહેવા લાગી. હું કુમારના મિત્ર અજયના સંપર્કમાં આવી તેની સાથે મેં આ બધી વાતો કરી જેની જાણ થતાં કુમારે હવે ઘરમાં તોડફોડ કરવાનું પણ શરૂ કરી દીધું છે.”

મધૂમતીબેન એ વાતો સાંભળી પૂછ્યું “હવે આગળ શું વિચારીયું?”

સૂચિએ કહ્યું “જે માંણસ વાત સમજે જ નહીં ને જંગલી પણું કરે તેની સાથે બીજું શું વિચારે !! હવે એક જ રસ્તો રહયો છુટાછેડા…”

મધુમતીબેન એ વચ્ચે પડી વાતચીત કરવા કહ્યું.પણ સૂચિ હવે કુમાર સાથે રહેવા નહોતી ઇચ્છતી.

મધુમતીબેન મનોમંથન માં ઉતરી પડ્યા.”પ્રેમલગ્નનો શુ આવો અંત હોય શકે?યુવાવસ્થાના ઉંબરે જ્યારે પ્રેમીયુગલો સાથે જીવવા મરવાની વાતો કરતાં હોય છે અને સમાજ સામે બળવો કરવાની હિંમત રાખનારા યુગલો જ્યારે જીવનરુપી દરિયામાં આવેલ સંઘર્ષરૂપી ભંવરમાં ફસાઈ જતાં નીકળવાની હીંમત કેમ કેળવી નહીં શકતા હોય ?? શું આમ જ પ્રેમલગ્નો ભાંગતાં હશે?શુ પ્રેમલગ્ન નો અંત આવો હોય ??નવા પ્રેમીયુગલો એ પણ સમાજના આવા દાખલાઓ માંથી કઈક શીખ તો લેવી જ જોઈએ.

કુમાર ઘરે સવારે જ્યારે ઉઠે છે.તેનું માથું દુઃખતું હોય તે બેડરૂમ ની બહાર આવતા ચિઠ્ઠી દેખાય છે. ચિઠ્ઠી જોઈ તે ખૂબ જ રડવા લાગે છે.સૂચિ છુટાછેડાની વાત ચિઠ્ઠી માં લખેલી હોય છે.એ તુરંત જ સૂચિની પાસે પહોંચી જાય છે અને માફી માંગે છે.લગભગ આખો દિવસ ચર્ચા અને મનોમંથન કરે છે. અને અંતે કુમાર -સૂચિને”સુચિ આપણે સમાજ સામે બળવો કર્યો હતો તો શું આ પરિસ્થિતિ નો સામનો ન થઈ શકવા..?” સૂચિ અને કુમાર અંતે જીંદગીની નવી શરૂઆત કરવાના અને એક બીજાને ફરી મોકો આપવાના નિષ્કર્ષ પર આવે.