Home Story મારાં વિચાર

મારાં વિચાર

0
115
મારા વિચાર

દિવાળી એ સૌથી વધુ મહત્વનો તહેવાર, દરેક ના જીવનમાં ખુશહાલી, પ્રસન્નતા લાવતો નિમિત્ત પરંતુ આ ખુશહાલી, પ્રસન્નતા દરેકને નથી પ્રાપ્ત થતાં. દરેકને પોતાના જીવનમાં કંઈ ને કંઈ ખૂટે છે અને એ રંજ માં પોતાનું સાથે સાથે બીજાં લોકોનું નુકશાન કરે છે. હમણાં સોશિયલ મીડિયામાં ઘણા વિડિયો વાયરલ થયા છે. દિવાળી ની ઉજવણીમાં ફટાકડા ફોડીને ધૂમાડો થાય છે અને પ્રદૂષણ વધે છે, ગરીબ બાળકો આ ઉજવણી જોઈ વલખતા હોય છે, અને ઘણા મીઠાઈ, કપડાં, થોડા ફટાકડા ગરીબ બાળકો ને આપી એને એક ક્ષણ માટે ખુશી આપે છે. બધા પોતાના વિચારો મુજબ કઈક ને કઈક નવું કરવાની કોશિશ કરતા હોય છે, પરંતુ હું મારા વિચાર કહું તો, એ આપેલી ગિફ્ટ એ બાળકો પાસે ક્યા સુધી અને કેટલો સમય સુધી ટકશે? મીઠાઈ એ બાળક એકલું નહી ખાય એનાં ઘરનાં સભ્યો સાથે ખાશેઅને જો ઘરમાં વધુ તકલીફ હોય તો કોઈ દુકાને જઈ રોકડા કરશે, એમજ કપડાં એ પહેરશે અથવા રોકડા રૂપિયા એવું જ ફટાકડા માં થશે અને એ રૂપિયા, કે મીઠાઈ, કપડાં, ફટાકડા ક્યા સુધી રહેશે? પણ એક વસ્તુ છે જે એ બાળકો સાથે જીવનભર રહેશે અને એ છે શિક્ષણ. શિક્ષણ શા માટે? એ બાળકો માં કોઈ એક પણ શિક્ષણ મળશે તો એ શિક્ષણ નો દીવો એનાં જીવનનો અંધકાર તો દૂર કરશે પરંતુ એ જ્યોત રૂપી દીવાઓ બીજાં ઘણાં લોકો ના જીવનનો અંધકાર દૂર કરશે. બની શકે તો શિક્ષણ આપવા પ્રયાસ કરવો જોઈએ.

હર્ષા દલવાડી તનુ
જામનગર