Home Health ગુજરાતી ચિત્રપટ ની મહાન નાયિકા એટલે કે સ્નેહલતા આજે જીવે છે આવી...

ગુજરાતી ચિત્રપટ ની મહાન નાયિકા એટલે કે સ્નેહલતા આજે જીવે છે આવી જિંદગી…

0
2987

આજે અમે તમારી સામે વાત કરવા ઈચ્છીએ છીએ ગુજરાતી ચિત્રપટ ની મહાન નાયિકા સ્નેહલતા વિશે. એ સમય અલગ હતો જ્યારે ગુજરાતી રંગભૂમિ પર આ મહાનાયિકાએ પોતાની કળાઓના કામણ પાથર્યા હતા.આજે લોકો જાણે કે એમને ભૂલી જ ગયા છે.

પણ સાથીયો આ એજ સ્નેહલતા છે જેમણે ગુજરાતી ફિલ્મ જગત માં સારા-સારા સુપર હીટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી. તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હિટ રહી છે.

વાત કરીએ તેમના વિશે તો તેઓ આજે મુંબઈ માં બાંદ્રા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે અને હવે ફિલ્મી જગતથી દૂર જ રહે છે. ૬૩ વર્ષીય સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણમાં તેમના સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોવા મળેલા.

તેમની એક દીકરી ડૉક્ટર છે. તેમને જ્યારે ટીવી પડદા પર પાછા ફરવાની વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પોતે હવે કોઇપણ ફિલ્મ,ધારાવાહિક કે સિરિયલ માં કામ કરવા માંગતા નથી. હવે તે પૂરતો સમય પોતાના પરિવાર ને આપવા માંગે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.