Home Story અને એ ગામડું મને ગમી ગયું

અને એ ગામડું મને ગમી ગયું

0
654

વિભાગ:- ગદ્ય
શીર્ષક:-અને એ ગામડું મને ગમી ગયું

નીતા પહેલેથી જ કોનવેન્ટમાં ભણી હતી અને અમદાવાદમાં જેવા મોર્ડન શહેરમાં ઉછરી હતી. અને હમણાં જ અમેરિકાની ન્યુ યોર્કની યુનિવર્સિટીમાંથી ભણીને વેકેશન માટે અમદાવાદ આવી હતી.

પણ આજે નીતા નો મૂડ જ ન હતો. મોર્ડન જમાનામાં જૂની પુરાણી વાહિયાત વાતો કેવી રીતે ચલાવી લેવાય. પિતાજીએ બાળપણના મિત્રને વચન આપેલું કે એમના દીકરા નિર્લેપ સાથે નીતા લગ્ન બંધન માં બંધાશે.

અરે અમદાવાદની કોઈ મોર્ડન છોકરી આણંદના ગામડે ન જાય . જ્યારે આ તો અમેરિકા રિટર્ન છોકરી.

નિર્લેપ દેખાવે સારો હતો. વાતચીતમાં પણ વ્યવસ્થિત હતો. પણ નિતાને તો અમેરિકા સેટલ થવું હતું.

એટલે અનિચ્છાએ એ નિર્લેપ સાથે આણંદ નજીકના ગામડે એની સાથે એક વાર કારમા જવા તૈયાર થયી.

ઓડી કાર ગામમાં દાખલ થયી. જમીન વેચીને એના કરોડો રૂપિયાથી કારમાં ફરતા નબીરો જ હશે એવું જ નીતાને લાગ્યું. ગામડામાં ઘર તો આલીશાન હતું.

પણ ગામડું એ ગામડું. દેશી. અને નિતાની ભાષામાં કહીએ તો “સાવ ડર્ટી ”

કેવા લોકો બંગલો કરોડોનો પણ દાખલ થતાં જ ઘરે ગાયો બાંધેલી હતી. અને એના છાણની વાસથી તો નિતાનું માથું ફાટી ગયું. અને એ જ છાણ ને હાથમાં લઈને એક સ્ત્રી છાણા થાપતી હતી. આંગણું ભલે ચોખ્ખું હતું. અને એકબાજુ કૂવો હતો. બંગલાના આગણા માં અનાજ સુકાતું હતું.

નીતા જેવી કારમાંથી ઉતરી કે તરત જ ત્રણ ચાર સ્ત્રીઓ એને ઘેરી વળી. અને નિર્લેપની માં એ તો એને રીતસર પોખી લીધી.

” એક વાર અમેરિકા જાઉં , પછી ત્યાંથી પપ્પાને ના કહી દઈશ ” નીતા એ તો મનમાં નિર્ણય કરી જ દીધો હતો.

પેલી છાણા થાપતી સ્ત્રી પણ સાવ નજીક આવીને નીતાને જોવા લાગી. હાથ પણ ધોવાની દરકાર એણે નહોતી કરી.

નિર્લેપે અતિ ઉત્સાહ થી ઓળખાણ કરાવતા નિતાને કહ્યું” આ મારા ભાભી છે “. સાવ દેશી કપડામાં ગમાર લાગતી હતી એ ગામડિયન.

અને ઓસરીમાં ગાયોને નવડાવતા એક પુરુષને જઈને નિર્લેપ પગે લાગ્યો. અને કહ્યું ” આ મારા મોટાભાઈ ” .

નિતાને મનમાં થયું કે પગે લાગુ, પણ આવા ગંદા ગોબરાઓ ને. નિતાએ માત્ર નમસ્તેથી જ કામ ચલાવ્યું.

ઘરમાં દાખલ થયીને નિર્લેપના માતા પિતાને પણ એણે નમસ્તે જ કર્યા. સયુંકત કુટુંબના બધા સભ્યો વારાફરતી નીતાને હર્ષપૂર્વક મળી ગયા.

