Home Lifestyle ઘરે બનાવી શકાય મોઇશ્ચરાઇઝર

ઘરે બનાવી શકાય મોઇશ્ચરાઇઝર

0
911

મોઇશ્ચરાઇઝર આપણે સૌ જાણીએ છીએ કે આ ઉત્પાદન બજારમાં ઉપલબ્ધ હોય છે અને રાસાયણિક પ્રક્રિયા થી બનાવવામાં આવે છે. છતા પણ આપણે એ બજારમાં મળતા મોંઘા અને રાસાયણિક પ્રક્રિયા થી બનાવેલ મોઇશ્ચરાઇઝર ખરીદી છીએ અને મહદઅંશે ત્વચાને નુકશાન પહોંચાડી રહ્યા છીએ.

પરંતુ આજ અહીં ઘરે બનાવી શકાય એવા મોઇશ્ચરાઇઝર ની માહિતી આપીશું.

ઍવકડો થી બનતું મોઇશ્ચરાઇઝર

સામગ્રી
મધ એક ચમચી,એવોકડો એક,લીબુ નો રસ એક ચમચી, અડધો કપ દહીં અને મિક્સર.
બનાવવાની રીત ….
સૌ પ્રથમ એવોકડો ને ઝીણા ઝીણાં ટુકડામાં સમારવું સમારતા પહેલાં તેની ગોઠલી કાઢી નાખવી .ગોટલી સહિત ઝીણું સમારવાનું નહિ.અને મિક્સર મા નાંખીને તેનો છૂંદો જેવું ઘટ મિશ્રણ બનાવી ને તેમાં દહીં,મધ,અને લીંબુ નો રસ મિક્સ કરી આ મિશ્રણને અડધા કલાક માટે ફ્રિજમાં રાખો અને ત્યારબાદ આ મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરવામાં આવે છે આ મોઇશ્ચરાઇઝર ને લગાવ્યા પછી અડધો કલાક સુધી રહેવા દેવું જોઈએ પછી સ્વચ્છ પાણી થી ચહેરો ધોઈ લેવો .

દહીં થી બનતું મોઇશ્ચરાઇઝર

સામગ્રી
દહીં એક કપ,ઓટ્સ બે ચમચી,લીંબુ ના રસ ના દસ ટીપાં,મધ એક ચમચી.
બનાવવાની રીત…
સૌ પ્રથમ મધ ને દસ સેકન્ડ માટે ગરમ કરવું ત્યારબાદ તેમાં દહીં .લીંબુ ના ટીપાં અને ઓટ્સ મિક્સ કરવું અને તેનું સરસ રીતે મિશ્રણ તૈયાર કરવું.

હવે આ મિશ્રણને ચહેરા ઉપર અને ગરદન પર લગાવી ને પંદર મિનિટ સુધી રહેવા દેવું અને સંવેદનશીલ ભાગ પાસે થી આ મિશ્રણને દૂર કરવા માટે સાફ કપડાં નો ઉપયોગ કરવો જોઈએ. જેમકે આંખ પાસે. પંદર મિનિટ પછી આ મોઇશ્ચરાઇઝર ને ગરમ પાણી વડે ધોવું .

આ છે ઘરે મોઇશ્ચરાઇઝર બનાવવાની રીત.
———————————————————————————————–

લેખન અને સંપાદન : હર્ષા દલવાડી

આ લેખ તમે ગોખલો.કોમ પર વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ગરબા પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર..