Home Story આશ્રમ જરૂરી છે?

આશ્રમ જરૂરી છે?

0
300

ભારત દેશમાં આશ્રમ વ્યવસ્થા હતી. જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પરંતુ જેમ જેમ સમય બદલતો ગયો અને આધુનિકરણ થવા લાગ્યું તેમ આ વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ અને આ શબ્દ “આશ્રમ” અલગ જ સ્વરૂપે સમાજમાં સ્થાન મેળવ્યું.હવે “આશ્રમ”શબ્દ ત્રણ જ સ્વરૂપ ધરાવે છે. ગુરુઓના, મહંત ના આલીશાન મહાલય એટલે અત્યાધુનિક આશ્રમ. અનાથ આશ્રમ જ્યાં માતા પિતા દ્વારા તરછોડાયેલા બાળકોને ભેંકાર લાગતી દુનિયામાં માત્ર સપનાં જોઈ શકાય પરંતુ જીવન ખૂબ જ અઘરું છે એ સાબિતી કરાવતું એક મકાન એટલે અનાથ આશ્રમ.

ત્રીજું વૃદ્ધાશ્રમ  એટલે સામાન્ય ભાષામાં કહીએ તો(ઘરડાં ઘર)આ આશ્રમ વ્યવસ્થા ને પહેલાં ની આશ્રમ વ્યવસ્થા વનપ્રસ્થાશ્રમ સાથે મારી દ્રષ્ટિએ જોઈએ તો સરખામણી કરી શકાય. વનપ્રસ્થાશ્રમ માં સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવતો જયારે હવેના સમયમાં મનભેદ,મતભેદ, અને જગડાઓને કારણે આ આશ્રમ બની રહ્યા છે. આ આશ્રમમાં આવીને પણ એ વૃદ્ધ વ્યક્તિઓ લાચાર, અને બીજા અજાણ્યા લોકો ની દયા પર એમના જીવનના અંત સુધી મનમાં અનેક ગણી લાગણીઓ દબાવી જીવી રહ્યા હોય છે. આપણામાં કહેવત છે પીળું એટલું સોનું નથી હોતું..

આજ પીળું સોનું વૃદ્ધત્વને આકર્ષિત કરે છે. કારણ? વૃદ્ધાવસ્થા એટલે મનની શાંતિ અને વીતી ગયેલી ક્ષણોમાં પોતાના ભવિષ્ય ને મનભરીને જીવવાની અદમ્ય ઈચ્છા .એ ભવિષ્ય એટલે એમના સંતાન પરંતુ જયારે આ સંતાન જ ધૂતકારે ત્યારે આ પીળું સોનું  મજાના લાગે છે, કારણ પોતાના જ સંતાન તરફથી થતો તિરસ્કાર.

મારા વિચાર મુજબ જોઈએ અને સમજીએ તો દરેક માતા પિતાએ પોતાની જીવન મૂડી પોતે પોતાના પર જીવનના અંત સુધી ખર્ચી શકે અને આત્મનિર્ભર બની રહે એટલું સાચવી લેવું જોઈએ, ભારતીય કાયદા મુજબ માતા પિતાની સંપત્તિમાં એના સંતાન ને સરખા ભાગે વહેંચવામાં આવે છે અને આ જ સંપત્તિ માટે જગડાઓ થાય છે. હવે માતા પિતાએ પોતાના સંતાન માટે એકઠી કરવાને બદલે સંતાન ને એ શીખવો કે  એ એના પગભર થાય અને એ મિલકત બનાવે, કારણકે મિલકત બનાવવામાં જે મહેનત કરવી પડે એ વિશે ખ્યાલ અવવો જરૂરી છે, દીકરી કે દીકરાને મિલકત ના આપો.

આપેલી વસ્તુની કદર નથી હોતી. પરંતુ આપબળે કરેલ વસ્તુની કદર અને સન્માન વધારે હોય છે. દીકરી ને મિલકતમાં ભાગ આપો એટલે એ આત્મનિર્ભર નથી એ જ રીતે દીકરો પણ આત્મનિર્ભર નથી.

મિલકત આપીને માતા પિતાને લાચાર,અને સંતાન પર નિર્ભર રહેવું નથી પસંદ તો આશ્રમમાં એ જ રીતે રહેવાની ફરજ પડે છે. તો આ આશ્રમ શા માટે??

© હર્ષા દલવાડી તનુ – જામનગર


What is Old Age Ashram?

Old age ashrams, often referred to as old age homes, are specialized residences for seniors who are unable to live independently or need support with everyday tasks. The senior inhabitants of these facilities may live peacefully and dignifiedly in a safe, cozy, and encouraging atmosphere.

In general, old age ashrams offer a variety of amenities and services, including lodging, food, healthcare, social and recreational activities, and round-the-clock help from qualified caretakers. For residents who have certain medical issues, such as dementia or Alzheimer’s disease, some institutions additionally provide specialist care.

Organizations of several kinds, including religious institutions, nonprofits, and for-profit businesses, may manage old age ashrams. Depending on the location, amenities, and services supplied by the ashram, the rates and services may change.

Old age ashrams can be a great choice for seniors who do not have family support or need specialized care, even if other seniors may prefer to remain with their families or in their own homes. Seniors may interact with other residents and take part in activities that improve their quality of life in these institutions’ welcoming communities.

Due to shifting family dynamics, a growth in the number of older people, and the desire for specialized senior care, the demand for old age ashrams has risen recently. In general, old age ashrams are crucial in ensuring that the elderly have the assistance and care they require to live happy and comfortable lives in their latter years.