નીતા પણ જલ્દી બપોરનુ લંચ પૂરું થાય તો ફરીથી ઘરે જવાની ફિરાકમાં હતી.

ચૂલા પર બનાવેલી રસોઈ, બધાએ આગ્રહ કર્યો, પણ પોતે ડાયેટિંગના બહાના કાઢીને માન્ડ ચાખી. કેવી રીતે જીવે છે આ બધા અહીં.
કેવા લોકો હતા આ.
ના કપડાંના ઠેકાણા અને નહીં તો સારું ખાવાના, અને આવામાં તો રહેવાય જ શી રીતે.

નિર્લેપની મમ્મીએ વાત વાતમાં પૂછી લીધું
” દીકરી તને ગમ્યું અહીં? તને ફાવશે અહીં ? ”

નીતાને થયું કે આ જ મોકો છે સ્પષ્ટ ના કહેવાનો.

” Frankly, aunty I came here to fulfil my papa’s wish only, I cant settle and waste my life with an under educated person in a village like this. ” ( ” આંટી હું માત્ર અહીં મારા પાપા.ની વિશ પુરી કરવા આવી છું, આવા ગામડામાં અને એક ઓછા ભણેલા વ્યક્તિ સાથે હું મારું જીવન નહીં વિતાવી શકું “).

શુદ્ધ અંગ્રેજીમાં બોલાયેલા શબ્દો સામે બેઠેલી ગમાર અભણ ભાભી કે નિર્લેપની માં ને કે નિર્લેપને ખબર નહીં જ પડ્યા હોય. એટલે નીતા કોઈક ગુજરાતી શબ્દો શોધતી હતી.

” Please do not judge us with our appearance or life style, we are much more qualified than you can ever imagine “(” અમને અમારા કપડાં કે રેહણી કરણી પરથી પારખવાની ભૂલ ન કરતા, તમે વિચારો એના કરતાં અમે વધુ શિક્ષિત અને વેલ સેટલ છીએ “).

સાવ દેશી સાડલામાં બેઠેલી નિર્લેપની ભાભીના મોઢેથી શુદ્ધ અંગ્રેજી ઉચ્ચારણ સાંભળીને નિતાતો આભી જ થયી ગયી.

નિર્લેપ નિતાની મુંઝવણ સમજી ગયો.
” નીતા, આ મારા મોટાભાઈ અને ભાભી અને હું અમે ત્રણે જણ અમેરિકાની ટોપ 10 યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. છીએ.
અને ત્રણે જણ ત્યાંની ધીક્તી કમાણી છોડીને પોતાના વતન નું ઋણ ચૂકવવા અહીં આવી ગયા છે.

આવા જ 3 મોટા બંગલાઓ અમદાવાદમાં છે. અને પિતાજી સાથે અમારો સયુંકત બિઝનેસ આશરે 1000 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આમ છતાં અમને કુદરતને ખોળે જીવવાનું ગમે છે. એટલે અહીં આવીને આવા જ અમારા વતન એવા ગામના વિકાસને ખોળે લીધું છે. ગામમાં રસ્તા, પાણી, લાઈટ, સ્કૂલ, કોપ્યુટર લાઈબ્રેરી, જેવી અદ્યતન સુવિધાઓ અમે અપાવી છે.
અમારું માનવું છે કે જો મેળવેલું જ્ઞાન અને કમાયેલું ધન જો વતન ના કામમાં ન આવે તો જીવન નકામું કેહવાય. ”

કોઈ જબરજસ્તી નથી. પિતાજી નું વચન બાળપણમાં અપાયેલું હતું. જો તમારી ઈચ્છા હોય તો હું તમારી સાથે લગ્ન માટે તૈયાર છું. અને તમારા જવાબ ની રાહ જોઇશ “. નિર્લેપે પોતાની વાત પૂરી કરી.

અને નિતાના જવાબની રાહ જોવા લાગ્યો.

અને નિતાનું ઉછળતું હૈયું તો ક્યારનું યે આ ગામડામાં વસી જવા તરસી રહ્યું હતું.

✍️ દિપાલી લીમકર “દીપ ”
અબુધાબી