હસ્ય લેખ
નામ: નેન્સી અગ્રાવત
ગામ : ઉના
વ્યવસાય : શિક્ષિકા
પ્રકાર :ગદ્ય હાસ્ય લેખ
શિર્ષક :”પરમાણુ અને પાણીપુરી”
કવોનટમ ફિજીકસ એ માત્ર અણુ અને પરમાણુ પુરતું સીમિત નથી.આપણાં જીવન સાથે પણ સંકળાયેલ છે.માટે તેનો અભ્યાસ કરવો જોઈએ.પણ,પણ ,પણ એ વિષયમાં રસ પડે તો બાકી ડો.રૂથરફોર્ડ અને નીલ્સ બોહર બંને વૈજ્ઞાનિકો મહેનત કરી ને જતા રહ્યાં.આપણે સ્વીકારી પણ લીધુ કે…’હા ભાઈ, તુ કે’યે સાચું..અમારે પ્રયોગ નથી કરવા..’
અણુ એ પરમાણુ નો બનેલો છે.પરમાણુ એ ઈલોકટ્રોન ,પ્રોટોન અને ન્યુંટ્રોનનો બનેલો હોય છે.પરમાણુમાં મધ્યમાં ન્યુંકલિયાસ આવેલુ હોય છે.જેની અંદર.,+ પ્રોટોન અને ન્યુંટ્રોન હોય છેઅને ન્યુંકલિયાસની ફરતે -ઇલેક્ટ્રોન ફરતા હોય છે..જે આ +અને -ને બેલેન્સ કરે છે.આ વાત થઈ ક્વૉનટમ ફિજીકસની જેની થીયર્રી વૈજ્ઞાનિકો એ આપેલી છે.
પણ આપણાં સમાજમાં એવાં પણ લોકો છે.જેને આ સમજાતું નથી. જે વિજ્ઞાન નથી સમજ્યા એને સમજવા પાણીપુરી ખાવી જોઈએ!
જુઓ,તમે પાણીપુરી ખાઓ છો..તો પેહલા એક આખી પુરી લો છો..તેને આપણે એક પરમાણુ સમજીએ..હવે આ પુરીને ફોડીને આપણે એમા બટેટા અને ચણા નો મસાલો ભરીએ એટલે એ બન્યુ ન્યુંકલિયાસ.હવે એની અંદર ડુંગળી નાખીએ તો એ પ્રોટોન સમજવું..,,(જૈન લોકો એ સેવ નાખીએ એને પ્રોટોન સમજવું )ચાટ મસાલો નાખીએ એ ન્યુંટ્રોન સમજવું જે સ્વાદ ને બેલેન્સ કરે છે…પાણીપુરી જેમ ખટા મીઠાં પાણી વગર અધૂરું એમ પરમાણુ ઇલેક્ટ્રોન વગર અધૂરું છે.પુરીમાં પાણી નાખીએ એટલે તૈયાર આખો પરમાણુ….હવે આવી રીતે 7 પુરી ત્યાર કરો ( 10 ની 7 જ આવે છે.. )એક પ્લેટમાં 7 ગોઠવો…આ પ્લેટ એટલે અણુ..કેમ કે પરમાણુનાં સમૂહ ને અણુ કહે છે.
back to qvontam physics કોઈ રસોઈ શો નહીં સમજવાનું આપણે વિજ્ઞાન સમજીએ છીએ..મોઢામાં આવેલા પાણીને કંટ્રોલ કરી અને અણુ ..પરમાણુ પર કોન્સન્ટ્રેટ થઈએ.. તો સમજાયું ને કવોંનતમ ફિજીકસ ..અણુ પરમાણુની રચના…..
( આકાશમાં તારા બની ગયેલા વૈજ્ઞાનિકં ડો..રૂથઁર્ફોર્ડ એ ડો..નિલ્સ બૌહાર ને કહ્યુ…”ખોટા આટલા વર્ષ અણુ પરમાણુ ને સમજવામાં લેબોરેટરી મા કાઢ્યા એનાં કરતા ભારતમાં જઈને પાણીપુરી ખાઈ લીધી હોત તો પણ સમજાય જાત.. )
written by………Nency Agravat